પદ્મવિભૂષણથી સન્માનિત વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલરમિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડનાં ચેરમેન અને ચીફ એકઝક્યુટિવ ઓફિસર (હાલ યુકે નિવાસી) લક્ષ્મી નારાયણ મિત્તલનો રાજસ્થાનમાં જન્મ (1950)
મિત્તલે ઈન્ડોનેશિયાનાં પૂર્વ જાવા, સિદોર્જામાં પીટી ઈસ્પાત ઈન્ડોની પોતાની પ્રથમ સ્ટીલ ફેક્ટરી ઈ.સ.1976માં સ્થાપી હતી.ફોર્બ્સે 2005માં મિત્તલને વિશ્વનાં ત્રીજા ક્રમનાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન આપ્યું હતું, જેનાં કારણે વિશ્વનાં સૌથી ધનિક લોકોની પ્રકાશનની વાર્ષિક સૂચિમાં તે ટોપ ટેનમાં સ્થાન મેળવનાર પ્રથમ નાગરિક બન્યાં હતાં
* ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ તરીકે 2012થી અને 2013થી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના પ્રમુખ તરીકે સેવા આપી રહેલ શી જિનપિંગનો બેજીંગ ખાતે જન્મ (1953)
*
* ઇટાલિયન ઉમદા મહિલા અને ફ્લોરેન્સ અને ટસ્કનીના ઘેરાર્ડિની પરિવારની સભ્ય મોના લિસા (લિસા ડેલ જિયોકોન્ડો)નો ઇટાલીમાં જન્મ (1479)
તેણીનું તેના પતિ ઇટાલિયન લિયોનાર્ડો દા વિન્સી દ્વારા દોરવામાં આવેલ પોટ્રેટને મોના લિસા નામ આપવામાં આવ્યું હતું
* પદ્મશ્રી, પદ્મ ભૂષણ એવોર્ડ, ઈન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર એવોર્ડ, કૃષિ ભૂષણ એવોર્ડથી સન્માનિત સામાજિક કાર્યકર - ખેડૂત અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદો ‘લોકપાલ બિલ-2011’ માટે આંદોલન ચલાવનાર અન્ના (કિસાન બાબુરાવ) હઝારેનો મહારાષ્ટ્રનાં એહમદનગર નજીક ભીંગરમાં જન્મ (1937)
*
* ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ (1967-73) રહેલ મહાત્મા ગાંધીના મહાન સમર્થક અને લેખક શ્રીમન નારાયણનો જન્મ (1912)
*
* ભારતના બંધારણની મૂળ આખરી હસ્તપ્રતમાં સંપૂર્ણ પ્રસ્તાવના-પાના સહિત તેમના ચિત્રો માટે જાણીતા કલાકાર વ્યોહાર રામમનોહર સિંહાનો જબલપુર ખાતે જન્મ (1929)
*
* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય શિલ્પકાર, ચિત્રકાર અને લલિત કલા અકાદમીના સ્થાપક અધ્યક્ષ દેબી પ્રસાદ રોય ચૌધરીનો બાંગ્લાદેશમાં જન્મ (1899)
તેઓ તેમના બ્રોન્ઝ શિલ્પો માટે જાણીતા હતા, જેમાં ટ્રાયમ્ફ ઓફ લેબર અને શહીદ સ્મારકનો સમાવેશ થાય છે
* ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ રહેલ જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજાનો જન્મ (1899)
ભારતીય સેનાના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને ફિલ્ડ માર્શલ કે.એમ. કરિયપ્પા હતા
* પારુમાલા થિરુમેની તરીકે જાણીતા સંત ગીવર્ગીસ માર ગ્રેગોરિયોસનો કેરળ રાજ્યમાંજન્મ (1848)
તેઓ 10 વર્ષની ઉંમરે ડેકોન, 18 વર્ષની ઉંમરે પાદરી અને 28 વર્ષની ઉંમરે બિશપ હતા
* ભારતીય હિન્દી ફિલ્મોમાં લોકપ્રિય અભિનેત્રી અને પાર્શ્વ ગાયિકા સુરૈયા (જમાલ શેખ)નો પાકિસ્તાનમાં જન્મ (1929)
તેમની ફિલ્મ ‘મિર્ઝા ગાલિબ’ (1954) ‘રાષ્ટ્રપતિનાં સુવર્ણચંદ્રક’ અને બીજો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો
સુરૈયાને સ્ક્રીન લાઇફટાઇમ એચિવમેન્ટ ઍવોર્ડથી 1996માં નવાજવામાં આવ્યા હતાં
* ભારતીય ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ રમનાર) કેકી ખુર્શેદજી તારાપોરનું પુના ખાતે અવસાન (1986)
*
* પાકિસ્તાનમાં જન્મેલ બહુપ્રતિભાશાળી ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, લેખક, ગાયક, ગીતકાર અને વિતરક જોગીન્દર શેલીનું મુંબઈમાં અવસાન (2009)
*
* ભારતીય બ્રિટિશ વિરોધી બંગાળી ક્રાંતિકારી અને આંતરરાષ્ટ્રીયવાદી વિદ્વાન તારકનાથ દાસનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1884)
*
* મલયાલમ સાહિત્યના ભારતીય કવિ અને ઇતિહાસકાર ઉલ્લૂર (ઉલ્લૂર એસ. પરમેશ્વર ઐયર)નું અવસાન (1949)
તેઓ કુમારન આસન અને વલાથોલ નારાયણ મેનન સાથે તેઓ કેરળના આધુનિક ત્રિપુટી કવિઓમાંના એક હતા
* ધ્રુપદ પરંપરા સાથે જોડાયેલા ભારતીય શાસ્ત્રીય ગાયક ઝિયા ફરીદુદ્દીન ડાગરનો ઉદેપુરમાં જન્મ (1932)
*
* મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડથી સન્માનિત ભારતમાં ટોચની ક્રમાંકિત મહિલા ટેબલ ટેનિસ ખેલાડી અને અને વિશ્વમાં 50માં મનિકા બત્રાનો જન્મ (1995)
*
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી પલ્લવી કુલકર્ણીનો જન્મ (1982)
*
* ક્રિકેટની મહત્વની ભૂમિકા સાથે આમિર ખાનની લગાન ફિલ્મ રજૂ થઇ (2001)
*
>>>> સેલ્ફ-ડિસિપ્લિન અથવા આત્મસંયમ અઘરો હોય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે મનને એવું લાગે છે કે એમાં તકલીફ પડશે, મહેનત કરવી પડશે અથવા સ્ટ્રેસ આવશે. મનને તેમાં નિષ્ફળ જવાનો ડર હોય છે અને આત્મવિશ્વાસનો પણ અભાવ હોય છે. કશું કરવા માટેનાં કારણોની સરખામણીમાં, તેને નહીં કરવા માટેનાં કારણો વધી જાય ત્યારે સેલ્ફ-ડિસિપ્લિન અઘરું બની જાય. આપણા સબ્જેકટિવ થિન્કિંગમાંથી છુટવાનો એક રસ્તો છે: ગુણદોષ જોતા થાવ. સવાલો અને સંદેહ કરો: હું જે વિચારું છું તે સાચું છે? કે પછી હું મારી માન્યતાઓમાં લાગણીઓથી બંધાયેલો છું? "હું ખોટો હોઈ શકું," એવો સ્વીકાર તટસ્થ રીતે વિચારવાનું પહેલું પગલું છે. "પૂછતો નર પંડિત"નો અર્થ એ જ છે; જે સતત પૂછતો રહે છે તે જ્ઞાની નહીં, જિજ્ઞાસુ બને છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)