AnandToday
AnandToday
Monday, 15 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 16 જુલાઈ : 16 JULY 
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર

બૉલીવુડ ફિલ્મોના અભિનેત્રી કેટરીના કેફનો આજે જન્મદિવસ 

બૉલીવુડ ફિલ્મોના સૌથી વધુ સફળ અભિનેત્રી પૈકીના એક કેટરીના કેફનો હોંગકોંગ ખાતે જન્મ (1983)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં બૂમ, ધૂમ -3, મૈને પ્યાર ક્યું કિયા, નમસ્તે લંડન, ન્યુયોર્ક, અજબ પ્રેમ કી ગજબ કહાની, તીસ માર ખાન, એક થા ટાઇગર, ભારત, બેંગ બેંગ, સૂર્યવંશી વગેરે છે 
તેમના લગ્ન અભિનેતા વિકી કૌશલ સાથે 2021માં થયા છે

* ભારતના અગ્રણી મહિલા પાવર બ્રોકર્સમાંના એક અને ગોદરેજ ગ્રુપના ચેરપર્સન રહેલ પરમેશ્વર અદિ ગોદરેજનો જન્મ (1945) 

* પદ્મશ્રી અને રાજીવ ગાંધી ખેલરત્ન’ એવોર્ડથી સન્માનિત ભારતીય ફિલ્ડ હોકીના નિવૃત્ત ખેલાડી અને ભારતીય રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધનરાજ પિલેનો મહારાષ્ટ્રનાં પૂણેમાં જન્મ (1968)
એર ઈન્ડિયા લિ.માં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે કાર્યરત રહ્યા 
તમિલ પરિવારમાં જન્મેલા પિલેએ 15 વર્ષથી વધુની કારકીર્દિમાં ભારત માટે ચાર ઓલિમ્પિક રમતો, વર્લ્ડ કપ અને ચેમ્પિયન ટ્રોફીમાં ભાગ લીધો હતો

* ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને અમેરિકામાં સ્થાઈ થયેલ મધુ રાયનો ખમ્ભાળિયા ખાતે જન્મ (1942)
નર્મદ સુવર્ણ ચંદ્રક અને રણજિતરામ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત આ લેખકની વાર્તા પરથી હિન્દી ટીવી સિરિયલ (મિ. યોગી) અને ફિલ્મ (વોટ્સ યોર રાશિ?) બનેલ છે 

* આંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ પુરસ્કાર, પદ્મવિભૂષણ અને ‘ભારત રત્ન’ (મરણોત્તર)થી સન્માનિત સ્વાતંત્ર્યસેનાની અને શિક્ષણશાસ્ત્રી અરુણા આસફ અલી (અરુણા ગાંગુલી)નો હરિયાણામાં જન્મ (1909)
આઝાદી બાદ પણ તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા અને દિલ્હીના પ્રથમ મેયર બન્યાં હતાં

* ભૂટાનના રાજકુમાર પ્રિન્સ દશો જીગ્યેલ ઉગ્યેન વાંગચુકનો ભારતમાં દિલ્હી ખાતે જન્મ (1984)

* ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનું અવસાન (2003)

* ભારતમાં ગ્વાલિયર રાજ્યના છેલ્લા શાસક મહારાજા જ્યોર્જ જિયાજીરાવ સિંધિયાનું ગવાલીયર ખાતે અવસાન (1961)

* કેરળમાં સ્થાયી થયેલી નૃત્યાંગના અને અભિનેત્રી પેરિસ લક્ષ્મી (મેરિયમ સોફિયા લક્ષ્મી ક્વિનિયો)નો ફ્રાન્સમાં જન્મ (1991)

* ભારતીય ખગોળશાસ્ત્રી રાધા ગોવિંદ ચંદ્રનો બાંગ્લાદેશ ખાતે જન્મ (1878)

* ભારતીય ઇતિહાસકાર અને આઇઆઈએમ કોલકાતાના પ્રોફેસર બરુણ દેનું અવસાન (2013)

* 600 જેટલી જાહેરાત માટે કામ કરનાર હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી જ્યોતિ ગૌબાનો જન્મ (1982)

* હિન્દી ટીવી અભિનેત્રી અને મોડલ લીના જુમાનીનો અમદાવાદ ખાતે જન્મ (1990)

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી આમના શરીફનો મુંબઈમાં જન્મ (1982)

>>>> અષાઢમાં નવોઢા જેવી લાગતી બારીશની બૌછાર સાવનમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. એના સ્પર્શથી ધરતી માદક બની જાય છે. મોર કે માણસ બધાને હરખની હેલી ચડી જાય છે. ખંડેર લાગતા અવાવરૂ ઘરમાં કોઇ ગૃહિણીનો હાથ ફરે અને જે ચમત્કાર થાય એવું અજાયબ દ્રશ્ય ઉનાળાના પ્રખર પ્રહાર પછી બેહાલ થઈ ગયેલા આકાશમાં જોવા મળે છે. પહેલા વરસાદમાં પલળવું એ પ્રેમિકાના આલિંગનથી કમ નથી હોતું. ઝીણી ઝરમર કે બૂંદોની બૌછાર આપણને સ્પર્શ કરે છે ત્યારે સ્વર્ગ જાણે હાથવેંતમાં લાગતું હોય છે.

સંકલન : વિજય એમ. ઠક્કર