નેશનલ ફિલ્મ પુરસ્કાર અને 4 ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી કરિશ્મા કપૂરનો મુંબઈમાં જન્મ (1974)
તેની નોંધપાત્ર ફિલ્મોમાં પ્રેમ કેદી (પ્રથમ), દિલ તો પાગલ હે, રાજા હિન્દુસ્તાની, ઝૂબૈદા, ફિઝા, સપને સાજન કે, બીવી નં વન, શક્તિ, જુડવા, હસીના માન જાયેગી વગેરે છે
તેમના માતા બબીતા કપૂર અને પિતા રણધીર કપૂર તથા બહેન કરીના કપૂર ખુબ લોકપ્રિય એક્ટર્સ હતા
* ભારત પ્રથમ વખત ક્રિકેટ વિશ્વ કપ જીતી ચેમ્પિયન બન્યું (1983)
લોર્ડસ ક્રિકેટ મેદાન-લંડન ખાતે કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમના 184 રન સામે અગાઉ બે વખતના ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને માત્ર 140 રન પર રોકવામાં મોહીન્દર અમરનાથ 3 વિકેટ લઈ સફળ થતા ભારતનો 43 રનથી વિજય થયો અને ક્રિકેટના નવા ચેમ્પિયન બન્યા, એ ફાઇનલ મેચમાં મોહીન્દર અમરનાથ 'મેન ઓફ ધ મેચ' બનવા સાથે 'મેન ઓફ ધ સિરીઝ'નું સન્માન પણ મેળવ્યું હતું
ઇંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સ દ્વારા આ ટ્રોફી ભારતને એનાયત કરવામાં આવી હતી
* ભારતનાં 7મા વડાપ્રધાન બનેલ વિશ્વનાથ પ્રતાપસિંઘનો અલ્હાબાદ ખાતે જન્મ (1931)
તે સરકારી અધિકારી અને રાજવી હતા
તેઓ 1969માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય બન્યા, 1971માં લોકસભામાં સંસદસભ્ય બન્યાં, 1980માં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા હતાં અને તેમણે 1976 થી 1977 દરમિયાન વાણિજ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી
તેમણે 1988માં જનતા પાર્ટીના વિવિધ જૂથોમાં ભળીને જનતા દળ પાર્ટીની રચના કરી 1989ની ચૂંટણીઓમાં ભાજપનાં ટેકાથી સરકાર બનાવી વડાપ્રધાન (2 ડિસેમ્બર, 1989 થી 10 નવેમ્બર, 1990 સુધી) બન્યા
* ઇતિહાસમાં સૌથી વધુ પુરસ્કૃત વ્યક્તિગત સંગીત કલાકાર હોવા સાથે 20મી સદીના સૌથી મહત્વપૂર્ણ સાંસ્કૃતિક વ્યક્તિઓમાંના એક અને કિંગ ઓફ પૉપ તરીકે ઓળખાતા વિશ્વ વિખ્યાત પોપ ગાયક અને ડાન્સર માઈકલ જેક્સનનું અમેરિકામાં અવસાન (2009)
ચાર દાયકાની કારકિર્દીમાં, સંગીત, નૃત્ય અને ફેશનમાં તેમના યોગદાન, તેમના પ્રચારિત અંગત જીવન સાથે, તેમને લોકપ્રિય સંસ્કૃતિમાં વૈશ્વિક વ્યક્તિ બનાવ્યા
જેક્સને અનેક સંગીત શૈલીઓમાં કલાકારોને પ્રભાવિત કર્યા; સ્ટેજ અને વિડિયો પર્ફોર્મન્સ દ્વારા, તેમણે 'મૂનવોક' જેવી જટિલ ડાન્સ મૂવ્સને લોકપ્રિય બનાવી, જેને તેમણે રોબોટ નામ આપ્યું છે
* MTV પેઢીના સૌથી મહત્વપૂર્ણ સાંસ્કૃતિક ચિહ્નોમાંના એક ગણવામાં આવે છે અને વિશ્વભરમાં 120 મિલિયનથી વધુ રેકોર્ડના વેચાણ સાથે, તેઓ અત્યાર સુધીના સૌથી વધુ વેચાતા સંગીતકારોમાંના એક અંગ્રેજી ગાયક, ગીતકાર અને રેકોર્ડ નિર્માતા જ્યોર્જ માઈકલનો ઇંગ્લેન્ડ ખાતે જન્મ (1963)
*
* અંગ્રેજી નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર અને વિવેચક જ્યોર્જ ઓરવેલ (એરિક આર્થર બ્લેર)નો બિહારમાં જન્મ (1903)
તેમનું કાર્ય સ્પષ્ટ ગદ્ય, સામાજિક ટીકા, સર્વાધિકારવાદનો વિરોધ અને લોકશાહી સમાજવાદના સમર્થન દ્વારા વર્ગીકૃત થયેલ છે
* ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, બંધારણ સભાના સભ્ય અને પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન (ઉત્તરપ્રદેશ) બનનાર સુચેતા કૃપલાણી (મઝુમદાર)નો હરિયાણામાં જન્મ (1908)
તે કાનપુર મત વિસ્તારમાંથી ચૂંટાઈ ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મહિલા સીએમ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં
* નેશનલ ફિલ્મ પુરસ્કારથી સન્માનિત હિન્દી ફિલ્મ સંગીતકાર મદન મોહનનો ઇરાકમાં જન્મ (1924)
તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી મધુર અને કુશળ સંગીત નિર્દેશકોમાંના એક ગણવામાં આવે છે અને હિન્દી ફિલ્મો માટે તેમણે રચેલી અમર ગઝલો માટે તેમને ખાસ યાદ કરવામાં આવે છે
તેમની યાદગાર ફિલ્મોમાં અનપઢ, વો કોન થી?, દસ્તક, હીર રાંઝા, મોસમ, વીર ઝારા વગેરે છે
* Vu ટેલિવિઝનના સ્થાપક, ચેરમેન અને CEO દેવીતા સરાફનો મુંબઈમાં જન્મ (1981)
*
* બ્રિટીશ રોયલ નેવી અધિકારી અને ભારતનાં છેલ્લા વાઈસરોય તથા સ્વતંત્ર ભારતનાં પ્રથમ ગવર્નર જનરલ (1947-1948) લૂઇસ માઉન્ટબેટન (લૂઇસ ફ્રાન્સિસ આલ્બર્ટ વિક્ટર નિકોલસ, પ્રિન્સ ઓફ બેટનબર્ગ)નો ઈંગ્લેન્ડમાં જન્મ (1900)
ભારતનાં વાઇસરોય તરીકે (માર્ચ-ઓગસ્ટ 1947) તેમણે ઓગસ્ટ 14-15, 1947 મધ્યરાત્રિએ ભાગલા પાડી ભારત અને પાકિસ્તાન નવાં સ્વતંત્ર રાષ્ટ્રો બ્રિટન પાસેથી સત્તા ટ્રાન્સફર કરી સંચાલિત ગવર્નર-જનરલ ભારત (ઓગસ્ટ 1947 - જૂન 1948) પછી તેણે ભારતીય રાજકુમારોને તેમના રાજ્યોને ભારત કે પાકિસ્તાનમાં ભળી જવા માટે સમજાવવામાં મદદ કરી હતી
* 3000 મીટર સ્ટીપલચેસ ઈવેન્ટમાં ભારતીય ઓલિમ્પિક એથ્લેટ સુધા સિંઘનો ઉત્તરપ્રદેશના રયબરેલીમાં જન્મ (1986)
*
* હિન્દી ફિલ્મોમાં અભિનેતા, સંગીતકાર, ગાયક અને સેટ ડિઝાઇનર રઘુબીર યાદવનો જબલપુર ખાતે જન્મ (1957)
*
* હિન્દી અને મરાઠી ફિલ્મ અને ટેલિવિઝનમાં તેના કામ માટે જાણીતી અભિનેત્રી સાઈ તામ્હંકરનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1986)
*
• સાહિત્ય અકાદમી પુરસ્કાર, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક અને કુમાર સુવર્ણ ચંદ્રકથી સન્માનિત ગુજરાતી કવિ પ્રિયકાંત મણિયારનું અમદાવાદ ખાતે અવસાન (1976)
* હિન્દી ફિલ્મ - ટેલિવિઝન અને મરાઠી ફિલ્મોમાં અભિનેતા સતીશ શાહનો મુંબઈમાં જન્મ (1951)
*
* બૉલીવુડમાં ફિલ્મ અભિનેતા, નિર્માતા અને મૉડલ આફતાબ શિવદાસાનીનો મુંબઈમાં જન્મ (1978)
*
* ભારતીય સંગીત નિર્માતા, રેકોર્ડિંગ અને સ્કોરિંગ એન્જિનિયર સાઈ શ્રવણમનો ચેન્નાઇમાં જન્મ (1981)
*
* ગુજરાતી સાહિત્ય જગતમાં ગુજરાતનાં જૂલે વર્નથી ઓળખાતા મૂળશંકર ભટ્ટનો ભાવનગરમાં જન્મ (1907)
તેઓએ અનુવાદક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, બાળસાહિત્ય લેખક તરીકે ગુજરાતી ભાષામાં ઉમદા કાર્ય કરેલું
લોકભારતી વિદ્યાપીઠ સણોસરામાં અધ્યાપક અને ગૃહપતિ પદે (1953-64) રહ્યા
* ભારતીય ભૂમિસેનાના એક અફસર કેપ્ટન મનોજ કુમાર પાંડેનો ઉત્તરપ્રદેશમાં જન્મ (1975)
નાં રોજ નાં સીતાપુર જિલ્લાનાં રુઢા ગામમાં થયો હતો.
