વડોદરા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ એરપોર્ટ ઓથોરીટીને મળ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઓથોરીટીને મેઇલ મળ્યા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે. ધમકીના પગલે સ્થાનિક પોલીસ સહિત અન્ય સુરક્ષાદળોના કાફલા ખડકી દેવામાં આવ્યા છે. CIFS અને પોલીસની ટીમો હાલ તપાસ કરી રહી છે. એરપોર્ટની અંદર અને બહાર તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન એક કારમાં શંકાસ્પદ ડિવાઇસ મળી આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.
ઈટાલી નજીક દરિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં દરિયામાં બે જહાજ ડૂબી ગયા, જેમાં ઓછામાં ઓછા 11 માઇગ્રન્ટ્સનાં મોત થયાં. હાલ 66 લોકો ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. તે જ સમયે, વેપારી જહાજે 12 લોકોને બચાવ્યા અને ઇટાલિયન કોસ્ટ ગાર્ડ જહાજના આગમન સુધી તેમની મદદ કરી.વેપારી જહાજે 12 લોકોને બચાવ્યા છે
રાજ્યની શાળાઓમાં વેકેશન પૂર્ણ થતાં જ સ્કૂલ વાન એસોસિએશનની હડતાળ શરુ થઇ છે જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગિરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે. એસોસિએશનની માગ છે કે જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.આજે સવારથી રાજ્યની 80 હજાર સ્કૂલવાનના પૈડા થંભી ગયા છે. RTO અને ટ્રાફિક પોલીસની સંયુકત ડ્રાઇવમાં નિયમોનો ભંગ કરનાર સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલ વર્ધીના વાહનોના ફાયર સેફ્ટી, પાસીંગ, ફિટનેસ સર્ટિફિકેટ સહિત ચેક કરવામાં આવશે.
દેશમાં આજે પણ ટ્રેનો મોડી પડવાની પ્રક્રિયા ચાલુ છે. જેના કારણે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થાય છે. ભારતના રેલ્વે મંત્રાલયના નિયમો અનુસાર, હવે તે લોકોને રિફંડ આપવામાં આવશે જેમને ટ્રેનને કારણે અસુવિધાનો સામનો કરવો પડે છે. જણાવી દઇએ કે, ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા કરોડો લોકો માટે મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. આ ચુકાદા મુજબ જો હવે ટ્રેન મોડી થશે તો રેલ વિભાગે જવાબદારી લેવી જ પડશે. જણાવી દઇએ કે, કોલકાતા – અમદાવાદ એકસપ્રેસ નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચી હોવાનો મામલો આયોગ પહોંચ્યો હતો. આ ટ્રેન મોડી થતાં અરજદારને શારીરિક અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. જેના પર હવે આયોગે અરજદારની તરફેણમાં ચુકાદો આપી રેલ વિભાગને આદેશ કર્યો છે.
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર આવેલી ખાનગી મોદી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આજે સવારે ઈલેક્ટ્રીક વાયરીંગમાં સોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી.જેથી ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.શાળા સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા, જયારે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ બુજાવી દેતાં સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.
રાજકોટ નજીક સોરઠ હોટલ પાસે ચાલતા દૂધ ચોરીના કૌભાંડનો રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. 6 આરોપી પકડાયા છે. આરોપીઓ 10 હજાર લીટરના ટેન્કરમાંથી 500 લીટર દૂધ કાઢી, 500 લીટર પાણી ઉમેરી દેતા હતા. દરરોજ સુરેન્દ્રનગરથી જૂનાગઢ ડેરીમાં દૂધની સપ્લાય થતી હતી. પોલીસે 24.43 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ના સાણંદમાંથી સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સગા પુત્રએ જ પોતાની માતાને સળગાવી દીધી હોવાનો બનાવ બન્યો છે. પુત્ર અને કૌટુંબિક ભાઈએ ભેગાં મળીને માતાને જીવતા સળગાવી દીધી હોવાનું સામે આવતા ચકચાર મચી છે. જણાવી દઈએ કે,હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
TET અને TAT પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. પરંતુ આ માંગ ન સંતોષાતા આજે ગાંધીનગરમાં TET અને TAT પાસ ઉમેદવારોએ કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યુ છે.જો કે આ વિરોધ પ્રદર્શનને પગલે પોલીસતંત્ર પહેલેથીજ સતર્ક થઇ ગયુ હતું.. અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી હતી... ગાંધીનગર સચિવાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. .આ દરમ્યાન પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની ટિંગાટોળી કરી તેમની અટકાય કરી હતી.
સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે સિક્કિમમાં સ્થિતિ વણસી ગઈ છે. ઉત્તર સિક્કિમ તબાહ થઈ ગયું છે. 2000 પ્રવાસીઓ હજુ પણ અહીં ફસાયેલા છે. સતત વરસાદને કારણે મંગનથી લાચુંગ સુધી ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે માર્ગ પરિવહનને ખરાબ અસર થઈ છે. સિક્કિમ પ્રશાસન દ્વારા પ્રવાસીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. હેલિકોપ્ટર પણ પ્રવાસીઓને બચાવવા માટે તૈયાર છે, પરંતુ ખરાબ હવામાનને કારણે એરલિફ્ટ શક્ય નથી.
સુરતના સિંગણપોર પોલીસનો એક અનોખો પ્રયાસ સામે આવ્યો છે.રાત્રીના સમયે રોડ પર અકસ્માતો બનતા રોકવા માટે પોલીસે પ્રયાસ કર્યા છે.રાત્રીના સમયે રોડ પર સુતા લોકોને ચેતવણી આપી હતી.તેમજ પોલીસના PIએ લોકોને સેલ્ટર હોમ્સ અથવા ક્યાંક સલામત જગ્યા પર સુઈ રહેવાનું જણાવ્યું હતું.તેમજ કન્ટ્રક્સન સાઈડ પર કામદારોને સુવાની સગવડ કરવાની હાકલ કરી હતી.