AnandToday
AnandToday
Monday, 01 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 2 જુલાઈ : 2 JULY 
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર

બોલિવૂડ ફિલ્મોમાં પ્લેબેક ગાયક મોહમ્મદ અઝીઝનો આજે જન્મદિવસ 

બંગાળી અને બોલિવૂડ ફિલ્મોમાં પ્લેબેક ગાયક મોહમ્મદ અઝીઝનો કોલકાતા ખાતે જન્મ (1954)
તેમનું 'મર્દ ટાંગેવાલા...' ગીત સૌ પ્રથમ લોકપ્રિય બન્યું હતું

* પદ્મ ભૂષણ અને કાલિદાસ સન્માનથી સન્માનિત ગુજરાતનાં કન્ટેમ્પરરી ચિત્રકાર અને સિનેમેટોગ્રાફર તૈયબ મહેતાનું મુંબઈમાં અવસાન (2009)
તેમનો ખેડા જિલ્લાનાં કપડવંજમાં જન્મ અને કરિયરની શરૂઆતનાં સમયમાં મહેતાએ સિનેમેટોગ્રાફર તરીકે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું, જે ચિત્રકારની સાથે સારાં સિનેમેટોગ્રાફર પણ હતાં 
તેમનું બનેલું ઇન્ડિયન પેઇન્ટિંગ 15 મિલિયનમાં વેચાયું હતું, જ્યારે કાલી 10 મિલિયનમાં વેચાયું હતું. ઈ.સ.2005માં જ્યારે તૈયબ મહેતાનું ચિત્ર 31 મિલિયનમાં વેચાયું હતું

* પદ્મ વિભૂષણથી સન્માનિત ભારતીય પ્રશાસક અને સનદી અધિકારી સર ચંદુલાલ માધવલાલ ત્રિવેદીનો ખેડા જિલ્લાના કપડવંજ ખાતે જન્મદિવસ (1893)
આઝાદી પછી 1947માં પંજાબ રાજ્યના પ્રથમ ભારતીય ગવર્નર હતા, ત્યારબાદ તેમણે આંધ્રપ્રદેશના પ્રથમ ગવર્નર તરીકે (1953-57 ) અને ઓરિસ્સાના ચોથા ગવર્નર તરીકે સેવા આપી

* મહાન સંશોધનકાર, ભાષાશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને ચિકિત્સક ડૉ.સેમ્યુઅલ હેનેમેન (ડૉ.ક્રિશ્ચિયન ફ્રિડરીક સેમ્યુઅલ હેનેમેન)નું ફ્રાંસનાં પેરિસ ખાતે અવસાન (1843) 
ક્રુર તબીબી સારવારનાં વિરોધમાં તેમણે શરૂ કરેલો વિરોધ હોમિયોપેથીનાં ઉદયમાં નિમિતરૂપ નીવડ્યો, ‘ઝેરનું મારણ ઝેર છે.’ એ સિદ્ધાંત પર પ્રયોગો કરીને એમણે હોમિયોપેથીની પદ્ધતિ શોધી
દર વર્ષે 10 એપ્રિલનાં રોજ, આ દિવસે જન્મેલા હોમિયોપેથીનાં સ્થાપક ડૉ.હેનેમેનની યાદમાં 'વિશ્વ હોમિયોપેથી દિવસ' ઉજવવામાં આવે છે

* આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફ્રેન્ચ ભવિષ્યવેત્તા માઈકલ દી નોસ્ટ્રાદમસનું ફ્રાંસમાં અવસાન (1566)
તેમણે ભવિષ્યની આગાહી કરતું પુસ્તક ‘ ધ પ્રોફેસી’ બહાર પાડ્યું, 1555માં પ્રકાશિત થયેલી તેની પ્રથમ આવૃત્તિમાં આવનારા સમયમાં બનનારી ઘટનાઓની આગાહીઓનું વિવરણ આપ્યું હતું, જે પુસ્તકને સમગ્ર વિશ્વમાં જબરદસ્ત પ્રતિસાદ સાંપડયો અને એ પુસ્તકે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતાં બનાવી દીધા

* ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી (30 ટેસ્ટ રમનાર) દિલીપ સરદેસાઈનું અવસાન (2007)

* ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર બોલર બકા જિલાનીનું અવસાન (1941)

* ફોર્બ્સ મેગેઝિનમાં દર્શાવવામાં આવેલ ગાયિકા, યુટ્યુબર અને અભિનેત્રી શર્લી સેટિયાનો દમણ ખાતે જન્મ (1995)
તેનો ઉછેર ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં થયો, જ્યાં તેણીને "બોલીવુડની નેક્સ્ટ બિગ સિંગિંગ સેન્સેશન" તરીકે ઓળખવામાં આવી, સેટિયાએ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી મસ્કા સાથે તેની ફિલ્મની શરૂઆત કરી છે 

* બંગાળના છેલ્લા સ્વતંત્ર નવાબ સિરાજ ઉદ-દૌલાનું અવસાન (1757)
તેમના બાદ અંગ્રેજોનું શાસન શરૂ થયું

* દક્ષિણ ભારતીય અને હિન્દી ફિલ્મ અભિનેત્રી ગૌતમીનો જન્મ (1968)

* બોલિવૂડ ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને અભિનેતા મહેશ કૌલનું મુંબઈમાં અવસાન (1972)

* અમેરિકન અભિનેત્રી, ગાયક, નિર્માતા અને ઉદ્યોગસાહસિક લિન્ડસે ડી લોહાનno જન્મ (1986)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા પવન મલ્હોત્રાનો દિલ્હી ખાતે જન્મ (1958)

* હિન્દી ટેલિવિઝન શો અને ફિલ્મોમાં અભિનેતા, કલાકાર, મોડલ, ગાયક અને વિડિયો જોકી સુશાંત દિવગીકરનો મુંબઈમાં જન્મ (1990)

* હિન્દી અને મરાઠી ફિલ્મોના અભિનેત્રી આશાલતા વાબગાંવકરનો ગોવામાં જન્મ (1941)

* કેરળના સંગીત નિર્દેશક અને કર્ણાટક ગાયક એમ.જી. રાધાકૃષ્ણનનું અવસાન (2010)

* તેલુગુ અને તમિલ સિનેમામાં અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા ભાનુ ચંદરનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1952)

* પદ્મ ભૂષણથી સન્માનિત આધુનિક મલયાલમ ભાષાના સાહિત્યમાં મહત્વપૂર્ણ વ્યક્તિ, લેખક અને કાર્ટૂનિસ્ટ ઓ. વી. વિજયનનો કેરળ રાજ્યમાં જન્મ (1930)

* ભારતના વડાપ્રધાન ઈંદિરા ગાંધી અને પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ જુલ્ફિકાર અલી ભુટ્ટોએ શિમલા કરાર પર હસ્તાક્ષર કર્યાં (1972)

સંકલન : વિજય એમ. ઠક્કર