AnandToday
AnandToday
Monday, 17 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 18 જૂન : 18 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનો આજે બલિદાન દિવસ

'મૈં મેરી ઝાંસી નહીં દુંગી'ના લલકાર સાથે રાણી લક્ષ્મીબાઈએ નાનકડા પુત્રને છેક સુધી સાથે રાખીને અંગ્રેજો સામે લડત આપી, અંગ્રેજ સેના વિરુદ્ધ લડતાં લડતાં તેમણે અંતિમ શ્વાસ લીધા (1858)
એ ઉત્તર ભારતમાં મરાઠા રજવાડાના ઝાંસી રાજ્યના ભારતીય રાણી હતા, જે હાલમાં ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં છે.

* ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક સુધારણાનાં ચળવળનાં નેતા દાદા ધર્માધિકારી (શંકર ત્રિમ્બક)નો મધ્યપ્રદેશમાં જન્મ (1899)
હિંદી સાહિત્યમાં તેમનાં મૂલ્યવાન યોગદાન બદલ તેમને રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિનો ‘ગાંધી એવોર્ડ’ મળ્યો હતો

* ભારતના ક્રિકેટ ખેલાડી (11 ટેસ્ટ રમનાર) મુસ્તાક અલીનો મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે જન્મ (1987)

* ભારતીય માળખાકીય જીવવિજ્ઞાની, બાયોફિઝિસિસ્ટ અને બાયોફિઝિક્સ વિભાગના પ્રોફેસર સુજાતા શર્માનો જન્મ (1970)

* ઇંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (64 ટેસ્ટ, 112 વનડે અને 49 ટી-20 રમનાર) મોઇન અલીનો જન્મ (1987)
તે પોતની ખાસ લાંબી દાઢી માટે અને તેમના પરિવારના વડીલો પીઓકેના રહેવાસી છે 

* યુટ્યુબ પર ખુબ લોકપ્રિય મલયાલી ગાયક અને અંગ્રેજી સાહિત્યના મહિલા પ્રોફેસર લલ્લુ અનુપનો કેરળ રાજ્યમાં જન્મ (1987)

* આંધ્ર પ્રદેશના સૌથી યુવા સાંસદ (2019) અને ટીચર ગોડેતી માધવીનો જન્મ (1992)

* આધુનિક હિન્દી ભાષામાં લોકપ્રિય નવલકથાકારોની પ્રથમ પેઢીના લેખક દેવકી નંદન ખત્રીનો જન્મ (1861)

* ભારતીય ચિત્રકાર સુનયની દેવીનો પશ્ચિમ બંગાળમાં કુલીન ટાગોર પરિવારમાં કલકત્તામાં જન્મ (1875)

* ચંપારણ સત્યાગ્રહમાં સહભાગી રાષ્ટ્રવાદી રાજનેતા અનુગ્રહ નારાયણ સિંહા (બિહાર વિભૂતિ)નો ઔરંગાબાદ ખાતે જન્મ (1887)

* ભારતના બંધારણ સભાના સભ્ય તરીકે સેવા આપનાર સ્વતંત્રતા સેનાની અને રાજકારણી પી. કક્કનનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1908)

* રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાંચમા સરસંઘચાલક કુપ્પહલ્લી સીતારામૈયા સુદર્શનનો જન્મ (1931)

* હિન્દી સિનેમાના પ્રખર ભારતીય ફિલ્મ અભિનેતા જાનકીદાસ (મેહરા)નું અવસાન (2003)
તેઓ સાઇકલ સવાર, પ્રોડક્સન ડિઝાઇનર અને લેખક પણ હતા

* બાંગ્લાદેશમાં જન્મ અને મૈહર ઘરાનાના ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર તથા સરોદ વગાડવામાં તેમની સદ્ગુણીતા માટે જાણીતા અલી અકબર ખાનનું અમેરિકામાં અવસાન (2009)

* હિન્દી ફિલ્મોના બ્યુટી ક્વિન અને ભારતીય સિનેમાના પ્રથમ મહિલા સુપરસ્ટાર અભિનેત્રી નસીમ બાનુ (બાનો)નું મુંબઈમાં અવસાન (2002)
તેમના દીકરી સાયરા બાનુ લોકપ્રિય અભિનેત્રી હતા 

* આસામી લોક સંગીત, ભારતીય શાસ્ત્રીય સંગીત, ગઝલ અને આસામની ભજન ગાયિકાઓમાંની એક જાણીતી અને સૌથી પ્રતિષ્ઠિત ગાયિકા બ્યુટી શર્મા બરુઆનો જન્મ (1951)

* તમિલ ફિલ્મ અને ટીવી અભિનેત્રી અંસીબા હસનનો કેરાલા રાજ્યમાં જન્મ (1992)

* ભારતીય અભિનેત્રી અને મોડલ અવંતિકા મોહનનો દુબઇ ખાતે જન્મ (1990)

* ગોવાના ક્રાંતિ દિવસ *

*આજે ગાયત્રી જયંતિ*
ડૉ.રામ મનોહર લોહિયાએ ગોવાના લોકોને પોર્ટુગીઝો સામે અવાજ ઉઠાવવા પ્રેરણા આપી. 18 જૂન, 1946નાં રોજ થયેલ આ ક્રાંતિ આઝાદીની લડતને વધુ મજબૂત અને 19 ડિસેમ્બર 1961ના રોજ, ભારતીય સેનાએ અહીં હુમલો કર્યો અને આ પ્રદેશને પોર્ટુગીઝ આધિપત્યથી મુક્ત કર્યો 

>>>> સારી રીતે વિચારવું હોય, તો સારી રીતે લખવું. જે સ્પષ્ટ રીતે લખે છે તે સ્પષ્ટ રીતે વિચારે છે. જે અસ્પષ્ટ લખે છે તે અસ્પષ્ટ વિચારે છે. જેટલું વધુ લખો, વિચારોની ત્રુટીઓ એટલી વધુ નજરમાં આવે. જેટલું વધુ વાંચો, લખાણની ખામીઓ એટલી વધુ સમજમાં આવે. બહુ વિચારો આવતા હોય, તો લખવું. બહુ ઓછા વિચારો આવતા હોય, તો વાંચવું. મગજ ખાલી કરવું હોય, તો લખવું. મગજ ભરવું હોય, તો વાંચવું. સારી રીતે લખવું હોય, તો સારી રીતે વિચારવું. લેખન કાગળ પર થતી વિચારક્રિયા છે. વાંચન મગજ પર નોંધાતુ લખાણ છે. વાંચન શ્વસનક્રિયા છે. લેખન ઉશ્વાસ છે. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)