AnandToday
AnandToday
Friday, 14 Jun 2024 00:00 am
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 14 જૂન : 14 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે વિશ્વ રક્તદાતા દિવસ 

દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાન દિવસ મનાવવામાં આવે છે. રક્તદાન એ એક પીડારહિત કાર્ય છે જે કોઈ જરૂરિયાતમંદનો જીવ બચાવી શકે છે
બ્લડ ડોનર ડેની સૌપ્રથમ શરૂઆત મે 2005માં 58મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં કરવામાં આવી હતી. વર્લ્ડ બ્લડ ડોનર ડેને કાર્લ લેન્ડસ્ટેઇનરની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેમનો જન્મ 14 જૂન 1868ના રોજ થયો હતો. કાર્લ લેન્ડસ્ટેઇનરના જન્મદિવસની ઉજવણી માટે 14 જૂનના રોજ આયોજિત વાર્ષિક કાર્યક્રમ તરીકે વિશ્વ રક્તદાન દિવસને ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
*
જર્મનીના ભૂતપૂર્વ વ્યાવસાયિક ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફ (સ્ટેફની મારિયા)નો જન્મ (1969)
તેણીએ રેકોર્ડ 377 અઠવાડિયા માટે વિશ્વમાં નંબર 1 નું સ્થાન મેળવ્યું હતું અને 22 મોટા સિંગલ્સ ટાઇટલ જીત્યા, જે 1968માં ઓપન એરા શરૂ થયા પછી બીજા સૌથી વધુ અને સર્વકાલીન ત્રીજા ક્રમે છે

* અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ (2017-21) ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ (1946)

* પદ્મ વિભૂષણથી સન્માનિત પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (1996-2001) અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ એમ. એસ. ગિલ નો જન્મ (1936)

* ભારતના સૌથી મોટા સમૂહમાંના એક આદિત્ય બિરલા જૂથના અધ્યક્ષ અને ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાનો કોલકાતા ખાતે જન્મ (1967)

* મુંબઈમાં રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે (સ્વરાજ શ્રીકાંત ઠાકરે)નો મુંબઈમાં જન્મ (1968)

* બ્લ્ડગૃપનાં શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરનો ઓસ્ટ્રિયાના વિયેનામાં જન્મ (1929)
લોહીમાં એગ્લુટીનાઈન્સ નામનું દ્રવ્ય જુદી જુદી વ્યક્તિઓનાં લોહીને અલગ પ્રકારનું બનાવે છે. લેન્ડસ્ટેઇનરે આ દ્રવ્ય શોધીને બ્લડનાં એ, બી અને એબી એવાં ગ્રુપ બનાવ્યા, જે શોધને કારણે રક્તદાન કરવાનું શક્ય બન્યું

* ભવાઈ સ્વરૂપના વિદ્વાન ગુજરાતી નાટ્યકાર, નાટ્ય અભિનેતા અને નાટ્ય શિક્ષક જનક હરિલાલ દવેનો ભાવનગર ખાતે જન્મ (૧૯૩૦) 

* બોલિવૂડ ફિલ્મો માટે સંગીતકાર, ગિટાર વાદક, ગાયક પ્રિતમ (ચક્રવર્તી)નો કોલકાતા ખાતે જન્મ (1971)

* ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મોમાં અભિનેતા, પટકથા લેખક અને નિર્માતા ભારત ભૂષણનો મેરઠમાં જન્મ (1920)

* ઈન્ડી-પોપ અને બૉલીવુડ ફિલ્મોના પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલનો દેહરાદૂન ખાતે જન્મ (1989)

* મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022માં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય એમેચ્યોર બોક્સર નિખત ઝરીનનો તેલંગણાં રાજ્યમાં જન્મ (1996)

* અમેરિકામાં ગુલામી પ્રથાને નાબૂદ કરવામાં મહત્વનો ભાગ ભજવનારી નવલકથા ‘અંકલ ટોમ્સ કેબિન’નાં લેખિકા હેરિએટ બીચર સ્ટોવનો અમેરિકામાં જન્મ (1811)

* હિન્દી અને બાઁગ્લા ફિલ્મ અભિનેત્રી, ટેલિવિઝન, મનોરંજન નિર્માતા, ટીવી ટોક શો હોસ્ટ અને સાંસદ કિરણ અનુપમ ખેરનો પંજાબમાં જન્મ (1955)

* બેંગલુરુ અને ભારતીય રાષ્ટ્રીય ટીમ બંને માટે ફોરવર્ડ તરીકે રમતા ભારતીય વ્યાવસાયિક ફૂટબોલર ઉદંતા સિંઘનો મણિપુર રાજ્યમાં જન્મ (1996)

* નિર્માતા, મૉડલ અને બૉલીવુડ ફિલ્મોમાં અભિનેતા તરુણ અરોરાનો આસામ રાજ્યમાં જન્મ (1979)

* ભારતીય - કેનેડિયન અભિનેતા અને ગાયક સરબજિત ચીમાનો જલંધર ખાતે જન્મ (1968)

* સૂફી, ઉર્દૂ કવિ અને બ્રિટિશ ભારતમાં સુધારક અહેમદ રઝા ખાન બરેલવીનો જન્મ (1856)

* મોડલ અને તમિલ અને તેલુગુ સિનેમામાં ફિલ્મ અભિનેત્રી બિંદુ માધવીનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1986)

* મરાઠી ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ ચાંદેકરનો પુના ખાતે જન્મ (1991)


>>>> ખુદના કે બીજાના, પૂર્વગ્રહો તોડવા અઘરા હોય છે. કારણ કે માણસનું મન નવી જાણકારી અનુસાર માન્યતાઓને બદલવાને બદલે જૂની માન્યતાઓને અનુરૂપ નવી જાણકારી મેળવે છે. તેને એસિમિલેશન -આત્મસાતની પ્રોસેસ કહે છે. આપણે એ જ નવી જાણકારી આત્મસાત કરીએ છીએ, જે આપણામાં પહેલેથી મોજુદ સમજણ અથવા અનુભવમાં ફિટ થતી હોય. આપણને કોઈ નવી વાત, વિચાર કે માહિતી મળે, તો આપણે તેને આપણે જે જાણીએ છીએ તેમાં ફિલ્ટર કરીએ છીએ. એટલા માટે, કોઈ વ્યક્તિને દુનિયા ક્રૂર લાગતી હોય, તો તે ક્રુરતાનાં ઉદાહરણો જ એકઠાં કરશે, અને જેને દુનિયા ભલી નજર આવતી હશે, તે ભલાઈના પૂરાવા આપશે. ધાર્મિક અને રાજકીય વિચારધારાઓમાં એટલા માટે જ પૂર્વગ્રહો એકદમ સજ્જડ હોય છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)