AnandToday
AnandToday
Sunday, 09 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 10 જૂન : 10 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ) .

આજે વિશ્વ નેત્રદાન દિવસ 

વિશ્વ નેત્રદાન દિવસ દર વર્ષે 10 જૂનના રોજ ઉજવાય છે. વિશ્વ નેત્રદાન દિવસનો ઉદ્દેશ નેત્રદાનના મહત્વ વિશે જનજાગૃતિ કેળવવાનો અને લોકોને મૃત્યુ પછી તેમની આંખોનું દાન કરવાની પ્રતિજ્ઞા લેવા પ્રેરિત કરવાનો છે.

* અમેરિકામાં Alphabet Inc. અને તેની પેટાકંપની Googleના મુખ્ય કાર્યકારી અધિકારી, ભારતીય-અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઈ (પિચાઈ સુંદરરાજન)નો ભારતમાં તામિલનાડુના મદુરાઈ ખાતે જન્મ (1972)

* પદ્મશ્રી, અર્જુન એવોર્ડથી સન્માનિત અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરનાર ભારતનાં ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણનો બેંગલુરું ખાતે જન્મ (1955)
તેમણે ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતનાર ભારતનાં પહેલા ખેલાડી બનવાનું ગૌરવ 1980માં હાંસલ કર્યું
અને વિશ્વના નં 1 ખેલાડી બન્યા હતા 
તેમણે 1971 થી 1978 દરમિયાન સતત નવ વર્ષ સુધી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પર કબજો જમાવ્યો હતો
તેમના દીકરી દીપિકા પદુકોણ આજે બૉલીવુડના સુપરસ્ટાર અભિનેત્રી છે

* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી રાહુલ બજાજનો કોલકાતા ખાતે જન્મ (1938)

* સહારા ઈન્ડિયા પરિવારના સ્થાપક ભારતીય ઉદ્યોગપતિ સુબ્રત રોયનો બિહાર રાજ્યમાં જન્મ (1948)
સહારા ઈન્ડિયા પરિવારે એમ્બી વેલી સિટી, સહારા મૂવી સ્ટુડિયો, એર સહારા, હોકી સ્પોર્ટ્સ, ફિલ્મી વગેરે જેવા વિશાળ સંખ્યામાં વ્યવસાયો ચલાવ્યા છે 

* અમેરિકન યહુદી ઉપન્યાસકાર સોલ બેલોનો કેનેડામાં જન્મ (1915)
તેમણે 'એનસાયકલોપીડિયા બ્રિટાનિકા'નાં સંપાદકીય મંડળમાં કામ કર્યું
તેમની 'હેરગોઝ' નવલકથાને1976નું નોબેલ પારિતોષિક એનાયત થયું અને 'હંમબોલટ્સ ગિફ્ટ'ને પુલિત્ઝર ઈનામ અર્પણ થયું છે

* ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે (1962-66) સેવા આપનાર જયંતો નાથ ચૌધરીનો જન્મ (1908)

* અમરા રાજા ગ્રુપ ઓફ કંપનીના સ્થાપક ભારતીય ઉદ્યોગપતિ રામચંદ્ર નાયડુ ગલ્લાનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1938)

* પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ભારતીય ફિલ્મ અભિનેતા ગિરીશ કર્નાડનું બેંગલુરું ખાતે અવસાન (2019)
ફિલ્મ ‘ભૂમિકા’ માટે ઈ.સ. 1978માં તેમને નેશનલ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં
તેમની અન્ય નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં ‘ટાઈગર જિંદા હૈ, અગ્નિવર્ષા, મંથન, નિશાંત વગેરે છે

* બૉલીવુડ ફિલ્મોના પ્લેબેક ગાયક મીકા સિંઘનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1977)

* ભાવનગર રેલવે ડિવિઝનમાં સ્ટેશન મેનેજર, ચિત્રકાર અને વાર્તાકાર જનક ત્રિવેદીનો રાજકોટ જિલ્લામાં જન્મ (1946) 

* રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત ભારતીય પોલીસ સેવામાં નિવૃત્ત પોલીસ અધિકારી અને વકીલ ટી. પી. સેનકુમારનો કેરાલા રાજ્યમાં જન્મ (1957)

* કન્નડ ફિલ્મ અભિનેત્રી કાવ્યા શેટ્ટીનો મેંગલુરું ખાતે જન્મ (1988)

* ભારતીય વન્યજીવન ફોટોગ્રાફર, પ્રકૃતિ સંરક્ષણ કાર્યકર્તા અને લેખક એન. એ. નસીરનો કેરાલા રાજ્યમાં જન્મ (1962)

* શારદા દેવીના દીક્ષિત શિષ્ય અને રામકૃષ્ણ ઓર્ડરના છઠ્ઠા પ્રમુખ સ્વામી વિરાજાનંદનો કોલકાતા ખાતે જન્મ (1873)

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી તેજસ્વી પ્રકાશનો સાઉદી અરેબિયા ખાતે જન્મ (1992)


>>>> દુનિયામાં અચરજો પારાવાર છે. આપણી આંખો મોટી ઘટનાઓ જ જોતી રહે છે. વિસ્મયનો ખરો વૈભવ કયારેક નાની અમથી ચીજમાં ધરબાઈને પડયો હોય છે. સવારના પહોરમાં મોતીના બિંદુઓ જેવું સહજ પ્રગટતું ઝાકળ આવી જ એક અજાયબી ગણી શકાય. ઝાકળનું બીજું નામ ઓસ છે. એની પાસે જીવવાની અમુક જ પળો હોય છે તોય પણ એની જે ખુમારી હોય છે એ ગજબ હોય છે. પુષ્પ ઉપર એની સવારી હોય છે ! ઝાકળ એ અટકળ નથી પણ એક અનોખી ઝળહળ છે..! ઝાકળ સરકી જાય છે પણ એનો સળવળાટ હંમેશાં આપણી અંદર અવનવાં સ્પંદનો ભરતો રહે છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)