AnandToday
AnandToday
Sunday, 14 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

આણંદ પાસેનો એક્સપ્રેસ વે લોહિયાળ બન્યો, 6 ના મોત,8 ઘાયલ

વડોદરા અમદાવાદ એકસપ્રેસ હાઈવે પર આણંદ પાસે ના ચિખોદરા સીમા ગમખ્વાર અકસ્માત સર્જાતા છ લોકોના મોત થયા છે ત્યારે આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. મહારાષ્ટ્રથી રાજસ્થાન જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં પંચર પડતાં ટાયર બદલવાની કામગીરી કરાતી હતી ત્યારે પાછળથી આવેલા ટ્રકે આ ખાનગી બસને પાછળથી ઠોકર મારતાં રોડ ઉપર ઉભેલા મુસાફરો ઉપર બસનું ટાયર ફરી વળતાં છ મુસાફરોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં.

બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર સામે બાંયો ચઢાવી

બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડેહાથે લીધી છે. જિલ્લામાં હાઇવે પર કેટલાક લોકોને દારૂૂની પરમીટ અને સ્ટેન્ડ મળ્યા છે, જેના વિરોધમાં હવે ગેનીબેને હૂંકાર કર્યો છે, અને કહ્યું છે કે, આગામી દિવસોમાં આ મુદ્દે મોટી ઝૂંબેશ કરવામાં આવશે.અને ચેકપોસ્ટો ઉપર પણ જનતારેડ કરવામા આવશે.

અમેરિકાના બર્મિંગહામમાં એક નાઈટ ક્લબમાં થયેલા ગોળીબારમાં 4 ના મોત,13 લોકો ઘાયલ

અમેરિકામાં રવિવારનો દિવસ લોહિયાળ સાબિત થયો છે. પહેલા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જીવલેણ હુમલો થયો તેમાં તે માંડ બચ્યાં ત્યાં પાછી ફાયરિંગની વધુ એક મોટી ઘટના બની. અમેરિકાના અલાબામાના બર્મિંગહામમાં એક નાઈટ ક્લબમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને અન્ય 13 લોકો ઘાયલ થયા છે. 27મી સ્ટ્રીટ નોર્થ પરના નાઈટક્લબમાં એક વ્યક્તિએ સમગ્ર શેરીમાંથી ગોળીબાર કર્યો હતો જેમાં ઘણા ઘાયલ થયાં હતા.

સાવલીના લાહોરી વગામાં પેલેસ્ટાઇનનો ઝંડો દેખાતા ખળભળાટ મચ્યો

હાલ મહોરમ પર્વની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં સાવલીના લાહોરી વગામાં મહોરમ તહેવાર નિમિત્તે ઝંડા તથા ઇસ્લામીક બોર્ડ લગાડવામાં આવ્યા છે. અને તેમાં પેલેસ્ટાઇનનો ઝંડો લગાડવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. તાજેતરમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલતું હોવાથી તેવા સમયમાં આ ઝંડો લગાવી અને સાવલી વિસ્તારમાં કાયદો અને પરિસ્થીતી વણસે અને સુલેહ શાંતિ દહોળાય તેવા પ્રયત્નો કોઇ તત્વો દ્વારા કરવામાં આવતા હોવાનું જણાઇ આવ્યું છે. આ અંગેની જાણ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રભાઇ ગણેશભાઇ દ્વારા સાવલી પોલીસમાં કરવામાં આવી છે. હાલ આ મામલે PSI ડી.જે. લીંબોલા વધુ તપાસ કરી રહ્યા છે.

