AnandToday
AnandToday
Friday, 21 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 22 જૂન : 22 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

બોલિવૂડના અભિનેતા અને ખલનાયક અમરીશ પૂરી નો આજે જન્મદિવસ

હિન્દી રંગમંચ અને ચલચિત્ર જગતનાં જાણીતા અભિનેતા અમરીશ પૂરીનો પંજાબમાં જન્મ (1932)
જેમણે બોલિવુડની ફિલ્મોમાં રુવાટા ખડા થઈ જાય એવા વિલનના કાતિલ પાત્રો ભજવ્યા છે તેવી નોંધપાત્ર ફિલ્મોમાં મિસ્ટર ઈન્ડિયા, વિધાતા, મેરી જંગ, ત્રિદેવ, દમિની, કરજણ અર્જુન વગેરે છે 
તેમની કેટલીક નોંધપાત્ર હકારાત્મક ભૂમિકાઓમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ફૂલ ઓર કાંટે, ગારિદિશ, પરદેસ, વિરાસત, ઘટક, મુઝે કુછ કહના હૈ, ચાઇના ગેટ, મોહબ્બતે, ચાચી 420 વગેરે છે

* તમિલ સિનેમામાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા, પ્લેબેક ગાયક અને પરોપકારી વિજય (જોસેફ વિજય ચંદ્રશેખર)નો ચેન્નાઇમાં જન્મ (1974)

* ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી (2016-21) અને કેબિનેટ મંત્રી રહેલ નીતિનભાઈ પટેલનો વિસનગર ખાતે જન્મ (1956)

* પેરાલિમ્પિક સ્તરે સ્પ્રિન્ટ ઈવેન્ટ્સમાં ભાગ લેતા અમેરિકન વ્હીલચેર રેસર અંજલિ ફોર્બર-પ્રેટ નો કોલકાતા ખાતે જન્મ (1984)
તે ડિસેબિલિટી, ઇન્ડિપેન્ડન્ટ લિવિંગ અને રિહેબિલિટેશન રિસર્ચ પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર છે

* દાદાસાહેબ ફાળકે પુરસ્કારના પ્રાપ્તકર્તા ફિલ્મ નિર્માતા, અભિનેતા, દિગ્દર્શક, સિનેમેટોગ્રાફર અને ઉદ્યોગપતિ એલ.વી. પ્રસાદ (અક્કીનેની લક્ષ્મી વારા પ્રસાદ રાવ)નું અવસાન (1994)

* મહેસાણાથી બે વખત (2009 અને 2014) લોકસભા સાંસદ રહેલ જયશ્રીબેન પટેલનો મુંબઈમાં જન્મ (1959)

* વર્સેટિલિટી અને ઉચ્ચાર અનુકૂલનક્ષમતા માટે જાણીતી તેની પેઢીની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે વર્ણવવામાં આવતા અમેરિકન અભિનેત્રી મેરિલ સ્ટ્રીપનો જન્મ (1949)

* ભારતીય ક્રિકેટર (સાત ટેસ્ટ રમનાર) સદાશિવ ગણપતરાવ "સાદુ" શિંદેનું મુંબઈમાં અવસાન (1955)
તેમની પુત્રી પ્રતિભા પવારના લગ્ન રાજકારણી શરદ પવાર સાથે થયા છે

* દક્ષિણ કોરિયન અભિનેતા, ગાયક, મોડેલ, સર્જનાત્મક દિગ્દર્શક અને ઉદ્યોગપતિ લી મિન-હોનો જન્મ (1987)
બોયઝ ઓવર ફ્લાવર્સ (2009)માં ગુ જુન-પ્યો તરીકેની ભૂમિકાથી તેણે વિશ્વભરમાં વ્યાપક ખ્યાતિ મેળવી

* ભારતીય ક્રિકેટર (2 ટેસ્ટ રમનાર) વામન કુમારનો ચેન્નાઇમાં જન્મ (1935)
પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં 5 વિકેટ લેવાનો કીર્તિમાન તેમના નામ સાથે છે
તેઓ 41 વર્ષની ઉંમર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા અને સ્ટેટ બેન્કમાં નોકરી કરતા હતા 

* હિન્દી ફિલ્મ દિગ્દર્શક અને સ્ક્રીન રાઇટર શ્રીરામ રાઘવનનો મુંબઈમાં જન્મ (1963)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં એક હસીના થી, જોની ગદ્દર, અંધાધૂધ, બદલાપુર, એજન્ટ વિનોદ વગેરે છે

