AnandToday
AnandToday
Sunday, 30 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 1 જુલાઈ : 1 JULY   
તારીખ તવારીખ

વિજય એમ. ઠક્કર (આણંદ)

બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મ નિર્માતા નિર્દેશક અને લેખક મેહુલ કુમાર નો આજે જન્મદિવસ

બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મ નિર્માતા - નિર્દેશક અને લેખક મેહુલ કુમાર (મોહમ્મદ ઇબ્રાહિમ બલોચ)નો જામનગર ખાતે જન્મ (1949)
તેમની હિન્દી ફિલ્મોમાં તિરંગા, ક્રાંતિવીર, કોહરામ, મૃત્યુદાતા, કિતને દૂર કિતને પાસ, મરતે દમ તક,  વગેરે છે
અને તેમની ગુજરાતી ફિલ્મોમાં સાયબા મોરા, ઉજળી મેરામણ, ઢોલા મારું, હિરણ ને કાંઠે, માં વિના સુનો સંસાર, રણચંડી, કંચન અને ગંગા, ચંદુ જમાદાર વગેરે છે 

* ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ (2017) મુપ્પાવરાપુ વેંકૈયા નાયડુનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1949)

* ઉત્તર પ્રદેશના સૌથી યુવા મુખ્યમંત્રી (2012-17) અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો જન્મ (1973)
તેમના પિતા મુલાયમસિંહ યાદવ સમાજવાદી પાર્ટીના સ્થાપક છે અને 3 વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી (1988-2007) રહ્યા છે, 1996થી લોકસભા સાંસદ છે

* બ્રિટિશ રાજવી પરિવારના સભ્ય અને ચાર્લ્સ, પ્રિન્સ ઑફ વેલ્સની પ્રથમ પત્ની ડાયના, પ્રિન્સેસ ઑફ વેલ્સ (ડાયના ફ્રાન્સિસ સ્પેન્સર)નો ઇંગ્લેન્ડમાં જન્મ (1961)
ડાયનાની સક્રિયતા અને ગ્લેમરએ તેણીને એક આંતરરાષ્ટ્રીય આઇકન બનાવી અને તેણીની કાયમી લોકપ્રિયતા તેમજ અભૂતપૂર્વ જાહેર લોકપ્રિયતા અને ચર્ચાઓ મેળવી, જે તેણીના તોફાની ખાનગી જીવનને કારણે વધી ગઈ હતી 

* મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે (1963-75 ) સૌથી લાંબા સમય માટે સેવા આપનાર વસંતરાવ નાઈકનો જન્મ (1913)

* નિષ્ઠિત રસ સામે લડવામાં તેમની પ્રતીતિ, હિંમત અને અખંડિતતા માટે તે 'યંગ તુર્ક' નેતા તરીકે જાણીતા જનતા પાર્ટીના પ્રમુખ (1977-88) અને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1927)
તેમનાં વિશે એવું કહેવામાં આવે છે કે તે પહેલા વડાપ્રધાન હતાં જેમણે કેન્દ્રનાં રાજ્યપ્રધાન કે મંત્રી બન્યાં વિના સીધા જ વડા પ્રધાનની શપથ લીધા હતા.
તેઓ 1962માં, ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે ચૂંટાયા અને 1965 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા 
જ્યારે વિશ્વનાથ પ્રતાપસિંહની પોતાની પાર્ટીની સરકાર ભાજપનો ટેકો પાછો ખેંચવાના કારણે લઘુમતીમાં આવી ત્યારે 1990માં તેમને વડા પ્રધાન બનવાની તક મળી હતી

* રાષ્ટ્રીય જનતા દળ પાર્ટીના રાજકારણી અને વર્ષ 2003માં જનતા દળની રચના થઈ ત્યારથી વર્ષ 2016 સુધી રહેલ પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવનો મધ્યપ્રદેશમાં જન્મ (1947)
તેઓ સાત વખત લોકસભા અને ત્રણ વખત રાજ્યસભામાં ચૂંટાયા છે 

* ડૉ. બત્રા ગ્રુપ ઑફ કંપનીઓ, 6 દેશોમાં હોમિયોપેથી ક્લિનિક્સની શૃંખલા અને FMCG બ્રાન્ડના સ્થાપક અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક ડૉ. મુકેશ બત્રાનો મુંબઈમાં જન્મ (1951)
તેઓ હોમિયોપેથી પર પુસ્તકોના લેખક અને પ્રકાશનોમાં આરોગ્ય કૉલમના લેખક છે 

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સાંસદ રહેલ ભાજપના નેતા એ. કે. પટેલનો મહેસાણા ખાતે જન્મ (1931)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી  અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ તથા ભાજપના રાજકારણી કલરાજ મિશ્રાનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1941)

* ભારતીય ચિકિત્સક, શિક્ષણશાસ્ત્રી, પરોપકારી, સ્વાતંત્ર્ય સેનાની અને ભારતરત્નથી સન્માનિત ડૉ. બિધાનચંદ્ર પ્રકાશચંદ્ર રોયનો બિહાર રાજ્યનાં જન્મ (1882)
બિધાનચંદ્ર રોયને ઘણીવાર આધુનિક પશ્ચિમ બંગાળનો નિર્માતા માનવામાં આવે છે. અનેક સંસ્થાઓ તથા પાંચ વિખ્યાત શહેરો દુર્ગાપુર, કલ્યાણી,  બિધાનનગર, અશોકનગર અને હબ્રા સ્થાપવામાં મુખ્યભૂમિકા ભજવી હતી

* પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય વાંસળી વાદક અને સંગીત દિગ્દર્શક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાનો ઉત્તરપ્રદેશ રાજ્યનાં અલ્હાબાદ - પ્રયાગરાજમાં જન્મ (1938)
શાસ્ત્રીય સંગીત ઉપરાંત, તેઓએ શિવકુમાર શર્મા સાથે શિવ-હરિ નામનું એક સંગીતસમુહ બનાવ્યું. બન્નેની જોડીએ સિલસિલા, ડર, લમ્હેં અને ચાંદની જેવી કેટલીક લોકપ્રિય ફિલ્મોનું સંગીત તૈયાર કર્યું છે
તેમણે ઉડિયા સંગીતકાર ભુવનેશ્વર મિશ્રા સાથેના ભુવન-હરિ સંગીતસમુહ દ્વારા ઘણી ઉડિયા ફિલ્મોમાં ઉત્કૃષ્ઠ સંગીત આપ્યું છે અને કેટલાંક પશ્ચિમી સંગીતકારો (ઉદા.જૉન મૅકલેગ્લીન) સાથે મળીને ભારતીય ફિલ્મોમાં સંગીત તૈયાર કર્યું છે

* પરમવીર ચક્ર વિજેતા શહીદ અબ્દુલ હમીદનો ઉત્તરપ્રદેશ જન્મ (1933)
હમીદ ભારતીય ભૂમિસેનાની ગ્રેનેડિયર રેજિમેન્ટની ૪થી બટાલિયનના સૈનિક હતા, 1954માં સૈન્યમાં જોડાયા હતાં અને તેમને ભારતનો યુદ્ધ સમયનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર મરણોપરાંત એનાયત કરાયો હતો 
હમીદ ડિસેમ્બર ઈ.સ.. ચીન-ભારતીય યુદ્ધ દરમિયાન તેની બટાલિયને પીપલ્સ લિબરેશન આર્મી સામે નમકા ચૂની લડાઇમાં ભાગ લીધો
ઈ.સ.1965માં થયેલ ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમિયાન 4 ગ્રેનેડિયર્સ બટાલિયનને ખેમ કરણ-ભીખીવિંદ લાઇન પર ચિમા ગામ પહેલાં એક મહત્વપૂર્ણ પદ સોંપવામાં આવ્યું હતું

* ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ ગવર્નર રામ નરેશ યાદવનો આઝમગઢ ખાતે જન્મ (1928)

* જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1959)

* પદ્મ વિભૂષણથી સન્માનિત ભારતીય સેનાના 6મા આર્મી સ્ટાફ પરમશિવ પ્રભાકર કુમારમંગલમનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1913)

* બોલિવૂડ ફિલ્મો માટે પ્લેબેક સિંગર અને સ્ટેજ આર્ટિસ્ટ સુદેશ ભોસલેનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1960)

* કેનેડિયન-અમેરિકન અભિનેત્રી, મોડેલ, કાર્યકર્તા અને લેખક પામેલા ડેનિસ એન્ડરસનનો કેનેડામાં જન્મ (1967)
તેણીને ટેલિવિઝન શ્રેણી 'બેવૉચ'માં સૌથી વધુ મુખ્ય રીતે દર્શાવવામાં આવી હતી

* ભારતીય અભિનેત્રી અને વી.જે રિયા ચક્રવર્તીનો બેંગલુરું ખાતે જન્મ (1992)
તે અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસ સાથે ખુબ ચર્ચામાં છે 

* હિન્દુસ્તાની ગાયક તેમના ભક્તિ ગીતોની રજૂઆત માટે જાણીતા વેંકટેશ કુમારનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1953)

* અભિનેતા શમ્મી કપૂર પરિવારના ફિલ્મ અભિનેતા અને ફિલ્મ નિર્માતા આદિત્ય રાજ ​​કપૂરનો મુંબઈમાં જન્મ (1956)
તેમના માતા ગીતા બાલી લોકપ્રિય અભિનેત્રી હતા

* ભારતીય એરોસ્પેસ વૈજ્ઞાનિક અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના વર્તમાન અધ્યક્ષ અને સચિવ જી. સતીશ રેડ્ડીનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1963)

* ભારતીય ફિલ્મ નિર્માતા તાટિનેની પ્રકાશ રાવનું ચેન્નાઇ ખાતે અવસાન (1992)

* બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ અને હિન્દી  ટીવી અભિનેતા યતિન કાર્યેકરનો મુંબઈમાં જન્મ (1966)

* ભારતીય સ્ટેટ બેંક સ્થાપના દિવસ 
બેંક ઓફ કલકત્તા (1806-1921), બેંક ઓફ બોમ્બે (1840-1921), બેંક ઓફ મદ્રાસ (1843-1921) આ ત્રણેય પ્રેસિડેન્સી બેંકોને 27 જાન્યુઆરી, 1921નાં રોજ એકીકૃત કરવામાં આવી હતી અને ફરીથી સંગઠિત બેંકિંગ એન્ટિટીએ તેનું નામ ‘ઇમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા’ રાખ્યું હતું. ‘સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ ઓફ 1955’ની જોગવાઈઓને અનુસરીને ભારતીય રિઝર્વ બેંકે, જે ભારતની મધ્યસ્થ બેંક છે, ઈમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયાનાં નિયંત્રિત હિત પ્રાપ્ત કર્યાં હતાં. 1 જુલાઈ, 1955નાં રોજ ઈમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા ‘ભારતીય સ્ટેટ બેંક’ બની હતી

* રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ *
સુપ્રસિદ્ધ ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્ય પ્રધાન ડૉ. બિધાનચંદ્ર રોયનાં સન્માન માટે ભારતમાં 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે 

****