AnandToday
AnandToday
Monday, 10 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટ હોસ્પિટલમાં કાન-નાક-ગળા તથા હેડ એન્ડ નેક સર્જરી વિભાગ દ્વારા તમામ રોગોના ઓપરેશનની નિ:શુલ્ક સેવા ઉપલબ્ધ

આણંદ ટુડે | ચાંગા
ચાંગાસ્થિત વિખ્યાત મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના-PMJAY અને મુખ્યમંત્રી અમૃતમ યોજના (કાર્ડ) અંતર્ગત  કાન-નાક-ગળા તથા હેડ એન્ડ નેક સર્જરી વિભાગ દ્વારા તમામ રોગોના નિદાન અને ઓપરેશનની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. 
ઈ એન્ડ ટી અને હેડ એન્ડ નેક વિભાગના નિષ્ણાત સર્જન ડો. કૃતિકા સોનવણે દ્વારા તાજેતરમાં 4 ઓપરેશન સફળતાપૂર્વક  કરવામાં આવ્યા હતા.  થાઈરોઈડની ગાંઠનું 2 ઓપરેશન તથા કાનના ઇન્ફેકશન તથા સડાનું (CSOM) નું 1 ઓપરેશન કરવામાં આવ્યું હતું. આણંદ જીલ્લાના વતની અને 45 વર્ષના મહિલાની થાઈરોઈડની ગાંઠનું,  60 વર્ષના મહિલાની થાઈરોઈડની ગાંઠનું,  તેમજ ૨૫ વર્ષના યુવકનું કાનના સડાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.  ખંભાતના 57 વર્ષના મહિલાનું ભાગ્યે જ જોવા મળતું નાકનું ટ્યુમર (ઈન્વરટેડ પોપીલોમા) નું ઓપરેશન દૂરબીન દ્વારા સફળતાપૂર્વક  કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારના ઓપરેશનનો ખર્ચ ત્રણથી ચાર ગણો થતો હોય છે પરંતુ ચારૂસેટ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના-PMJAY અને મુખ્યમંત્રી અમૃતમ યોજના (કાર્ડ) અંતર્ગત આ ઓપરેશનો વિનામુલ્યે કરવામાં આવ્યા હતા. 
હવે કાન-નાક-ગળા તથા મોઢાના કેન્સરના રોગ માટેનું નિદાન તથા સારવાર ચારૂસેટ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના-PMJAY અને મુખ્યમંત્રી અમૃતમ યોજના (કાર્ડ) માં કરી શકાય છે. અત્યાર સુધી ઓર્થોપેડિક, સ્પાઈન સર્જરી, ગાયનેકની સર્જરી તેમજ જનરલ સર્જરી આયુષ્માન ભારત યોજના હેઠળ ઉપલબ્ધ હતી ઉપરાંત હવે કાન-નાક-ગળા તેમજ હેડ એન્ડ નેક કેન્સરની તમામ સર્જરી પણ  રાહત દરે ઉપલબ્ધ છે.