ભારતના પ્રથમ મહિલા આઈ.પી.એસ. અધિકારી, નિવૃત ભારતીય પોલીસ સેવા અધિકારી, સામાજિક કાર્યકર્તા, ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી અને પુડુચેરીનાં લેફ્ટનન્ટ ગવર્નર રહેલા કિરણ બેદીનો અમૃતસરમાં જન્મ (1949)
તેઓ ઈ. સ.1968માં અમદાવાદમાં સરકારી કોલેજ ઓફ વુમન ખાતેથી બી.એ(ઓનર્સ) અંગ્રેજીમાં સ્નાતક થયા
હતા. તેમણે પંજાબ યુનિવર્સીટી ચંદીગઢમાંથી રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી
તેમને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (1979માં) અને રેમન મેગ્સેસે એવોર્ડ (1994માં)થી સન્માનિત કરાયા છે
તેમનું પ્રથમ પોસ્ટિંગ ઈ.સ.1975માં દિલ્હીની ચાણક્યપુરી પેટા વિભાગમાં હતી. તે જ વર્ષે તેઓ પ્રજાસત્તાક દિવસની પરેડમાં દિલ્હી પોલીસની સર્વ-પુરૂષ ટુકડીનું નેતૃત્વ કરનારા પ્રથમ મહિલા બન્યાં હતાં
કિરણ બેદી 2003માં સંયુક્ત રાષ્ટ્રનાં સેક્રેટરી-જનરલના પોલીસ સલાહકાર તરીકે નિયુક્તિ પામેલ પ્રથમ ભારતીય મહિલા બન્યા
* ગુજરાતી કવિ, લાઠીના અત્યંત ઋજુ અને સંવેદનશીલ રાજવી તથા ‘કલાપી’ ઉપનામથી પ્રખ્યાત સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું લાઠીમાં અવસાન (1900)
પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને 1895માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું હતું
પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતોવખત સ્થાન પામતી રહી છે અને તેઓ ‘ગ્રામમાતા’, ‘એક ઘાં’, ‘ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ પ્રસિધ્ધ કાવ્યનાં સર્જક છે
કલાપીની અઢીસો જેટલી રચનાઓને સમાવતો સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું સંપાદન કલાપીનાં અવસાન પછી કવિ કાન્તને હાથે ઈ.સ.1903માં મરણોત્તર પ્રકાશન થયું હતું
* ભારતીય સ્વાતંત્ર્યસેનાની અને આદિવાસી જનનાયક બિરસા મુંડાનું રાંચી જેલમાં અવસાન (1900)
*
* સંશોધિત ક્યુબિસ્ટ શૈલીમાં બોલ્ડ, વાઇબ્રન્ટલી રંગીન વર્ણનાત્મક ચિત્રો કરવા માટે જાણીતા ભારતીય કલાકાર એમ એફ હુસૈનનું અવસાન (2011)
*
* હિન્દી ફિલ્મોના ટોચના દિગ્દર્શકો, નિર્માતાઓ અને પટકથા લેખકોમાંના એક રાજ ખોસલાનું અવસાન (1991)
તેમની યાદગાર ફિલ્મોમાં વો કોન થી, મેરા સાયા, સીઆઇડી, મે તુલસી તેરે આંગન કી, દો બદન, મિલાપ, દો રાસ્તે, મેરા ગાંવ મેરા દેશ, દોસ્તાના વગેરે છે
* બોલિવૂડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી અને મોડલ અમિષા પટેલનો મુંબઈમાં જન્મ (1976)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં કહોના પ્યાર હે, ગદર, ક્યા યહી પ્યાર હે, હમરાઝ, ભૂલ ભુલાઈયા વગેરે છે .
