ગુજરાતી ફિલ્મનાં સફળ અભિનેતા મલ્હાર ઠાકરનો સિધ્ધપુરમાં જન્મ (1990)
મુખ્ય ભૂમિકા તરીકેની તેની પહેલી ફિલ્મ 'છેલ્લો દિવસ' (2015) અને લવની ભવાઈ (2017) એ નિર્ણાયક અને વ્યવસાયિક સફળતા પ્રાપ્ત કર્યા બાદ શરતો લાગુ, શું થયું ?, થઈ જશે !, કેશ ઓન ડીલિવરી, ગોળ કેરી વગેરે ફિલ્મમાં પણ અભિનય કરેલ છે
* ભારતનાં વડાપ્રધાન (1991-96) રહેલ વકીલ પામુલાપાર્થિ વેંકટ (પી. વી.) નરસિંહા રાવનો જન્મ (1921)
તેમને ઘણીવાર "ભારતીય આર્થિક સુધારાનાં પિતા" તરીકે ઓળખવામાં આવે છે
તે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી (1975-76), લોકસભાના સભ્ય (1977-84) વિદેશમંત્રી, ગૃહમંત્રી, સરંક્ષણ મંત્રી, માનવ સંસાધન વિકાસ મંત્રીપદનો હવાલો સંભાળ્યો હતો
* Tesla, Inc.ના પ્રોડક્ટ આર્કિટેક્ટ તથા અમેરિકન બિઝનેસ મેગ્નેટ અને રોકાણકાર એલોન રીવ મસ્કનો દક્ષિણ આફ્રિકામાં જન્મ (1971)
તે SpaceXના સ્થાપક, CEO અને ચીફ એન્જિનિયર છે અને ન્યુરાલિંક અને ઓપનએઆઈના સહ-સ્થાપક છે
* પદ્મશ્રી, અર્જુન એવોર્ડ, દ્રોણચાર્ય એવોર્ડથી સન્માનિત 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલ કેટેગરીમાં ભારતીય શૂટર જસપાલ રાણાનો ઉત્તરાખંડ રાજ્યમાં જન્મ (1976)
તેઓ એશિયન ગેમ્સ-1994 અને 2006, કોમનવેલ્થ ગેમ્સ -2006માં ગોલ્ડ મેડલ જીત્યા છે
* પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતીય પેરાલિમ્પિક ઉંચી કૂદનાં ખેલાડી મરિયપ્પન થાંગાવેલુનો જન્મ (1995)
તેમણે રીયો-ડી-જાનેરો ખાતે 2016માં યોજાઈલ સમર પેરાલિમ્પિક ગેમ્સમાં મેન્સ ઊંચો કૂદકો ટી 42 શ્રેણી ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
* બૉલીવુડ ફિલ્મોમાં પ્લેબેક ગાયક અને સંગીતકાર વિશાલ દદલાનીનો જન્મ (1973)
તે વિશાલ - શેખર નામની જોડી બનાવી સંગીત આપી રહ્યા છે
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ રમેશ જીગાજીનાગીનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1952)
*
* હિન્દી ફિલ્મ નિર્દેશક અને નિર્માતા આનંદ એલ. રાયનો દિલ્હીમાં જન્મ (1971)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં તનુ વેડ્સ મનુ, રાઝણા, શુભ મંગલ સાવધાન, ઝીરો, અતરંગી રે વગેરે છે
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ પ્રહલાદ સિંહ પટેલનો મધ્યપ્રદેશ રાજ્યમાં જન્મ (1960)
*
* વ્યાવસાયિક ભારતીય કબડ્ડી રમતવીર કાસીનાથા બાસ્કરનનો જન્મ (1968)
*
* હિન્દી ટીવી અભિનેતા રાજીવ વર્માનો મધ્યપ્રદેશ રાજ્યમાં જન્મ (1949)
*
* હિન્દી ટેલિવિઝન અભિનેતા વિવિયન ડીસેનાનો ઉજ્જૈનમાં જન્મ (1988)
*
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ જાસ્મીન ભસીનનો કોટા ખાતે જન્મ (1990)
*
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી ટેલિવિઝન અભિનેત્રી વિન્ની અરોરાનો જન્મ (1991)
*
>>>> આપણે એવું માનીએ છે કે સાચા હોવામાં જ સુખ છે. વાસ્તવમાં, સોશ્યલ મીડિયા પર ચડસાચડસી કરતા લોકો પોતે સાચા છે તે બતાવવા કોઈપણ હદ સુધી જાય છે, પરંતુ એમાં છેલ્લે દુઃખી જ થાય છે. પતિ-પત્નીને એવું લાગતું હોય છે કે હું મારી જાતને સાચી સાબિત કરીશ તો જ સુખી થઈશ. છેવટે એમાં લડાઈ જ થાય છે. માટે જે વાતથી પરસ્પર સમજણ અને લગાવને બળ મળે તેમ ન હોય તેને વ્યક્ત ન કરવી. અકળાયેલા હો, ઉત્તેજિત હો, ઇમોશનલ હો ત્યારે ઓછું બોલવું. સામેની વ્યક્તિને જો એનો કક્કો સાબિત કરવામાં જ રસ હોય તો, એને 'જીતી' જવા દેવી. અને સામેની વ્યક્તિની અજાણતાં કોઈ ભૂલ થઈ હોય તો, તેની ઉપેક્ષા કરવી.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)