AnandToday
AnandToday
Wednesday, 03 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 4 જુલાઈ : 4 JULY
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર 

વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ, હિન્દુવાદનો ઝંડો બુલંદ કરનાર સ્વામી વિવેકાનંદની આજે પુણ્યતિથિ

વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ, હિન્દુવાદનો ઝંડો બુલંદ કરનાર સ્વામી વિવેકાનંદ (નરેન્દ્રનાથ દત્ત)નું હાવડા ખાતે અવસાન (1902)
કલકત્તામાં કુલીન પરિવારમાં જન્મેલા નરેન્દ્રનાથ ચિંતન, ભક્તિ અને સમજદારી, શારીરિક અને બૌદ્ધિક શ્રેષ્ઠતા તેમજ સંગીતની પ્રતિભાનો અનોખો સમન્વય હતો
તેઓ સાહિત્ય, ફિલસૂફી અને ઈતિહાસના વિદ્વાન હતા, તેમણે એક યુવા સાધુ તરીકે વિદેશમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી, જેમણે હિંદુ ધર્મને ગતિશીલ અને વ્યવહારુ બનાવ્યો અને આધુનિક માણસને એક મજબૂત સભ્યતા બનાવવા માટે પશ્ચિમી વિજ્ઞાન અને ભૌતિકવાદને ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ સાથે સાંકળવા વિનંતી કરી,
વિવેકાનંદ ઈ.સ.1893માં વિશ્વ ધર્મ પરિષદ, શિકાગોમાં વ્યાખ્યાનો આપ્યા પછી વૈશ્વિક પ્રસિદ્ધિ પામ્યા હતાં અને તેમનો જન્મદિન 12 જાન્યુઆરી ‘યુવા દિવસ’ તરીકે ઉજવાય છે

* ચાર વખત (1991, 1998, 2000 અને 2006માં) નેપાળ દેશના વડાપ્રધાન બનેલ ગીરજા પ્રસાદ કોઈરાલાનો ભારતના બિહાર રાજ્યમાં જન્મ (1924)

* ‘ભારત રત્ન’ અને ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત રાજકારણી અને અર્થશાસ્ત્રી ગુલઝારીલાલ નંદાનો પાકિસ્તાનના સિયાલકોટ ખાતે જન્મ (1898)
તેઓ ભારતનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનાં અવસાન પછી અને લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ બીજી વખત કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા
તેઓ પ્રથમ પાંચ લોકસભામાં ચુંટાઈ આવ્યા હતા. તેમણે કેબીનેટ કક્ષાના મંત્રી તરીકેના વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા અને ભારતીય આયોજન પંચનાં વાઇસ ચેરમેન તરીકે પણ જોડાયાં હતાં

* ભારતને કર્મભૂમિ બનાવનાર ઉદ્યોગપતિ અને ‘એલ એન્ડ ટી’નાં સ્થાપક હેનિંગ હોક લાર્સનનો ડેન્માર્કમાં જન્મ (1907)
સિમેન્ટ ઉદ્યોગનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ભારતમાં સોરન ક્રિસ્ટિયન ટુબ્રો સાથે મળીને ‘લાર્સન એન્ડ ટુબ્રો’ નામની કંપની સ્થાપી લગભગ 40 વર્ષ સુધી તેમણે કંપનીનાં ચેરમેનની જવાબદારી સંભાળી
ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’થી પુરસ્કૃત કર્યા અને ઈન્ડિયા પોસ્ટ દ્વારા ટપાલ ટિકિટ પ્રકાશિત કરવામાં આવી છે

* પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સતત ત્રણ દાયકાથી (પશ્ચિમ બંગાળ) સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ભારતીય રાજકારણી એસ. એસ. અહલુવાલિયાનો અસાનસોલ ખાતે જન્મ (1951)