* અંજલિ તારક મહેતા તરીકે લોકપ્રિય રહેલ ટેલિવિઝન અભિનેત્રી નેહા મહેતાનો ભાવનગરમાં જન્મ (1978)
*
* ભારતીય સિતારવાદક અને સંગીતકાર અનુષ્કા શંકરનો લંડન ખાતે જન્મ (1981)
7 વખત ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થયેલ અને તેઓ ગ્રેમી એવોર્ડ સમારંભમાં પર્ફોર્મ કરનાર પ્રથમ ભારતીય છે
તેમના પિતા પંડિત રવિ શંકર વિશ્વ પ્રસિદ્ધ ભારતીય સિતાર વાદક હતા
* હિન્દી ફિલ્મ ગીતકાર અને શાયર અસદ ભોપાલી (અસ્દુલ્લા ખાન)નું મુંબઈમાં અવસાન (1990)
*
* ભારતની સૌથી જૂની બેન્કો પૈકીની એક સિન્ડિકેટ બેંકના સ્થાપક ડિરેક્ટર વામન શ્રીનિવાસ કુડવાનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1899)
*
* ઉડીસાના મુખ્યમંત્રી (1974-76) અને લેખક નંદિની સતપથીનો કટક ખાતે જન્મ (1931)
*
* હિન્દી ફિલ્મ સંગીતકાર વસંત દેસાઈનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1912)
જેમણી યાદગાર ફિલ્મોમાં દો આંખે બારહ હાથ, ઝનક ઝનક પાયલ બાજે, ગુંજ ઉઠી શહેનાઈ, સંપૂર્ણ રામાયણ, ગુડ્ડી, આશીર્વાદ, તુફાન ઔર દિયા વગેરે માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે
* ભારતીય ફિલ્મ, થિયેટર અને ટેલિવિઝન દિગ્દર્શક, ગાયિકા, અભિનેત્રી અને ડબિંગ કલાકાર બી. જયશ્રીનો બેંગલુરું ખાતે જન્મ (1950)
તેઓ 2010-16 રાજ્યસભાના સાંસદ હતા
* ભારતીય ગૌડીય વૈષ્ણવ વિદ્વાન અને અભ્યાસી સત્યનારાયણ દાસનો ફરીદાબાદ ખાતે જન્મ (1954)
*
* ભારતીય શૈક્ષણિક અને સામાજિક ઉદ્યોગસાહસિક બ્રિજ કોઠારીનો જન્મ (1964)
તેમણે શિક્ષણમાં જાગૃતિ લાવવા જેતે ભાષામાં જ સબ ટાઇટલ મુકવાની શરૂઆત કરી છે
* નેશનલ ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરનો મુંબઈમાં જન્મ (1985)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં સાવરીયા, ભાગ મિલખા ભાગ, સંજુ, પ્રેમ રતન ધન પાયો, નીરજા વગેરે છે
* માઉન્ટ એવરેસ્ટ (2010માં 17 વર્ષની વયે) સર કરનાર વિશ્વના સૌથી યુવા ભારતીય પર્વતારોહક અર્જુન વાજપાઈનો જન્મ (1993)
*
* મરાઠી ફિલ્મ અને ટીવી અભિનેતા વિહંગ નાયકનું મુંબઈ પુના એક્સપ્રેસ વે પર અકસ્માતમાં અવસાન (2008)
*
* 1500m અંતરમાં નિષ્ણાત મધ્યમ-અંતરની ભારતીય દોડવીર પી. યુ. ચિત્રાનો કેરાલા રાજ્યમાં જન્મ (1995)
*
* બૉલીવુડ અને હોલીવુડ ફિલ્મોના અભિનેતા અંકિત ભારદ્વાજનો જયપુર ખાતે જન્મ (1994)
*
* રેડિયો જોકી, ટેલિવિઝન શો હોસ્ટ, ગાયક, સમારોહના માસ્ટર, અભિનેતા અને અવાજ કલાકાર અનુજ ગુરવારાનો જન્મ (1981)
*
* ભૂતપૂર્વ ભારતીય ફીલ્ડ હોકી ખેલાડી શિવેન્દ્ર સિંહનો ગવાલીયર ખાતે જન્મ (1983)
*
* હિન્દી ટીવી અભિનેતા, મોડલ અને ટેલિવિઝન હોસ્ટ કરણ વાહીનો દિલ્હી ખાતે જન્મ (1986)
*
* લાલબહાદુર શાસ્ત્રી ભારતનાં બીજા વડાપ્રધાન બન્યાં (1964)
*
>>>> આપણા સ્વાર્થો નાના નાના હોય છે એની પાછળની આપણી આસકિત મોટા પ્હાડ જેવી હોય છે. જગતની પ્રીત તો સ્વાર્થના પાયા ઉપર રચાયેલી હોય છે. એ પાયામા રૂપ, સંપત્તિ, સત્તા, કે પદવીઓનું પુરાણ થયેલું હોય છે. એમાંથી જો કશુંક ઓછું થાય તો એ પાયા હચમચી જતા હોય છે અને પાયા જ જો આવા તકલાદી હોય તો એના ઉપર રચાતી સંબંધોની ઇમારત કેટલી સલામત ગણાય? આપણા પ્રશ્નો દુન્યવી હોય છે. જેનો ઉકેલ જગતના લોકો પાસેથી જ મળી જાય. એ ઉકેલ સરળ હોઇ શકે. પરંતું એમાં શાશ્વત નિરાકરણ ના હોઇ શકે ! જે લોકો પરમ તત્વને પામી ગયા છે એવા લોકોને આવા અલ્પકાલીન ઉકેલોમાં રસ હોતો નથી.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)