ભારતીય વ્યાવસાયિક કુસ્તીબાજ, બૉલિવુડ અભિનેતા અને રાજકારણી દારાસિંહ (રંધાવા)નું મુંબઈમાં અવસાન (2012)
તેમણે દૂરદર્શન માટેની રામાનંદ સાગરની ટેલિવિઝન સિરિયલ ‘રામાયણ’ ‘હનુમાન’નું પાત્ર ભજવ્યું, જે ખુબ લોકપ્રિય થયું
રાજ્યસભામાં નામાંકિત કરાયેલા તે પ્રથમ રમતવીર હતા
તેમણે હિન્દી અને પંજાબી ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને લેખક તરીકે કામ કર્યું
દારાસિંહે 1959માં પૂર્વ વિશ્વ ચેમ્પિયન જ્યોર્જ ગાર્ડિયાન્કાને હરાવીને કોમનવેલ્થની વિશ્વ ચેમ્પિયનશીપ જીતી હતી
* ભારતીય ઉદ્યોગસાહસિક અને VLCC હેલ્થ કેર લિમિટેડના સ્થાપક વંદના લુથરાનો કોલકાતા ખાતે જન્મ (1959)
*
* ગુજરાતના મુખ્યમંત્રી (17 માર્ચ 1972 થી 17 જુલાઈ 1973) રહેલ ઘનશ્યામભાઈ સી. ઓઝાનું અમદાવાદ ખાતે અવસાન (2002)
*
* ભારતના ક્રિકેટ ખેલાડી (13 ટેસ્ટ અને 70 વનડે રમનાર) મુનાફ પટેલનો ગુજરાતના ભરૂચ જિલ્લામાં જન્મ (1983)
*
* પાકિસ્તાનમાં જન્મ અને પદ્મશ્રીથી સન્માનિત 'જ્યુબિલી કુમાર' તરીકે પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મોમાં અભિનેતા રાજેન્દ્ર કુમાર તુલીનું મુંબઈમાં અવસાન (1999)
તેમની યાદગાર ફિલ્મોમાં સંગમ, દિલ એક મંદિર, આરઝૂ, આઈ મિલન કી બેલા, કાનૂન, મધર ઇન્ડિયા, ગુંજ ઉઠી શહેનઈ, સૂરજ, ગોરા ઔર કાલા, લવ સ્ટોરી સાથે ગુજરાતી ફિલ્મ 'મહેંદી રંગ લાગ્યો' છે
* ભારતીય આધ્યાત્મિક વિચારથી પ્રભાવિત અંગ્રેજી કવિ, નિબંધકાર, ફિલોસોફર અને પ્રકૃતિવાદી વિચારક હેનરી ડેવિડ થોરોનો અમેરિકામાં જન્મ (1817)
થોરોનાં વિચારોનો પ્રભાવ ગાંધીજી, યુ.એસ.ના પ્રમુખ જ્હોન એફ. કેનેડી, અમેરિકન નાગરિક અધિકાર કાર્યકર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, યુ.એસ. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ વિલિયમ ઓ. ડગ્લાસ અને રશિયન લેખક લીઓ ટૉલ્સ્ટૉય પર વિશેષ રહ્યો
* ભારતના ક્રિકેટ ખેલાડી (37 ટેસ્ટ અને 74 વનડે રમનાર) અને કોમેન્ટ્રેટર સંજય માંજરેકરનો મેંગ્લોર ખાતે જન્મ (1965)
*
• હિંદી ફિલ્મોનાં મહાન અભિનેતા પ્રાણ (ક્રિષ્ના શીખંડ)નું મુંબઈમાં અવસાન (2013)
ભારતીય સિનેમાના ઇતિહાસમાં તેઓ સૌથી વધુ સફળ અને આદરણીય પીઢ અભિનેતાઓમાંના એક છે
તેઓ તેમના સમયના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક હતા
તેમણે 1940 થી 1947 સુધી હીરોની ભૂમિકાઓ ભજવી, 1942 થી 1991 સુધી નકારાત્મક પાત્ર અને 1967 થી 2007 સુધી સહાયક અને પાત્ર ભૂમિકાઓ ભજવી
* સૌથી નાની વયે (2014માં) શાંતિનું નોબેલ પારિતોષિક વિજેતા અને સ્ત્રી શિક્ષણ માટેનાં કાર્યકર મલાલા યુસુફઝાઇનો પાકિસ્તાનમાં જન્મ (1997)
સંયુક્ત રાષ્ટ્રએ પોતાની 'ડિકેડ ઇન રિવ્યું' એટલે કે એક દશકાનાં સમીક્ષા રિપોર્ટમાં મલાલાને દુનિયાની સૌથી પ્રસિધ્ધ કિશોરી જાહેર કરવામાં આવી અને તેને વર્ષ 2017માં યુએન મેસેન્જર ઓફ પીસ બનાવી હતી
* પદ્મશ્રીથી સન્માનિત ભારતના વ્યાવસાયિક ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલનો ચેન્નાઇ ખાતે જન્મ (1982)
તે નવ વખત સિનિયર નેશનલ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (5 ટેસ્ટ અને 1 વનડે રમનાર) પોચી ક્રિષ્નામૂર્તિનો હૈદરાબાદ ખાતે જન્મ (1947)
