AnandToday
AnandToday
Saturday, 22 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 23 જૂન : 23 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

બોલીવુડ અભિનેતા અને રાજકારણી રાજ બબ્બરનો આજે જન્મદિવસ

લોકસભા અને રાજ્યસભાના સાંસદ રહેલ હિન્દી અને પંજાબી ફિલ્મ અભિનેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયેલા રાજકારણી રાજ બબ્બરનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1952) તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ઇન્સાફ કા તરાજુ, અગર તુમ ણ હોતે, દલાલ, આજ કી આવાઝ, નિકાહ, એતબાર, અર્થ, બોડીગાર્ડ વગેરે છે 
તેમના પ્રથમ લગ્ન નાદિરા સાથે અને બીજા લગ્ન સ્મિતા પાટીલ સાથે થયા હતા 

*
* આજે જાહેર સેવા દિવસ

* જેને ઓટોમેટેડ ટેલર મશીન અથવા એટીએમ તરીકે ઓળખવામાં આવે છે તે કેશ મશીન પ્રથમ સ્થાપિત કરનાર ટીમનું નેતૃત્વ કરનાર ભારતીય મૂળના બ્રિટીશ શોધક જ્હોન એડ્રિયન શેફર્ડ-બેરોનનો ભારતમાં શિલોન્ગ ખાતે જન્મ (1925)

* લોકસભાના સંસદ સભ્ય તરીકે 5 વખત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાના ધારાસભ્ય તરીકે 9 વખત ચૂંટાયેલ હિમાચલ પ્રદેશના 4થા મુખ્ય પ્રધાન તરીકે 6 ટર્મ અને 21 વર્ષ સેવા આપનાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા વીરભદ્ર સિંહનો જન્મ (1934)

* ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રની ટોચ પર પહોંચેલા, ગુજરાતી અને હિન્દી ફિલ્મ ગીતોના ગાયક અને સંગીતકાર રાસબિહારી દેસાઈનો પાટણમાં જન્મ (1935)
ગુજરાતી ચલચિત્રો કાશીનો દીકરોના શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકેનો ઍવૉર્ડ, સંગીતક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે ‘ત્રિવેણી’ ઍવૉર્ડ (વડોદરા), ‘આનર્ત ઍવૉર્ડ’ તથા રાજ્ય ગૌરવ પુરસ્કાર મળ્યા છે 
રાસબિહારીએ ઊગતા સંગીત કલાકારોને તાલીમ આપવા માટે 1961માં ‘શ્રુતિ’ સંસ્થાની અમદાવાદ શહેરમાં સ્થાપના કરી અને તેમના સંચાલન હેઠળ શહેરની ભવન્સ કૉલેજમાં ‘ભવન સંગીતના વિભાગ’ની શરૂઆત 1967માં થઈ

* ફ્રેન્ચ વ્યાવસાયિક ફૂટબોલ મેનેજર અને ભૂતપૂર્વ ખેલાડી છે જેઓ હુમલાખોર મિડફિલ્ડર અને સ્પેનિશ ક્લબ રીઅલ મેડ્રિડને કોચિંગ આપવા વિશ્વના સૌથી સફળ કોચમાંના એક ઝિનેદીન યાઝીદ ઝિદાન (ઝિઝોઉ)નો ફ્રાન્સમાં જન્મ (1972)
*
* ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું દિલ્હી ખાતે અવસાન (1980)
તેમના લગ્ન મેનકા ગાંધી સાથે 1974માં થયા હતા અને પુત્ર વરુણ ગાંધી પણ લોકસભાના સાંસદ છે 

* ભારતીય અંગ્રેજી કવિ, નાટ્યકાર, અભિનેતા, સંગીતકાર અને વિજયવાડા મતવિસ્તારમાંથી 1લી લોકસભાના સભ્ય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનું મુંબઈમાં અવસાન (1990)

* ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવનાર શિક્ષણવિદ્ અને "મૂછાળી મા"નાં હૂલામણાં નામથી જાણીતાં અને રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત ગિજુભાઈ (ગિરજાશંકર) બધેકાનું મુંબઈ ખાતે અવસાન (1939)
ગુજરાતમાં સૌ પ્રથમ બાળકેળવણીનાં પાયાનાં બીજ રોપનાર ગિજુભાઈએ બાળસાહિત્ય સહિત 
200 જેટલાં પુસ્તકો લખ્યા, જેમાં 'દિવાસ્વપ્ન' અત્યંત વખણાયું છે 

* ભારતીય જન સંઘનાં સ્થાપક અને ભારતીય રાજકારણી, બેરિસ્ટર અને શિક્ષણવિદ્ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું શ્રીનગરમાં અવસાન (1953)
તેમણે વડા પ્રધાન જવાહરલાલ નહેરુના પ્રધાનમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે કામ કર્યું હતું. નહેરુ-લિયાકત સંધિનો વિરોધ કરતા, હિન્દુત્વના ચિહ્ન મુખર્જીએ નહેરુનાં મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. ઈ.સ.1951માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મદદ સાથે તેમણે ભારતીય જન સંઘ સ્થાપના કરી હતી જે બાદમાં ભારતીય જનતા પાર્ટી બની હતી