* આર્ય સમાજ અને આચાર્ય વિનોબા ભાવેના ભૂદાન ચળવળના અનુયાયી સામાજિક સુધારક અને રાજકીય કોંગ્રેસ કાર્યકર મોહર સિંહ રાઠોડનું દિલ્હી ખાતે અવસાન (1985)
તેમણે પર્દા, દહેજ, બાળ લગ્ન અને અસ્પૃશ્યતાને નિરુત્સાહિત કરવા જેવા સામાજિક સુધારાઓની હિમાયત કરી હતી

* હિન્દી ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને લેખક અનુભવ સિંહાનો પ્રયાગરાજ ખાતે જન્મ (1965)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં તુમ બિન, રા.વન, મુલ્ક, આર્ટિકલ 15, થપ્પડ, માટે જાણીતા છે 

* 20મી સદીના બૌદ્ધ ધર્મના મહાન કાર્યકર્તાઓમાંના એક બૌદ્ધ સાધુ, વિદ્વાન, પ્રવાસી અને પ્રસિદ્ધ લેખક ભદંત આનંદ કૌશલ્યાયનનું અવસાન (1988)

* બંગાળી સ્વતંત્રતા કાર્યકર્તા, ક્રાંતિકારી અને રાજકારણી ગણેશ ઘોષનો જન્મ (1900)
તેઓ 1952, 1957 અને 1962માં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બેલગાચિયાથી ભારતના કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓ કલકત્તા દક્ષિણ લોકસભા મતવિસ્તારમાંથી ઈ.સ.1967માં ચોથી લોકસભા માટે ચૂંટાયા હતા

* પદ્મશ્રીથી સન્માનિત હિન્દી સિનેમા અને ભારતીય થિયેટરમાં અમેરિકન વંશના ભારતીય અભિનેતા ટોમ અલ્ટર (થોમસ બીચ ઓલ્ટર)નો મસુરી ખાતે જન્મ (1950)

* મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા પ્રાણીઓ સાથે વ્યાવસાયિક ફિલ્મોના શૂટિંગમાં વિશેષતા ધરાવતા ફિલ્મ નિર્દેશક અને નિર્માતા રામા નારાયણનનું સિંગાપોર ખાતે અવસાન (2014)

* યુરોપને લોકશાહીની પ્રેરણા આપનાર ઈટાલિયન રાષ્ટ્રવાદી જોસેફ મેઝિનીનો જન્મ (1805)

* દક્ષિણ ભારતની પ્રાદેશિક ફિલ્મોના અભિનેત્રી દેવિયાનીનો મુંબઈમાં જન્મ (1974) 

* હિન્દી ટેલિવિઝન અભિનેતા કરણ વી ગ્રોવરનો મુંબઈમાં જન્મ (1982)
જે સાર્થીમાં અર્જુનના પાત્ર માટે, બહુ હમારી રજની કાંતમાં શાંતનુ કાંત અને કહાં હમ કહાં તુમમાં ડૉ. રોહિત સિપ્પી તરીકે પણ કામ કર્યું છે 

>>>> તમે જેટલા ઊંડા ઉતરો એટલું એ જ્ઞાન અવિશ્વસનીય બનતું જાય, કારણ કે એમાં તમને કામનું ન હોય તેવું પણ જ્ઞાન એકઠું થતું જાય. એ 'નકામું' જ્ઞાન વળતામાં જે કામનું જ્ઞાન હોય તેને પ્રભાવિત કરતું જાય. ગુજરાતીમાં કહેવત છે કે "બહુ ડાહ્યો બહુ ખરડાય," એ આ અર્થમાં છે.
આને કહે છે- બુદ્ધિનો ભાર. તમે જેટલા વધુ બુદ્ધિશાળી, એટલા તમે દરેક બાબતની તમામ જટિલતાઓથી વધુ સાવધાન. તેનાથી તમારામાં નકારાત્મકતા અથવા નિરાશાની વૃતિ વધે. જેટલું જ્ઞાન વધુ, એટલા સંદેહ વધુ. ઉત્ક્રાંતિના જનક ચાર્લ્સ ડાર્વિને લખ્યું હતું કે, "આત્મવિશ્વાસનો જન્મ જ્ઞાન કરતાં અજ્ઞાનમાંથી વધુ થાય છે."

સંકલન : વિજય ઠક્કર (આણંદ)