બિહારમાં NEET પેપર લીક કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ મુખ્ય કિંગપિન રાકેશ રંજન (રોકી)ની ધરપકડ કરી છે. બિહારના પટનાથી તેની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈને કોર્ટમાંથી રંજનની 10 દિવસની કસ્ટડી મળી છે.રાકેશ રંજન ઉર્ફે રોકી રાંચીમાં હોટલ ચલાવે છે અને સંજીવ મુખિયાનો ભત્રીજો છે. પેપર લીક થયા બાદ તેને ઉકેલવા માટે રોકીએ સોલ્વરોની વ્યવસ્થા કરી હતી. રાંચી અને પટનાના એમબીબીએસ વિદ્યાર્થીઓને સોલ્વર તરીકે ઉપયોગમાં લેવાતા હતા
ભિલોડા નગરની બે કરિયાણાની દુકાનમાંથી વાઘ બકરી કંપનીની નકલી ચાના 128 ડુપ્લીકેટ પાઉચ ઝડપાયા છે.નીરસાગર પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ માનસી ટ્રેડિંગ કંપનીમાં વાઘબકરી ચાના ડુપ્લીકેટ નાના-મોટા 24 પેકેટ રૂ.5440 અને કોમલ કિરાણા સ્ટોર્સમાંથી નકલી વાઘબકરી ચાના નાના-મોટા 64 પેકેટ રૂ.1120નો જથ્થો મળી આવ્યો છે . કંપનીના કર્મીઓએ ભિલોડા પોલીસ ને સાથે રાખી રેડ કરી હતી હાલ માનસી ટ્રેડિંગ કંપનીના સુનિલ મુરલીધર ખેમાણી અને કોમલ કિરાણા સ્ટોર્સના સેણુલાલ ભાગુજી પુરબિયા સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી
દેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ દારૂનો હપતો ઉઘરાવતા એક પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કરતા ચકચાર મચી છે. એટલું જ નહીં ચૈતર વસાવાએ 35 જેટલા CCTV વીડિયો ફરતા કરી આક્ષેપ કર્યો છે કે, એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસકર્મીઓ હપ્તા લઈ રહ્યા છે. આ ઘટના પછી SP મયુર ચાવડાએ ભરુચના DySP સી. કે.પટેલને આ વીડિયો અંગે તપાસ સોંપી છે. મહત્ત્વનું છે કે, ચૈતર વરસાવાએ વીડિયો વાઇરલ કરીને ભરૂચના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલાં લીમડીછાપરી વિસ્તારમાં બુટલેગરને ત્યાં કેટલાંક પોલીસકર્મીઓ હપ્તો લેવા જતાં હોવાના આક્ષેપ કર્યા છે.
એક બૂટલેગરની સાથે દારૂની હેરાફેરી કરતી વખતે છ પોલીસ જવાનો ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરવા બદલ ઝડપાયેલી સીઆઇડીની ભૂતપૂર્વ કોન્સ્ટેબલ નીતા ચૌધરી મંગળવારે કચ્છ જિલ્લા કોર્ટે જામીન રદ કરતા ફરાર થઇ ગઇ છે. ભચાઉની કોર્ટે નીતા ચૌધરીની ધરપકડ કરવાનો આદેશ કર્યો હતો પરંતુ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે નીતા ચૌધરી ફરાર થઇ ગઇ છે અને હાલ તેનો કોઇ પત્તો નથી.
