AnandToday
AnandToday
Sunday, 16 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 17 જૂન : 17 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી લિએન્ડર પેસનો આજે જન્મદિવસ

પદ્મ ભૂષણ, પદ્મશ્રી, અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત ભારતીય ટેનિસ જગત સાથે વિશ્વ ટેનિસમાં આગવી ઓળખ ઉભી કરનાર લિયેન્ડર પેસનો કોલકાતામાં જન્મ (1973)
તેમણે જુનિયર વિમ્બલ્ડન 1990માં જીતીને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો
મહેશ ભૂપતિ સાથે જોડી બનાવીને લિયેન્ડર પેસે ભારતના ટેનિસ ઈતિહાસમાં અનેક વિક્રમો કાયમ કર્યા અને ભારતે ડબલ્સમાં અનેક સિદ્ધિઓ મેળવી છે

* સિંગલ્સ અને ડબલ્સમાં ભૂતપૂર્વ વિશ્વ નંબર 1 અમેરિકન વ્યાવસાયિક ટેનિસ ખેલાડી વિનસ વિલિયમ્સ (વિનસ એબોની સ્ટાર વિલિયમ્સ)નો જન્મ (1980)
વિનસે પાંચ વિમ્બલ્ડનમાં અને બે યુએસ ઓપનમાં સાત ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે
તેણીને ટેનિસના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંની એક તરીકે વ્યાપકપણે ગણવામાં આવે છે

* પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સિંધ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપનાર પારસી વંશના પાકિસ્તાની ન્યાયશાસ્ત્રી અને ધારાશાસ્ત્રી જસ્ટિસ દોરાબ ફ્રેમરોઝ પટેલનો ભારતમાં મુંબઈ ખાતે જન્મ (1924)
*
* પૂર્વ સાંસદ (2014-19) અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે (2019થી) સેવા આપતા ઉત્તરાખંડના ભારતીય જનતા પાર્ટીના સભ્ય ભગતસિંહ કોશ્યરીનો જન્મ (1942)

* આસામી સાંસ્કૃતિક પ્રતિક તરીકે ગણવામાં આવતા જાણીતા ભારતીય નાટ્યકાર, ગીતકાર, કવિ, લેખક અને ફિલ્મ નિર્માતા જ્યોતિ પ્રસાદ અગ્રવાલનો જન્મ (1903)
તેમની રચનાત્મક દ્રષ્ટિ અને આઉટપુટ માટે ખૂબ જ આદરણીય હતા અને લોકપ્રિય રીતે આસામી સંસ્કૃતિના રૂપકોનવર તરીકે ઓળખાય છે

* અમદાવાદથી લોકસભા સાંસદ (2009થી) કિરીટભાઈ સોલંકીનો પાટણ જિલ્લામાં જન્મ (1950)

* બૉલીવુડ ફિલ્મોના ગાયિકા, સંગીતકાર અને ગીતકાર સોના મહાપાત્રાનો ઓડિશામાં કટક ખાતે જન્મ (1976)

* પંજાબના પટિયાલા ખાતે જન્મ અને ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ રમનાર) યાદવેન્દ્રસિંગનું અવસાન (1974)

* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા સંગીતકાર ડીજે ફૂંકન તરીકે લોકપ્રિય ધ્રુબજ્યોતિ ફુકનનો આસામ રાજ્યમાં જન્મ (1964)

*:ચિત્રોમાં આશ્ચર્ય સર્જનાર મહાન કલાકાર મોરિટ્સ કાર્નોલિસ એશરનો નેધરલેન્ડમાં જન્મ (1898)
એક જ આકારને એક સાથે અનેકવિધ દ્રષ્ટિકોણથી રજૂ કરવાની એમની રીત આગવી હતી. 'સ્કાય એન્ડ વોટર' તેમજ ‘ડ્રોઈંગ હેન્ડ્સ’ એમના સુપ્રસિદ્ધ સર્જન છે. પોતાના ચિત્રસર્જનમાં રહેલ ગણિતને ધ્યાનમાં રાખીને એમણે પોતાને ખેફિયત દર્શાવતું લખાણ તૈયાર કરેલું. જેમાં ગણિત દ્વારા આર્ટવર્કના સિદ્ધાંતો એમણે દર્શાવ્યા છે. શબ્દોથી નહીં, માત્ર જોવાથી સમજી શકાય એવી અજબ અષ્ટપટી ભ્રામક કૃતિઓને સર્જન વડે એ એટલા વિશ્વવિખ્યાત બન્યા હતાં

* આઈપીલના ક્રિકેટ ખેલાડી અસદ પઠાણ (અસદુલ્લા ખાન પઠાણ)નો ગુજરાતના અંકલેશ્વર ખાતે જન્મ (1984)

* બોલિવૂડ અભિનેત્રી, ટીવી પ્રસ્તુતકર્તા અને મોડેલ લિસા હેડનનો ચેન્નાઇ ખાતે જન્મ (1986)

>>>> જીવન સરળ નથી. જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. દરેક વ્યક્તિ માનસિક, શારીરિક, ભાવનાત્મક, આર્થિક, સામાજિક કે પારિવારિક ઉતાર-ચઢાવમાંથી પસાર થતી રહે છે. સામાન્ય લોકો સહજ તેમાંથી પસાર થઈ જાય છે, જ્યારે પ્રતિભાસંપન્ન લોકોની સંવેદના એટલી તીવ્ર હોય છે કે સામાન્ય બાબતો પણ તેમની પર ગહેરી અસર છોડે છે. એ પીડાને રિલીઝ કરવા માટે તેઓ કળાનો સહારો લે છે. એ જો એને વ્યક્ત ન કરે, તો તેમની પીડા વધી જાય છે. તેમના માટે કળા એક થેરાપી બની જાય છે, અને જ્યારે એ કલા સાર્વજનિક થાય છે, ત્યારે આપણા જેવા સામાન્ય લોકોને એ સર્જનમાં આપણી પીડાનું પ્રતિબિંબ દેખાય છે. પીડાના કારણે જીવનને જોવાની આપણી દ્રષ્ટિ બદલાઈ જાય છે અને એટલે જ એ એવી કલાનું સર્જન કરે છે, જે સામાન્ય લોકોના વશની વાત નથી હોતી. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)