જેમને 1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન બહાદુરી હિંમત અને નેતૃત્વ બદલ મરણોત્તર ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન, પરમ વીર ચક્રથી નવાજવામાં આવ્યા
* ભારતીય સામાજિક નેતા, સમય રોકાણકાર, ઉદ્યોગસાહસિક, લેખક, કાર્યકર્તા અને ભારતમાં સ્થિત પ્રેરક વક્તા અનિલ શેટ્ટીનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1987)
*
* તમિલ અને સિંહાલી, મલયાલમ ભાષાની ફિલ્મોમાં લોકપ્રિય ભારતીય-શ્રીલંકન અભિનેત્રી પૂજા ઉમાશંકરનો શ્રીલંકામાં જન્મ (1981)
*
* ભારતીય પર્વતારોહક અને બંગાળ સેપર્સ અને ઈન્ડિયન આર્મી કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના અધિકારી નરેન્દ્ર ધર જયલનો જન્મ (1927)
*
* હિન્દી ટીવી અભિનેત્રી રિદ્ધિમા પંડિતનો મુંબઈમાં જન્મ (1990)
*
* ભારતની 1લી ક્રિકેટ ટેસ્ટની શરૂઆત ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સ, લંડન ખાતે થઇ (1932)
*
* ભારતમાં ઇમરજન્સી - કટોકટી લાદવામાં આવી (1975)
ભારતમાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશભરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. બંધારણના અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ દ્વારા સત્તાવાર રીતે જારી કરાયેલ "આંતરિક ખલેલ" ને કારણે, કટોકટી 25 જૂન 1975 થી અમલમાં મુકી 21 માર્ચ 1977 ના રોજ પાછી ખેંચી લેવામાં આવી હતી
આ આદેશથી વડા પ્રધાનને શાસન કરવાની સત્તા આપવામાં આવી હતી, જે હુકમનામું દ્વારા, ચૂંટણીઓ રદ કરવાની અને નાગરિક સ્વતંત્રતાઓને સ્થગિત કરવાની મંજૂરી આપે છે અને પ્રેસ પર સેન્સર કરવામાં આવ્યું હતું અને કટોકટી એ સ્વતંત્ર ભારતના ઇતિહાસનો સૌથી વિવાદાસ્પદ સમયગાળો માનવામાં આવે છે
>>>> આપણા અસ્તિત્વનું શું મહત્વ છે તે ત્યારે જ સમજાય છે, જ્યારે આપણે આપણી અસ્તિત્વહીનતાની કલ્પના કરીએ. અમરપટો લખાવીને આવ્યા છીએ તેવા ભ્રમમાં જીવતા લોકો જ ખુદના જીવનમાં મુસીબતો ઉભી કરતા રહે છે. આપણને જો આપણી નશ્વરતાનું ભાન થઈ જાય તો, પાંસરા થઈને જીવવાનું સરળ થઈ જાય. અસ્તિત્વનો વિચાર વાઈપર જેવો છે. એનાથી દ્રષ્ટિ સાફ રહે છે. માણસને જીવનના અંતનો ડર લાગે છે કે તેનાથી ઉદાસી આવે છે, પરંતુ તેની અનિવાર્યતા સમજવાથી જીવનનું મૂલ્ય સમજવાનો દ્રષ્ટિકોણ મળે છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)