શાંતિ માટેનાં ‘નોબેલ પ્રાઈઝ’થી સન્માનિત અને આફ્રિકાનાં ગાંધી તરીકે ઓળખાતા નેલ્સન મંડેલાનો જન્મ (1918)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલા અહિંસક આંદોલનનાં હથિયારનો સહારો લઈને આફ્રિકામાં રંગભેદ સામે લડત ચલાવનાર નેલ્સન મંડેલાએ જીવનનાં 27 વર્ષ જેલમાં વિતાવ્યા
પ્રિટોરિયાની ગોરી સરકારે 1990માં નેલ્સન મંડેલા સામે ઘૂંટણિયા ટેકવી તેમને જેલમાંથી છોડવામાં આવ્યાં અને સરકારે તેમની સાથે શાંતિની સમજૂતી કરી અને ત્યારથી લોકતાંત્રિક અને બહુજાતિય આફ્રિકાનો પાયો નંખાયો, તે પ્રમાણે 1994માં દ.આફ્રિકામાં પહેલીવાર રંગભેદ વગર ચૂંટણી યોજાઈ, જેમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસને 62 ટકા મત મળ્યાં અને બહુમતી સાથે તેમની સરકાર બનતા 10 મે, 1994નાં રોજ નેલ્સન મંડેલા દ.આફ્રિકામાં સૌપ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યાં
નેલ્સન મંડેલા સૌથી મોટી ઉંમરે આફ્રિકાનાં પ્રમુખ બન્યા અને 1994 થી 1999 સુધી આફ્રિકાનાં પ્રમુખ રહ્યાં
ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ભારત રત્ન’થી તેમનું 1990માં સન્માન કરવામાં આવ્યું છે અને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘નિશાને-પાકિસ્તાન’થી પણ તેમનું સન્માન થયું છે
* 69મા શંકરાચાર્ય ગુરુ અને કાંચી કામકોટી પીઠમના વડા - ધર્માધિકારી જયેન્દ્ર સરસ્વતીનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1935)
*
* વિશ્વના સૌથી મહાન ક્રિકેટર પૈકીના એક બોલર (70 ટેસ્ટ અને 63 વનડે રમનાર) ડેનિસ લીલીનો ઓસ્ટ્રેલિયા ખાતે જન્મ (1949)
તેમણે ટેસ્ટમાં 355 અને વનડેમાં 103 વિકેટ લીધી છે
તે નિવૃત્તિ સમયે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હોવા સાથે 350 વિકેટ લેનાર પ્રથમ બોલર છે, એજ રીતે વનડેમાં પણ 100 વિકેટ લેનાર પ્રથમ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા
* હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર અભિનેતા, નિર્માતા અને રાજકારણી રાજેશ ખન્નાનું અવસાન (2012)
માત્ર 3 વર્ષમાં 1969થી સતત 15 સફળ ફિલ્મો આપવાનો રેકોર્ડ તેમના નામે છે
તેમની પ્રથમ ફિલ્મ આખરી ખત (1966) હતી જે ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં આરાધના, આનંદ, અનુરાગ, આશીર્વાદ, અમર પ્રેમ, અમરદીપ, અવતાર, અમૃત, આન મિલો સજના, આ અબ લોટ ચલે, કટી પતંગ, ઇતેફાક, દુશ્મન, નમક હરામ, બાવર્ચી, રોટી, દાગ, થોડી સી બેવફાઈ, કુદરત, ડિસ્કો ડાન્સર, હાથી મેરે સાથી, મકસદ, ગુડ્ડી વગેરે છે
તેમના લગ્ન ડિમ્પલ કાપડિયા સાથે 1973માં પ્રથમ બોબી ફિલ્મ રજૂ થતા પહેલા થયા હતા
દિલ્હી લોકસભા માટે તે કોંગ્રેસના ઉમેદવાર તરીકે 1992માં સાંસદ બન્યા હતા.
