AnandToday
AnandToday
Saturday, 15 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 16 જૂન : 16 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

દમદાર અભિનયથી સિનેમા જગતમાં એક અલગ ઓળખ બનાવનાર મિથુન ચક્રવર્તીનો આજે જન્મદિવસ

હિન્દી ફિલ્મ અભિનેતા, નિર્માતા, સામાજિક કાર્યકર, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા મિથુન ચક્રવર્તીનો બાંગ્લાદેશમાં જન્મ (1950)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં પ્યાર ઝૂકતા નહીં, ડિસ્કો ડાન્સર, ડાન્સ ડાન્સ, સુરક્ષા, બોક્સર, ચાંડાલ, પ્રેમ પ્રતિજ્ઞા, ધ ડોન, જલાદ વગેરે છે 
પ્રથમ ફિલ્મ 'મૃગયા' સાથે ત્રણ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યા છે 

* ફિઝિયોલોજી અને મેડીસીનનું નોબેલ પ્રાઈઝ જીતનાર અને જીન ગતિશીલ બનીને જુદાં જ લક્ષણો પણ કેળવી શકે છે તેવી શોધ કરનાર મહિલા વિજ્ઞાની બાર્બરા મેકકલીન્ટોકનો અમેરિકામાં જન્મ (1902)
માણસ, પ્રાણી અને વનસ્પતિની વારસાગત ઉત્પત્તિ કોષોમાં ચોક્કસ પ્રકારના જીન ઉપર આધારિત છે
બેક્ટેરિયા અને વાઇરસ દવા સામે પ્રતિકાર કેળવીને રોગને અસાધ્ય કરી નાખે છે તેવી સમજ બાર્બરાના સંશોધનો બાદ થઈ

* રાજસ્થાનની પરંપરાગત લઘુચિત્ર કલા સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ભારતીય કલાકાર ગોપાલ પ્રસાદ શર્માનો જન્મ (1964)
લઘુચિત્ર કાર્યમાં સૌથી મોટો રામ દરબાર બનાવવા બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા શિલ્પ ગુરુ એવોર્ડ 2018માં મળ્યો છે

* હિન્દી ફિલ્મ અને ટીવી નિર્દેશક, નિર્માતા અને લેખક ઇમ્તિયાઝ અલીનો બિહારના જમશેદપુર ખાતે જન્મ (1971)
નિર્દેશક તરીકે જબ વી મેટ, રોકસ્ટાર, લવ આજ કલ, હાઇવે, તમાશા વગેરે ફિલ્મો નોંધપાત્ર રહી

* બે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત બંગાળી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં ગાયક અને સંગીત દિગ્દર્શક હેમંતકુમાર (હેમંત મુખર્જી)નો વારાણસીમાં જન્મ (1920)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી, મોડેલ અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા ગેહાના વસિષ્ઠ (વંદના તિવારી)નો છટ્ટીસગઢ રાજ્યમાં જન્મ (1987)
તેમણે 80 જેટલી જાહેરાતમાં કામ કર્યું છે 

* ભારતીય નૃત્યાંગના અને અભિનેત્રી કુમારી કમલાનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1934)
તેમના પ્રથમ લગ્ન કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણ સાથે થયા હતા

* ગુડગાંવ સ્થિત ઇન્ક્યુબેટર, હડલના સ્થાપક અને ભારતમાં સૌથી વધુ વેચાતા લેખક તરીકે જાણીતા સાનિલ સાચરનો દિલ્હીમાં જન્મ (1992)

* પ્રો કબડ્ડી લીગમાં 500, 700 અને 800 રેઈડ પોઈન્ટ બનાવનાર તે પ્રથમ ખેલાડી રાહુલ ચૌધરીનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1993)
તે સાઉથ એશિયન ગેમ્સ-2016 માં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય રાષ્ટ્રીય કબડ્ડી ટીમનો સભ્ય હતા

* સૂફી પરંપરાના લેખક અને શિક્ષક ઇદ્રીસ શાહ, કે જેમણે મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતા પર પુસ્તકો લખ્યાનો સિમલામાં જન્મ (1924)

* હિન્દી ફિલ્મ સંગીત નિર્દેશક, ગાયક અને ગીતકાર અમાલ મલ્લિકનો મુંબઈમાં જન્મ (1991)

* મરાઠી પ્લેબેક ગાયક અને અભિનેત્રી આર્યા અંબેકરનો નાગપુરમાં જન્મ (1994)

* કન્નડ, તેલુગુ અને બંગાળી ફિલ્મ અભિનેત્રી અને કેરળની મોડલ ગાયત્રી ઐયરનો જન્મ (1990)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા વ્રજેશ હિરજીનો લંડન ખાતે જન્મ (1971)

* સોવિયેત અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશ્કોવા અવકાશમાં મુસાફરી કરનારા પ્રથમ મહિલા બન્યા (1963)

>>>> ડિપ્રેસનનો એક મોટો સોર્સ સતત પોતાના પર જ ફોકસ કરવાની વૃત્તિ છે. પોતાના દેખાવ, પોતાની પસંદ-નાપસંદ, પોતાનું દુઃખ-સુખ, પોતાની વાતો-વિચારો અને તેમ કરતા રહેવું એ બીમારીની નિશાની છે. દુનિયા મારી આસપાસ ફરે છે અને સૌને મારામાં રસ છે તેવું માનવાથી સારું તો લાગે, પણ એ હકીકત ન હોવાથી ડિપ્રેસન અને ઍંગ્ઝાયટિ લાવે છે. આપણે આપણી સારી-ખોટી બંને બાબતો પર નિષ્પક્ષ રીતે ધ્યાન આપીએ તે ફાયદાકારક નીવડે, પરંતુ પોતાને જ વાગોળ્યા કરવું હાનિકારક સાબિત થાય છે. આત્મરતિ અને આત્મજાગૃતિમાં ફરક છે. આત્મરતિમાં હું કેટલો મહત્વનો છું તેની ચિંતા હોય છે. તેમાં જાતને પંપાળવાનો સ્વાર્થ હોય છે. આત્મજાગૃતિમાં હું કેટલો નગણ્ય છું તેનો સ્વીકાર હોય છે. તેમાં જાતને સમૃદ્ધ બનાવવાનો ઉદેશ્ય હોય છે. આત્મજાગૃતિ જાતને તટસ્થ રીતે સમજવાની કોશિશ છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)