પેટલાદ તાલુકાના સિલવઈ ગામ ખાતે કોલેરાનો ૧ પોઝિટિવ કેસ માલુમ પડતા, જેને ધ્યાને લઈને કોલેરાનો ઉપદ્રવ ન વધે તે હેતુથી અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ સાવચેતીના પગલા રૂપે આણંદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા સને ૧૮૯૭ ના વાવડ રોગ અધિનિયમની કલમ - ૨ - બ વંચાણે લઈ કલમ-૨ થી તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પેટલાદ તાલુકાના સિલવઈ ગામ અને તેની આજુબાજુના બે કિલોમીટર વિસ્તારના ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે પેટલાદ તાલુકાના સિલવઇ ગામ અને તેની આજુબાજુના બે કિલોમીટર વિસ્તારના ગામોમાં જરૂરી પગલાં લેવા સારૂં પેટલાદ ગ્રામ્ય મામલતદારશ્રીને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે પણ જાહેર કરવામાં આવે છે.
ગાંધીનગરમાંથી અમૂલ બ્રાન્ડનું નકલી ઘી ઝડપાયું છે. પાયલ ટ્રેડર્સ, સેક્ટર ૨૬, જી.આઈ.ડી.સી, ગાંધીનગર ખાતે અમલૂ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી વેચાતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં અમૂલ બ્રાન્ડનાં ૧૫ કિ.ગ્રા. અને ૫૦૦ એમ. એલ. પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ હવે તમામ લોકો ત્રીજી વખત મોદી સરકારની રચનાની રાહ જોઈ રહ્યા છે. હવે તેનો સમય પણ નજીક આવી ગયો છે. એનડીએ પૂર્ણ બહુમત સાથે પોતાની સરકાર બનાવવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને ખાસ બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ શપથ ગ્રહણ સમારોહમાં માત્ર એક નહીં પરંતુ 8000થી વધુ લોકો હાજરી આપનાર હોવાની માહિતી સામે આવી છે.
આમ આદમી પાર્ટીએ દિલ્હીની સાતેય સીટો પર હાર બાદ કોંગ્રેસની સાથે ગઠબંધન ખતમ કરવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર ગુરૂવારે બેઠક બાદ તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની સાથે ગઠબંધન લોકસભા ચૂંટણી માટે હતું, વિધાનસભા ચૂંટણી એકલા લડવામાં આવશે.
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મનસુખ સાગઠિયાએ વટાણા વેર્યા છે, તેણે ભાજપના ત્રણ હોદ્દેદારોના નામ આપ્યા છે. આમ રાજકોટ અગ્નિકાંડના મુદ્દે ચાલતી પૂછપરછમાં હવે એક પછી એક બાબતો બહાર આવી રહી છે. મનસુખ સાગઠિયા આ મુદ્દે ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશને તો સપ્ટેમ્બર 2023માં થયેલી આગના પગલે ગેમિંગ ઝોનના ડિમોલિશનનું કામ હાથ ધર્યુ હતુ, પરંતુ ભાજપના ત્રણ હોદ્દેદારોએ દરમિયાનગીરી કરીને આ ડીમોલિશન રોકાવ્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે પત્રકાર પરિષદને સંબોધનમાં પરિણામના દિવસેશેરબજારમાં આવેલા કડાકા અંગે ગંભીર આરોપ મૂક્તાં કહ્યું હતું કે, આ શેરબજારના ઈતિહાસ સૌથી મોટું કૌભાંડ હતું. ગંભીર આરોપ મૂકનાર રાહુલ પર પલટવાર કરતાં ભાજપના વરિષ્ઠ નેતા પીયૂષ ગોયલે કહ્યું હતું કે, `ફરી એકવાર મોદી સરકાર'થી પરેશાન રાહુલ ગાંધી લોકો રોકાણ ન કરે, તે માટે આવા આક્ષેપ કરી રહ્યા છે.
'હમારે બારહ' 7 જૂને પડદા પર આવવાની હતી, પરંતુ ફિલ્મને લઈને વિવાદોનો દોર શરૂ થયો અને તેથી જ બોમ્બે હાઈકોર્ટે અન્નુ કપૂરની ફિલ્મ 'હમારે બારહ'ની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો. તેના નિર્માતાઓને તેની રિલીઝ 14 જૂન, 2024 સુધી મુલતવી રાખવાની સૂચના આપવામાં આવી છે.
અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહેલ કારના ચાલકને પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝ નજીક અકસ્માત નડયો રહ્યો હતો આગળ ચાલતા વાહન સાથે કાર ભટકાયા બાદ પાછળથી આવતું ટેન્કર કારમાં ઘૂસી ગયું હતું જેના કારણે બે વાહનો વચ્ચે કાર સેન્ડવીચ બની ગઈ હતી.આ અકસ્માતમાં કારચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
અયોધ્યામાં ભાજપની હારને લઈને સોશિયલ મીડિયા પર શરૂ થયેલું શબ્દયુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. કેટલાક વીડિયો અને રીલ પોસ્ટ કરી રહ્યા છે તો કેટલાક મેસેજ દ્વારા અયોધ્યાના લોકો પર કટાક્ષ કરી રહ્યા છે. એક છાવણી બીજા પર દોષારોપણ કરી રહી છે, તો બીજી તરફ આરોપનું નેતૃત્વ કરનારાઓ આ અંગે સ્પષ્ટતા કરી રહ્યા છે અને પોતાના બચાવમાં દલીલો આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે, છેલ્લા બે દિવસથી એક સંતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે રડતા જોવા મળે છે અને કહે છે કે જો ભાજપ આખા ભારતમાં હારી ગયું હોત તો કોઈ સમસ્યા ન હોત. જો અયોધ્યા જીતી હોત તો આખી દુનિયાએ જય શ્રી રામ કહ્યું હોત. આજે એવું લાગે છે કે અયોધ્યાના લોકો ફરી એકવાર તે ત્રેતાને પરત લાવ્યા છે, જ્યારે માતા સીતા અને ભગવાન શ્રી રામને 14 વર્ષ માટે વનવાસમાં મોકલવામાં આવ્યા હતા.
ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચે રમાયેલી મેચમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. તેઓએ આ મેચમાં 51 બોલ પર 6 ચોકા અને 1 છક્કાની મદદથી 56 રન બનાવ્યા હતા. જણાવી દઈએ કે, ટી20 ક્રિકેટની 111મી મેચમાં ડેવિડ વોર્નરે 50+ રનની ઇનિંગ રમી હતી. તેની સાથે જ તે ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 50+ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલે 110 વાર ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો હતો. પરંતુ ડેવિડ વોર્નર હવે આ લિસ્ટમાં સૌથી આગળ નીકળી ગયા છે.