*
* બીજા બોઅર યુદ્ધ અને પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં સેવા આપનાર બ્રિટિશ આર્મી ઓફિસર લેફ્ટનન્ટ જનરલ સર વિલિયમ જ્યોર્જ શેડન ડોબીનો ભારતમાં ચેન્નાઇ ખાતે જન્મ (1879)
*
* WWE માટે સાઈન થયેલ અમેરિકન વ્યાવસાયિક કુસ્તીબાજ, ભૂતપૂર્વ મિશ્ર માર્શલ આર્ટિસ્ટ, કલાપ્રેમી કુસ્તીબાજ અને વ્યાવસાયિક ફૂટબોલ ખેલાડી બ્રોક એડવર્ડ લેસ્નરni જન્મ (1977)
જે અમેરિકન અને કેનેડિયન બંને નાગરિકતા ધરાવે છે
* પદ્મશ્રીથી સન્માનિત ભારતીય સિવિલ એન્જિનિયર, શિક્ષણશાસ્ત્રી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને અન્ના યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર મુનિરથ્ના આનંદક્રિષ્નનનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1928)
*
* કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અને કોર્પોરેટ બાબતોના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. પી. ચૌધરીનો જોધપુર ખાતે જન્મ (1953)
*
* ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત ભારતીય હિન્દી ફિલ્મ નિર્દેશક બિમલ રોયનો બાંગ્લાદેશમાં જન્મ (1909)
તેમની યાદગાર ફિલ્મોમાં દો બીઘા જમીન, પરિણીતા, બિરાજ બહુ, દેવદાસ, મધુમતી, સુજાતા, પરખ, બંદિની વગેરે છે
* 5000 મીટર અને 10,000 મીટરમાં લાંબા અંતરની ભારતીય રમતવીર સંજીવની જાધવનો નાસિક ખાતે જન્મ (1996)
*
* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિતનો રાયગઢ ખાતે જન્મ (1954)
તેમની અભિનેત્રી તરીકે નોંધપાત્ર ફિલ્મોમાં હેરા ફેરી, ઉલઝન, સંકલ્પ, સલાખે, ધરમ કાંટા, ગરમ ખૂન અને થોડી સી બેવફાઈ વગેરે છે
* ભારતીય ઈતિહાસકાર, રાજ્યસભા સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહેલ સૈયદ નુરુલ હસનનું કોલકાતા ખાતે અવસાન (1993)
*
* લીવરનો અભ્યાસ કરનાર પ્રથમ વિજ્ઞાની ક્લાઉડ બર્નાર્ડનો ફ્રાન્સમાં જન્મ (1813)
*
* ભારતીય ફિલ્મ અભિનેતા, નિર્માતા, પ્લેબેક સિંગર અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા શિવા રાજકુમારનો ચેન્નાઇ ખાતે જન્મ (1962)
*
* હિન્દી થિયેટર અને ફિલ્મ અભિનેતા વિનય પાઠકનો બિહાર રાજ્યમાં જન્મ (1968)
*
* ભારતીય લેખક, આઇટી પ્રોફેશનલ અને સંગીતકાર સુદીપ્તો દાસનો કોલકાતા ખાતે જન્મ (1973)
*
* હિન્દી અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં અભિનેતા, દિગ્દર્શક અને મોડલ પરવિન દબાસનો દિલ્હી ખાતે જન્મ (1974)
તેમના લગ્ન અભિનેત્રી પ્રીતિ જાંગીયાની સાથે 2008માં થયા છે
>>>> માટીની આહલાદક સુગંધ જાણે સ્વર્ગનું ધરતી ઉપરનું અવતરણ જ ગણી શકાય. એ વરસાદને આપણે સૌ મેઘરાજા અને વર્ષારાણી કહી વ્હાલ કરીએ છે તો ચોમાસું બેઠું એમ કહી હાશ પણ અનુભવાય છે. વરસાદની છાલક આપણને હળવાફૂલ બનાવે છે. શરત એટલી કે આપણે બાળકની જેમ આંખોમાં વિસ્મય ભરી વરસતી હેલી વચ્ચે દોડી જવાનું હોય છે. વરસાદ આપણને વજનવિહીન બનાવે છે. અહમશૂન્ય બનાવે છે. આપણી ઉપર ચરબીની જેમ ચડી બેઠેલા મિથ્યા ભારરૂપ ભાવોને દૂર કરે છે. વરસાદ માણસના ઉમળકાને બહેલાવે છે, આપણી અંદરની આગને બાગ બાગ કરતા વરસાદનો તાગ મેળવવો એટલો આસાન નથી....!
સંકલન : વિજય એમ. ઠક્કર