માસાએ દીકરી સમાન સગીર ભાણી પર દાનત બગાડી દુષ્કર્મ ગુજાર્યું

બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સબંધોને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સગા માસાએ દીકરી સમાન સગીર ભાણી પર દાનત બગાડીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું છે. ભાભર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠલ ગુનો દાખલ કરીને આરોપી પ્રકાશ ઠાકોરની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્પેને ચોથી વખત યુરો કપનો ખિતાબ જીત્યો,ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યું

યુરો કપ 2024 ની ફાઈનલ મેચ ભારતીય સમય મુજબ 15 જુલાઈ સોમવારના વહેલી સવારે રમાઈ હતી. જર્મનીના બર્લિનમાં રમાયેલી આ ટાઈટલ મેચમાં સ્પેને ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ જીત સાથે સ્પેન યુરો કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ બની ગઈ છે. 2024ની ફાઇનલમાં સ્પેને ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને ટ્રોફી જીતી હતી. ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી.

સુરતમાં 300 કિલો ગૌમાંસ સાથે પાંચ આરોપીઓની ધરપકડ 

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી ઉન ખાડી કિનારેથી 300 કિલો ગૌમાંસ ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. ત્યારબાદ ભેસ્તાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમા ઝુબેર રહીમુદ્દીન શેખ, રાજુ બુધીયા રાઠોડ, અને ઈમરાન ઈસ્માઈલ કુરેશીની મુસ્તાક ઉર્ફે રિયાઝ ઉર્ફે ચીકુ મુનાફ શેખ,સમીર નુરખાન નો સમાવેશ થાય છે. જ્યારે નઈમ સલીમ કુરેશી વોન્ટેડ જાહેર કરાયો છે. આરોપી ઝુબેર કતલખાનાની દેખ રેખ અને મજૂરી કામ કરતો હતો.ગૌમાસ ઝડપાયા બાદની તપાસમાં પતરાના શેડમાં બાંધેલી ૩ ગાય, ૨ ભેંસ,૪ નાના પાડાને મુક્ત કરાવાયા હતાં.સાથે ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો

પત્ની અન્ય શખ્સ સાથે ભાગી જતા પતિ એ ઝેરી દવા પી કરી આત્મહત્યા

બોટાદમાં પત્ની અન્ય શખ્સ સાથે ભાગી જતા પતિને લાગી આવતા ઝેરી દવા પી આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું. યુવાને ઝેરી દેવા પીધી હોવાનું પરિવારજનોને જાણ થતાં તેને હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા. હોસ્પિટલમાં જગદીશ મનજીભાઈ મકવાણાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.પ્રેમ લગ્ન બાદ દંપતીને બે સંતાનો થયા હતા. ત્યારે અચાનક જગદીશ મકવાણાની પત્ની બન્ને સંતાનો સાથે મુકેશ હડિયલ નામના શખ્સ સાથે ભાગી ગઈ હતી. આ મામલે પોલીસે મુકેશ હડીયલ, રમેશ હડીયલ, પંકજ હડીયલ, બાબુ હડીયલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો

પાલનપુરમાં એક શ્રમજીવી પરિવારની સગીરાને સોશિયલ મીડિયામાં કાશીમ પઠાણ નામના યુવક જોડે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવક 5 જુલાઈએ રાત્રે અઢી વાગ્યાની અસપાસ પાલનપુર આવીને સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના પિતાને જાણ થતા તેઓએ અમદાવાદ આવીને શોધખોળ કરી હતી. પરંતુ યુવક અમદાવાદથી મકાન ખાલી કરીને ભાગી ગયો હતો. આ બાદમાં સગીરાના પિતાએ વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત - 1700 ઘરોમાં પીવાની પાણીની સમસ્યા,સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો

સુરત: પાલ-ભાઠા ગામ ખાતે આવેલ ગ્રીન સીટી રેસિડેન્સીના રહીશો દ્વારા પીવાના પાણીની સમસ્યાને લઈ માટલા ફોડી પાલિકા તંત્ર સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો.લોકોએ સ્થાનિક વિસ્તારમાં હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે પ્રતીક રેલી યોજી પાલિકા તંત્ર સામે દેખાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.ઓછા પ્રેસરથી પાણી અને દૂષિત પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદ પાલિકા તંત્રને કરવા છતાં કોઈ નિવેદનો નહીં આવતા લોકો રોષે ભરાયા હતા.