AnandToday
AnandToday
Sunday, 09 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટ BDIPSના મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી વિભાગના વિદ્યાર્થીઓની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ   

ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનો હેતુ વિદ્યાર્થીઓને લર્નિંગ એક્સપીરીયન્સ  વિશે વ્યવ્હારુ સમજ આપવાનો હતો

આણંદ ટુડે | ચાંગા
ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સિસ (BDIPS) ના મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી વિભાગના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં  ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ  - શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.  પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગના એમ. એસ. સી. એમ. એલ. ટી. ફોર્થ સેમિસ્ટરના 16 વિદ્યાર્થીઓને ઇન્ફીનીયમ ફાર્માકેમ લિમિટેડ -સોજીત્રાની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ  માટે લઇ જવામાં આવ્યા હતા. આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનો હેતુ વિદ્યાર્થીઓને લર્નિંગ એક્સપીરીયન્સ  વિશે વ્યવ્હારુ સમજ આપવાનો હતો.  
ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન BDIPSના મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રૂમા સરકાર દ્વારા BDIPS ના પ્રિન્સીપાલ ડો. હેમંત કુમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.  ઇન્ડસ્ટ્રીયલ વિઝીટના આયોજનમાં BDIPSના મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી વિભાગના ટ્યુટર પંક્તિ પટેલ અને સીડીપીસીના ટ્રેઈનીંગ પ્લેસમેન્ટ ઓફિસર સુજલ દધાણીયાએ સહયોગ આપ્યો હતો. મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓને અનુભવ અને પ્રેરણા પ્રાપ્ત થઇ શકે તે માટે આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ યોજાઈ હતી.    
આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ અંતર્ગત વિદ્યાર્થીઓને ક્વોલીટી એસ્યોરન્સ, ક્વોલીટી કંટ્રોલ પ્લાન, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ વિષે માહિતી અને જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ થકી વિદ્યાર્થીઓએ જાતે જ અનુભવ કર્યો હતો કે ઇન્ડસ્ટ્રી કેવી રીતે કાર્ય કરે છે. આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ તેઓને કારકિર્દી ઘડવામાં મદદરૂપ થઇ શકશે. 
ઇન્ફીનીયમ ફાર્માકેમ લિમિટેડના ક્વોલીટી હેડ અર્પિતા પટેલએ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને કંપની વિષે વિગતવાર માહિતી આપી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.