* કેન્દ્રીય મંત્રી રહેલ મુઝફરપુરના લોકસભા સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય સંજીવ બાલ્યાનનો જન્મ (1972)

* ઓ હો હો હો... શબ્દો સાથે લોકપ્રિય ગુજરાતી સિનેમા જગતનાં ખુબ જાણીતા હાસ્ય કલાકાર રમેશ મહેતાનો ગોંડલના નવાગામમાં જન્મ (1932)
તેમની કારકિર્દી ગુજરાતી ફિલ્મ ‘હસ્ત મેળાપ’ (1969) ફિલ્મથી આરંભાઈ
વિવિધ ભૂમિકાઓ અને ચોરણી, કેડિયું, ફાળિયું જેવા પહેરવેશ દ્વારા તેઓ પ્રેક્ષકોનાં હૈયા પર સતત છવાયેલાં રહેલ રમેશ મહેતા એ 22થી વધારે ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી હતી અને 190થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો

* ઈન્ડો-ગુયાનીઝ મૂળના વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના સભ્ય (87 ટેસ્ટ અને 181 વનડે રમનાર) અને ભૂતપૂર્વ કેપ્ટન રહેલ ક્રિકેટર રામનરેશ રોની સરવનનો ગુયાનામાં જન્મ (1980)

* અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતીય વેઇટલિફ્ટર સતીશ શિવલિંગમનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1992)
તે 2014 અને 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા છે

* હિન્દી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા રહેમાનનો પાકિસ્તાનમાં જન્મ (1921)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ચૌદવી કા ચાંદ, સાહિબ બીબી ઔર ગુલામ, દિલ ને ફિર યાદ કિયા, પ્યાર કી જીત, બડી બહન, પરદેશ, પ્યાસા, છોટી બહન, વક્ત વગેરે છે 

* ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને ટૂંકી વાર્તા લેખક વિભૂત શાહનો નડિયાદ ખાતે જન્મ (1933)
ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અનેક વખત સન્માનિત વિભૂત શાહનું લેખન સાહિત્ય ગુજરાતના તમામ મોટા અખબારોમાં પ્રસિદ્ધ થયું છે

* રિમિક્સ હિટ સાથે લોકપ્રિય બનેલ ભારતીય પોપ અને રોક જૂથ બોમ્બે વાઇકિંગ્સના મુખ્ય ગાયક અને બૉલીવુડ ફિલ્મ સંગીતકાર-ગાયક નીરજ શ્રીધરનો જલંધર ખાતે જન્મ (1978)

* ભારતનું પ્રતિનિધિત્વ કરતા 1900ના પેરિસ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં બે સિલ્વર મેડલ જીતનાર પ્રથમ એશિયન-જન્મેલા બ્રિટિશ-ભારતીય એથ્લેટ અને અભિનેતા નોર્મન ટ્રેવર (નોર્મન ગિલ્બર્ટ પ્રિચાર્ડ) નો કોલકાતા ખાતે જન્મ (1877)

* ભારતીય સંગીત ઉદ્યોગ, હિન્દી ફિલ્મો અને ખાસ કરીને મરાઠી પ્રાદેશિક સંગીત ઉદ્યોગમાં નિર્માતા, ગાયક અને એન્કર નેહા રાજપાલનો જન્મ (1978)

* ભારતીય યુટ્યુબર, સ્ટેન્ડ-અપ કોમેડિયન, સ્ક્રિપ્ટ લેખક, કલાકાર અને નિર્માતા તન્મય ભટનો મુંબઈમાં જન્મ (1987)

* વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ વર્લ્ડ કપ બીજી વખત જીત્યું (1979)
મેન ઓફ ધ મેચ બનેલ વેસ્ટ ઇન્ડિઝના વિવ રિચાર્ડ્સના 138 સાથે 286 રનના જવાબમાં ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં 194 રનમાં સમેટાયું હતું 


>>>> કોઈ વ્યક્તિ જ્યારે દુનિયા સમક્ષ પોતાની ટેલેન્ટનું પ્રદર્શન કરે, ત્યારે સ્વાભાવિક રીતે જ બીજા લોકોમાં વિરોધ, ઈર્ષ્યા, અસલામતી જેવા ભાવ પેદા થાય. બીજા લોકોની એ ભાવનાઓના ખોટા વિચારમાં જીવન વ્યતિત ન થાય. કશું કરવાનો આત્મવિશ્વાસ હોય તો જ પ્રયાસ કરવો જોઈએ. જે કરવું હોય તે બોલ્ડ બનીને કરવું. બીકણપણું જોખમી હોય છે. બીજા નક્કી કરે તેને બદલે તમારી ઇમેજના માસ્ટર તમે બનો. સ્વતંત્ર આઇડેન્ટિટી ઉભી કરો. પોતાને જે ગમે તેવું જ વિચારો, પણ વર્તન બીજાને ગમે તેવું કરવું. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)