* ભારતના યાદગાર ગઝલ ગાયક અને સંગીતકાર ભુપેન્દ્ર સિંઘનું અવસાન (2022)
ભૂપેન્દ્ર સિંઘનની યાદગાર રચનાઓમાં ‘દિલ ઢૂંઢતા હૈ...’, ‘દો દીવાને શહર મેં...’, ‘નામ ગુમ જાયેગા...’, ‘કરોગે યાદ તો હર બાત યાદ આયેગી...’, ‘કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા...’, ‘કિસી નઝર કો તેરા ઇન્તેઝાર આજ ભી હૈ...’, ‘એક અકેલા ઇસ શહર મેં...’ ‘દુનિયા છૂટે યાર ના છૂટે...’, ‘રાત બનું ગીત બનો તુમ...’, ‘કહીએ કહાં સે આના હુઆ’ અને ‘બીતે ના બિતાઈ રૈના...' વગેરે છે
પત્ની મિતાલી સિંઘ સાથે તેમણે 'આરઝૂ', 'ચાંદની રાત', 'ગુલમહોર', 'ગઝલ કે ફૂલ', 'એક આરઝૂ', 'આનંદ લોક મેં' જેવા ગીત-ગઝલોના આલબમ રજૂ કર્યા હતાં
* અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ શ્રીનિવાસ મંધનાનો મુંબઈમાં જન્મ (1996)
*
* પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત આયુર્વેદ ચિકિત્સક અને જામનગર આયુર્વેદ યુનિવર્સીટીના પૂર્વ વાઇસ ચાન્સેલર રાજેશ કોટેચાનો જન્મ (1963)
*
* દેશના પ્રથમ મહિલા સ્નાતક અને ભારતનાં બીજા નંબરના મહિલા ડોક્ટર કાદમ્બિની ગાંગુલીનો બિહારના ભાગલપુરમાં જન્મ (1861)
*
* સમાજ સુધારક, સામ્યવાદી લોક કવિ અને લેખક અન્નાભાઉ સાઠેનું મુંબઈમાં અવસાન (1969)
*
* બોલિવૂડ અને પંજાબી ફિલ્મોના પ્લેબેક સિંગર સુખવિન્દર સિંઘનો અમૃતસર ખાતે જન્મ (1971)
*
* ભારતીય બેડમિન્ટન ખેલાડી આનંદ પવારનો મુંબઈમાં જન્મ (1986)
*
* પાકિસ્તાનના ગઝલ સમ્રાટ મેહદી હસનનો ભારતમાં રાજસ્થાન રાજ્યમાં જન્મ (1927)
*
* પદ્મશ્રીથી સન્માનિત બૉલીવુડ-હૉલીવુડ અભિનેત્રી અને મિસ વર્લ્ડ- 2000 પ્રિયંકા ચોપરાનો જમશેદપુરમાં જન્મ (1982)
*
* ભારતીય વ્યાવસાયિક ફૂટબોલ ખેલાડી સંદીપ સંઘાનો પંજાબમાં જન્મ (1987)
*
* હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી ભૂમિ પેડનેકરનો મુંબઈમાં જન્મ (1989)
તેની પ્રથમ ફિલ્મ દમ લગાકે હાઈસા છે અને અન્ય ફિલ્મો ટોયલેટ, બાલા, શુભ મંગલ સાવધાન, પતિ પત્ની ઔર વો વગેરે સાથે જોવા મળી છે
* તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં અભિનેત્રી અને નિર્માતા સૌંદર્યા સત્યનારાયણનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1972)
*
>>>> આપણી આસપાસ આવા અનેક મોટી ઉંમરના લોકો હેરત પમાડે એવી સ્ફૂર્તિથી જીવતા જોવા મળે છે, ત્યારે આપણને વિસ્મય સાથે એમના જીવન વિશે જાણવાની તાલાવેલી થતી હોય છે. કેમ કે લાંબું જીવવું એ માણસમાત્રની ખ્વાહીશ હોય છે. એમાં પણ તન અને મન બંનેની તંદુરસ્તી સાથે દીર્ઘાયુ થવું એ કોઇ ચમત્કારથી કમ નથી હોતું. આપણે આશીર્વાદમાં પણ 'આયુષ્યમાન ભવ:' એવું કહીએ છીએ. માણસની અમર થવાની ઝંખના જુગ જુની છે.
સંકલન : વિજય એમ. ઠક્કર