AnandToday
AnandToday
Thursday, 27 Jun 2024 00:00 am
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 27 જૂન : 27 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

બૉલીવુડના લોકપ્રિય અને સફળ સંગીતકાર રાહુલદેવ બર્મનનો આજે જન્મદિવસ

331 બૉલીવુડ ફિલ્મોના ખુબ લોકપ્રિય અને સફળ સંગીતકાર રાહુલદેવ બર્મનનો કોલકાતા ખાતે જન્મ (1939)
તેમની યાદગાર ફિલ્મોમાં સનમ તેરી કસમ, માસુમ, 1942 લવ સ્ટોરી, કારવા, અમર પ્રેમ, યાદો કી બારાત, આપકી કસમ, ખેલ ખેલ મે, હમ કિસી સે કમ નહીં, બેતાબ, શાન, સાગર, શોલે વગેરે છે 
તેમણે ગાયિકા આશા ભોંસલે સાથે 1980માં લગ્ન કર્યા હતા 
તેમના પિતા એસ. ડી. બર્મન ખુબ સફળ હિન્દી ફિલ્મ સંગીતકાર હતા 

*
*ઉડનપરી, ગોલ્ડન પરી, પાયોલી એક્સપ્રેસ જેવાં ઉપનામોથી જાણિતા નિવૃત્ત ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ પીલાવુલ્લાકાંડી થેકકેપરમ્બીલ ઉષા (પી.ટી.ઉષા)નો કેરળ રાજ્યમાં જન્મ (1964)
તેમને પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે 

* પદ્મભૂષણથી અને રણજિતરામ સુવર્ણચંદ્રક દ્વારા સન્‍માનિત ગુજરાતી સાહિત્યમાં વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, સંશોધક અને સંપાદક તરીકે પ્રસિદ્ધ મૂર્ધન્ય સાહિત્યકાર ધીરુભાઈ ઠાકરનો કોડીનારમાં જન્મ (1918)
તેમના મુખ્‍ય સંપાદકપદે ગુજરાતી વિશ્વકોશના કુલ 25 ગ્રંથો પ્રગટ થયા અને તેમનાં પરામર્શન-માર્ગદર્શન હેઠળ બાળવિશ્વકોશ, ચરિત્રકોશ અને પરિભાષાકોશ વગેરેનું કાર્ય થયું

* ભારતના પ્રથમ ફિલ્ડમાર્શલ સામ માણેકશોનું તામિલનાડુમાં અવસાન (2008)
તેઓ ભારત-પાકિસ્તાન યુદ્ધ (1971) દરમિયાન ભારતીય સેનાના ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ હતા

* પાકિસ્તાનમાં જન્મ અને શીખ સામ્રાજ્યનાં પ્રથમ મહારાજા રણજિતસિંહનું પાકિસ્તાનમાં અવસાન (1839)

* સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નિબંધકાર વિનેશ અંતાણીનો કચ્છમાં જન્મ (1946)

* હિન્દી ફિલ્મો તેમજ ભજનોમાં પ્લેબેક ગાયક તરીકે જાણીતા નીતિન મુકેશનો જન્મ (1950)
તેમના પિતા ગાયક મુકેશ અને પુત્ર નીલ નીતિન મુકેશ અભિનેતા છે 

* જગતભરનાં દિવ્યાંગોનાં પ્રેરણામૂર્તિ હેલન કેલરનો અમેરિકામાં જન્મ (1880)

* શીપિંગ ઉદ્યોગના પ્રથમ ભારતીય મહિલા તરીકે જાણીતા અને પદ્મ વિભૂષણથી સન્માનિત મહિલા સાહસિક સુમતિ મોરારજીનું મુંબઈમાં અવસાન (1998)

* બાળ કલાકાર તરીકે (તારે ઝમી પર અને સ્લમડોગ મિલિયનર ફિલ્મો સાથે) લોકપ્રિય અભિનેતા તનય છેડાનો મુંબઈમાં જન્મ (1996)

* ભારતના ક્રિકેટ ખેલાડી (3 ટેસ્ટ રમનાર) ખંડેરાવ રંગેકરનો મુંબઈમાં જન્મ (1917)

* અંગ્રેજી અને હિન્દીમાં બાળવાર્તા અને કવિતાના ભારતીય કવિ અને લેખક નીલમ સક્સેના ચંદ્રાનો નાગપુરમાં જન્મ (1969)

* બૉલીવુડ ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને ટેલિવિઝન વ્યક્તિત્વ પરમબ્રત ચેટર્જીનો કોલકાતા ખાતે જન્મ (1980)

* પાકિસ્તાનમાં જન્મ અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત ભારતીય ફિલ્મોમાં સેટ ડિઝાઇનર, કલા નિર્દેશક અને નિર્માણ ડિઝાઇનર બંસી ચંદ્રગુપ્તનું અમેરિકામાં અવસાન (1981)

* વિશ્વમાં પહેલું ATM (Automated teller machine) લંડનનાં બાર્કલેઝ બેંકની શાખામાં 
શરૂ કરવામાં આવ્યું (1967)
તેની શોધ જ્હોન શેફર્ડ-બેરોનની આગેવાની હેઠળની એન્જિનિયરિંગ ટીમને આપવામાં આવે છે અને આ મશીનનું ઉદ્ઘાટન ઇંગલિશ કોમેડી અભિનેતા રેગ વર્ની દ્વારા કરવામાં આવ્યું

>>>> સ્કિલ્ડ અને સક્ષમ લોકો સાથે જ કામકાજ કરવું. કામમાં જે સૌથી શ્રેષ્ઠ હોય તેની જ પ્રાથમિકતા હોય છે. મિત્રતા બાંધછોડ પર નિર્ભર હોય છે. તેનો આધાર લાગણીઓ હોય છે. કામ લક્ષ્ય આધારિત હોય છે. કામમાં "સાચું" હોય તે કરવાનું હોય છે. મિત્રતામાં "સારું" લાગે તેવું કરવાનું હોય છે. મિત્રતા અને કામ જયારે ભેગાં થાય ત્યારે નિષ્પક્ષતા જોખમમાં મુકાઈ જાય. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)