* અમેરિકાનાં ત્રીજા રાષ્ટ્રધ્યક્ષ (1801-09) અને સ્વાતંત્ર્યનાં જાહેરનામાનાં લેખક, વ્યક્તિ સ્વાતંત્ર્યનાં પુરસ્કર્તા તથા સંસદીય લોકશાહીનાં સમર્થક થોમસ જેફરસનનું નિધન (1826)

* અમેરિકામાં બાળકો માટે સૌથી મોટી ફ્રી આર્ટ સ્કૂલ પ્રોજેક્ટઆર્ટના સ્થાપક ઉદ્યોગસાહસિક, પરોપકારી અને કલાકાર આદર્શ અલ્ફોન્સનો ભારતમાં કેરળના તિરૂવાનન્થપૂરમ ખાતે જન્મ (1984)

* અમેરિકાનાં બીજા રાષ્ટ્રપ્રમુખ (1797-1801), વ્યુહરચનાકાર અને વકીલ જ્હોન એડમ્સનું અવસાન (1826) 
એડમ્સ ‘ફાઉન્ડીંગ ફાધર ઑફ યુનાઇટેડ સ્ટેટ્સ’માં સમાવેશ પામે છે અને અમેરિકન ક્રાંતિમાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો

* ભારતીય રાષ્ટ્રધ્વજનાં ડિઝાઇનર અને સ્વાતંત્ર્ય સેનાની પિંગાલી વેંકૈયાનું વિજયવાડા ખાતે અવસાન (1963)

* કૃત્રિમ વરસાદનાં શોધક વિન્સેન્ટ શેફરનો અમેરિકામાં જન્મ (1906)
તે કૃત્રિમ બરફનાં કણો બનાવી પ્રસિદ્ધ થયાં અને તેમણે કૃત્રિમ વરસાદ માટે ‘કોલ્ડ બોક્સ’ની શોધ કરતા ઘણા વિસ્તારોમાં વરસાદ વરસાવવાનું શક્ય બન્યું

* ઇટાલીનાં એકીકરણનાં પુરસ્કર્તા, સ્વાતંત્ર્ય સંગ્રામનાં સેનાપતિ અને ઇટાલીના "પિતૃભૂમિના પિતા" તરીકે ઓળખાતા જુઝેપ્પે ગેરીબાલ્ડીનો ફ્રાન્સમાં જન્મ (1807)

* ભારતના ક્રિકેટ ખેલાડી (22 ટેસ્ટ રમનાર) ગુલામ એહમદનો હૈદરાબાદ ખાતે જન્મ (1922)

* હિન્દી ટીવી અને ફિલ્મ અભિનેત્રી નીના ગુપ્તાનો દિલ્હી ખાતે જન્મ (1959)
તેમનું વો છોકરી ફિલ્મના અભિનય માટે નેશનલ ફિલ્મ પુરસ્કારથી સન્માન થયું છે

* બોલિવૂડ ફિલ્મોમાં અભિનેત્રી પ્રતિભા સિંહાનો કોલકાતા ખાતે જન્મ (1969)
તેમના માતા માલા સિંહા લોકપ્રિય અભિનેત્રી રહ્યા છે

* બૉલીવુડ ફિલ્મોના ગાયિકા શ્રદ્ધા પંડિતનો મુંબઈમાં જન્મ (1982)

* હિન્દી ટેલિવિઝન એન્કર, રેડિયો જોકી, પત્રકાર, રિપોર્ટર અને સમાચાર પ્રસ્તુતકર્તા (નિયા નાના) ગોબીનાથ ચંદ્રનનો તામિલનાડુમાં જન્મ (1975)

* બૉલીવુડ ફિલ્મ ગાયક અને સંગીતકાર તોશી સાબરીનો પંજાબમાં જન્મ (1984)

* ભારતની ફિલ્મોમાં અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, લેખક, ગાયક, ગીતકાર અને વિતરક જોગીન્દર શેલીનો પાકિસ્તાનમાં જન્મ (1949)

* અમેરિકાનો સ્વતંત્રતા દિવસ *

સંકલન : વિજય એમ. ઠક્કર