દેશના સાત રાજ્યોમાં 10 જુલાઈએ યોજાયેલી 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતગણતરી થઈ હતી. ભાજપની આગેવાની હેઠળના એનડીએએ બે બેઠકો જીતી છે. 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસ અને TMCએ 4-4 બેઠકો જીતી છે. જ્યારે ભાજપ 2 બેઠકો જીતી શકી હતી. જલંધર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે.- તામિલનાડુની વિકરાવંડી સીટ પર ડીએમકેએ જીત મેળવી છે. જ્યારે બિહારની રૂપૌલી સીટ પર મોટો અપસેટ થયો છે, અહીં JDU અને RJD જેવી પાર્ટીઓને પાછળ છોડીને અપક્ષ ઉમેદવાર શંકર સિંહની જીત થઈ છે.13 બેઠકોમાંથી 10 બેઠકો પર I.N.D.I.A ગઠબંધનને જીત મેળવી છે. જેમાં કોંગ્રેસ 4, TMC 4, AAP અને DMKએ 1-1 બેઠક જીતી છે. તો ભાજપને 2 બેઠકો અને 1 બેઠક પર અપક્ષને જીત મળી છે.
અયોધ્યા પછી હવે બદ્રીનાથમાં ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે. પેટાચૂંટણીમાં અહીં ભાજપને કારમી હાર મળી છે. કોંગ્રેસના લખપત બુટોલાએ ભાજપના રાજેન્દ્ર ભંડારીને 5224 મતથી હરાવી દીધા છે. બીજી તરફ એક અન્ય બેઠક મંગલૌર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. અહીં કોંગ્રેસ ઉમેદવાર કાજી નિઝામુદ્દીને 31727 મત સાથે જીત નોંધાવી છે.
ડાયમન્ડ સિટી તરીકે દુનિયાભરમાં જાણીતા સુરતમાં ગઈ કાલથી શરૂ થયેલા હીરા એક્સ્પોમાં લૅબ-ગ્રોન ડાયમન્ડમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે બનેલો સ્પેશ્યલ ડાયમન્ડ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સુરતના કિરણ સુથારે નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા'ના વિઝનથી તેમ જ લૅબ-ગ્રોન ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી માટે કરેલા પ્રયાસથી પ્રેરાઈને તેમને ગિફ્ટ આપવા તેમના ફોટો સાથેનો ખાસ હીરો બનાવ્યો છે અને એને પ્રદર્શનમાં મૂક્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રની એનડીએ સરકારની સ્થિરતા સામે શંકા વ્યક્ત કરી છે. તેઓ મુંબઇમાં એનસીપી (શરદ પવાર)ના વડા શરદ પવાર અને શિવસેના (ઉદ્ધવ)ના વડા ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. તેમની મુલાકાત પછી મમતાએ આ નિવેદન કર્યું હતું. લોકસભા ચૂંટણીના પરિણામ પછી મમતા બેનરજી ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાન 'માતોશ્રી' મળવા પહોંચ્યા હતા.આ દરમિયાન મમતા બેનરજી કહ્યું કે, 'એનડીએ સરકાર ગમે ત્યારે પડી શકે છે.
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પીડિતાએ બોસ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ જય સંજીવ ઠક્કર (રહે. દેવાશીષ ડુપ્લેક્ષ, વાઘોડિયા) સામે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, બિઝનેસ ટ્રીપ માટે તેણીને અન્ય સાથે રાજસ્થાન લઇ જવામાં આવી હતી. ત્યાં માત્ર બે રૂમ જ મળતા પીડિતાને પોતાના રૂમમાં જ રહેવા મનાવી લીધી હતી. ત્યાં નશાની હાલતમાં જયે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં લગ્નની લાલચ આપીને વારંવાર આ ઘટનાનું પુનરાવર્તન થયું હતું. આખરે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ 16 જુલાઇથી શરૂ થશે. 16 જુલાઇથી સારા વરસાદનો અનુમાન હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે 16 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના ભાગોમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે.
પેરિસ ઓલિમ્પિક 2024નું કાઉન્ટડાઉન શરૂૂ થઈ ગયું છે. રમતગમતનો આ મહાકુંભ 26મી જુલાઈથી શરૂૂ થવા જઇ રહ્યો છે. 11મી ઓગસ્ટ સુધી યોજાનાર આ ઈવેન્ટની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા પેરિસમાં 1924 અને 1900માં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વખતે ઓલિમ્પિકમાં 206 દેશોના 10,500 એથ્લેટ ભાગ લેશે.
વડોદર ના ગોત્રી વિસ્તારમાં આજે સવારે વટવૃક્ષ ધરાશાયી થતા બે રીક્ષા ચગદાઇ છે. અને મોટું નુકશાન પહોંચ્યું છે. આ રીક્ષા મુસાફરોને લઇને પસાર થઇ રહી હતી. દરમિયાન ઝાડ પડવાની ઘટના બની હોવાનું સામે આવવા પામ્યું છે. આ ઘટનામાં ચાલક અને મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને લઇને પાલિકાની ટ્રી ટ્રીમીંગ કરતા વિભાગની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ગઈકાલે સવારે અચાનક દીપડો ઘુસી આવતા અફરાતફરી મચી જવા પામી હતી. દીપડો લટાર મારતો મારતો અહીં એક લેબોરેટરીમાં અંદર આવી જતા. વિદ્યાર્થીઓએ સમયસુચકતા દાખવીને દરવાજો બંધ કરી દીધો હતો. વન વિભાગની ટીમે આવીને ત્રણ કલાકની જહેમત બાદ દીપડાને બેભાન કરીને સક્કરબાગ ઝૂ લઈ જવાયો હતો.
ઉત્તર-મધ્ય નાઈઝીરિયામાં ગત રોજ ચાલુ શાળાએ બે માળની શાળા ધરાશાયી થઈ ગઈ હતી. જેથી આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે 132 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. નાઈઝીરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ આ અંગેની જાણકારી આપી હતી.