ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ છે.ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ભારતીય રાજકારણી અને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી છે. તે ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના સભ્ય છે. એમને પક્ષ તરફથી સપ્ટેમ્બર ૨૦૨૧થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા.ભૂપેન્દ્ર પટેલનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૨ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર પરિવારમાં થયો હતો. તેમણે એપ્રિલ ૧૯૮૨માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવેલ છે. તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે.
* પદ્મ વિભૂષણથી સન્માનિત સ્વાતંત્ર્યસેનાની, વકીલ, રાજનેતા અને સામાજીક કાર્યકર્તા દુર્ગાબાઈ દેશમુખનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1909)
બંધારણ સભાનાં સભ્ય તરીકે ચૂંટાઈ તેમણે આ પદ 6 વર્ષ માટે શોભાવ્યું અને આયોજનપંચનાં સભ્ય તરીકે નોંધપાત્ર સેવાઓ બજાવી હતી
તેમનાં લગ્ન ભારતીય રિઝર્વ બેન્કનાં પ્રથમ ગવર્નર અને ભારતના નાણામંત્રી રહી ચૂકેલા સી. ડી. દેશમુખ સાથે 1953માં થયાં હતા
*
* ન્યુ જર્સી જનરલ એસેમ્બલીમાં (2013) સભ્ય an 2022થી, એસેમ્બલીમાં ડેપ્યુટી સ્પીકર તરીકે સેવા આપનાર રાજ મુખરજીનો ભારતમાં કોલકાતા ખાતે જન્મ (1984)
અગાઉ ન્યુ જર્સી જનરલ એસેમ્બલીના બહુમતી વ્હિપ તરીકે સેવા આપી હતી
* પેટીએમના એમડી અને સીઇઓ વિજય શેખર શર્માનો અલીગઢ ખાતે જન્મ (1978)
*
* ગુજરાતી લેખક અને પત્રકાર કાંતિ ભટ્ટનો ભાવનગર ખાતે જન્મ (1931)
*
* ‘ભારત રત્ન’થી (મરણોત્તર) સન્માનિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સંસ્થાપક નેતા અને રાજપુરૂષ કુમારસ્વામી કામરાજ (કામત્ચી) નાદરનો તમિલનાડુ રાજ્યમાં જન્મ (1903)
*
* પદ્મશ્રીથી સન્માનિત IIM અમદાવાદના ભૂતપૂર્વ ડિરેક્ટર બકુલ હર્ષદરાય ધોળકિયાનો જન્મ (1947)
*
* પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જજ ચંદ્રમૌલી કુમાર પ્રસાદનો પટના ખાતે જન્મ (1949)
*
* કેન્દ્રીય મંત્રી અને ભાજપના આગેવાન ભાનુ પ્રતાપ સિંહ વર્માનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1957)
*
* પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતીય વ્યાવસાયિક હોકી ખેલાડી અને ભારતીય રાષ્ટ્રીય ટીમના કેપ્ટન રહેલ સરદારા સિંહનો હરિયાણા રાજ્યમાં જન્મ (1986)
*
* ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત સંસ્કૃત વિદ્વાન કલાનાથ શાસ્ત્રીનો જયપુર ખાતે જન્મ (1936)
*
* ભારતીય આધ્યાત્મિક ગુરુ અને ભારતીય વાયુ સેનામાં વિંગ કમાન્ડર કપિલ સિંહ (પાયલટ બાબા)નો બિહાર રાજ્યમાં જન્મ (1938)
*
* 400 મીટર સ્પર્ધામાં નિષ્ણાત ભારતીય દોડવીર નિર્મલા શિયોરનનો હરિયાણા રાજ્યમાં જન્મ (1995)
*
* પ્રભાવશાળી ભારતીય નાટ્યકાર અને થિયેટર દિગ્દર્શક બાદલ સરકારનો કોલકાતા ખાતે જન્મ (1925)
*
* સંગીતકલા અકાદમીનો રાષ્ટ્રીય એવોર્ડ અને ‘પદ્મભૂષણ’થી સન્માનિત મરાઠી રંગભૂમિના અભિનેતા બાલગાંધર્વ (નારાયણ શ્રીપાદ રાજહંસ)નું અવસાન (1967)
*
* ભારતીય વેપારી, પરોપકારી અને દાનવીર પારસી જમસેદજી જેજીભોયનો મુંબઈમાં જન્મ (1783)
*
* ભારતનાં ઈમ્પીરીયલ ગેઝેટીઅર માટે સૌથી વધુ જાણીતા સ્કોટિશ ઇતિહાસકાર, આંકડાશાસ્ત્રી, કમ્પાઇલર અને ભારતીય સિવિલ સર્વિસના સભ્ય સર વિલિયમ વિલ્સન હન્ટરનો જન્મ (1840)
*
* ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂરો થતા ગુજરાતનાં રાજ્યપાલ તરીકે દેવવ્રત આચાર્યની નિમણૂંક કરવામાં આવી (2019)
*
>>>> આપણી જીદંગીમાં માત્ર સૂર્ય ઉગવાથી જ સવાર થતી નથી, વિચારોના પરિવર્તનથી પણ નવો દિવસ ઉગે છે...!!
>> નજર અંદાજ તો ઘણું કરવાં જેવું છે... પણ અંદાજ એવો રાખવો કે બધું નજરમાં રહે...!!
>> અદા બદલે છે, ચહેરા બદલે છે. માણસ છે, માનતાઓ પૂરી ન થાય તો ભગવાન પણ બદલે છે....!!
>> વાંક વાદળોનો નથી કે એ વરસી રહ્યા છે, હૈયું હળવું કરવાનો હક તો બધાને છે ને...!!
>> ભીંજાઈ જવાનું કારણ દર વખતે
વરસાદ જ નથી હોતો, ક્યારેક મનગમતી યાદોનું ઝાપટું પણ પાંપણો પલાળી જાય છે..!!
સંકલન : વિજય એમ. ઠક્કર