દ્વારકાના ભાણવડના ધારાગઢ ગામમાં ગઈ કાલે જામનગરના એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખી છે. પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે ચારેયના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલમાં ખાતે પોસ્ટમોર્ટમ અઠેલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે તમામની અંતિમ યાત્રા નીકળી હતી.ચાર લોકોની એક સાથે અર્થી ઉઠતાં હાલાર હીબકે ચડ્યું હતું. અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. અને તમામનીઓ આંખો આ દૃશ્યો જોઇને ભીની થાય ગયા હતી
વડોદરા પાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના કર્મચારી અને કોન્ટ્રાક્ટરો દ્વારા એકબીજાના મેળાપીપણામાં આજવા સ્થિત બાગમાં એન્ટ્રી ફી અને પાર્કિંગના ફીની ડૂપ્લીકેટ પાવતીઓ બનાવીને રૂ. 90 લાખની ઉચાપત કરી હોવાનો કિસ્સો સામે આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેની તપાસ સોંપવામાં આવી હતી. જે બાદ પાલિકાની ઓડિટ શાખા અને વિજીલન્સ શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેના અંતે ઉચાપતનો આંક રૂ. 1.36 કરોડ પર પહોંચ્યો હોવાનું સામે આવ્યું હતું. આખરે આ મામલે પાલિકાના જુનિયર ક્લાર્ક દિલીપ ચૌહાણ સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીરસોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાએ 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.ટ્રેનિંગ માટે જવા કરેલ હુકમનો અનાદાર કરતા એસપીએ પાંચેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.પોલીસે શિસ્ત ભંગ બદલ કડક કાર્યવાહી કરી છે.સસ્પેન્ડ થયેલ પોલીસ કર્મીઓ મા1. પ્રકાશકુમાર રામભાઈ વાળ, 2. વિજયસિંહ માનસિંહ , 3. સંદીપકુમાર ભીખુભાઇ પરમાર ,4. લલીતકુમાર દાનાભાઈ સોસા ,5. હર્ષદકુમાર રામભાઈ સેવરા નો સમાવેશ થાય છે.
અમેરિકામાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું ડૂબી જવાથી કરૂણ મોત થયું છે. અમેરિકાના સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ભણવા ગયેલા સાંઈ સૂર્ય અવિનાશ ગડ્ડેનું ન્યૂયોર્કના અલ્બાનીમાં આવેલા બાર્બરવિલે ધોધમાં લપસી જતાં ડૂબી જવાથી મોત થયું હતું. અવિનાશ મૂળ ભારતના હૈદરાબાદના પૂર્વ ગોદાવરી જિલ્લાના ગોપાલપુરમ મંડલ હેઠળના ચિત્યાલા ગામનો રહેવાસી હતો અને અવિનાશ અમેરિકામાંથી એમએસનો અભ્યાસ કરી રહ્યો હતો અને જ્યારે તેને ત્રણ દિવસની રજા મળી ત્યારે તે તેના સંબંધીના ઘરે ગયો હતો, જ્યાંથી તે ધોધ જોવા ગયો હતો.
ભારતીય મૂળની 29 વર્ષીય ગુજરાતી બિઝનેસવુમન શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવદ ગીતા પર શપથ લીધા છે. શિવાનીએ લેસ્ટર ઈસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. તેમણે આ સીટ પર લેબર પાર્ટીના 37 વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. તેણીએ ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી હતી. યુકેના સાંસદ તરીકે શપથ લીધા પછી તરત જ શિવાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું: "લેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવું એ સન્માનની વાત છે.
મહેસાણા શહેરના કેટલાક વિસ્તારોમાં ચોક્કસ સમુદાયના લોકોનો વસવાટ અને જનસંખ્યા વધી જવાના કિસ્સામાં સંભવિત રમખાણ અને હિંસાઓને અટકાવવા રાજ્ય સરકારે અશાંત ધારો લાગૂ કર્યો છે. મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી અશાંત ધારાની માંગ બાદ ૧૦મી જુલાઈના રોજ મહેસૂલ વિભાગે મહેસાણાના ૭૯ જેટલા વિસ્તારોમાં અશાંત ધારો લાગૂ કરવા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું હતું.મહેસાણામાં હવે અશાંત ધારા હેઠળના સંબંધિત વિસ્તારોની મિલકત લે-વેચ કરવા માટે પ્રાન્ત અધિકારીની મંજૂરી મેળવવી પડશે.