AnandToday
AnandToday
Wednesday, 05 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 6 જૂન : 6 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

બૉલીવુડના આજના સૌથી લોકપ્રિય ગાયિકા નેહા કક્કરનો આજે જન્મદિવસ 

બૉલીવુડના આજના સૌથી લોકપ્રિય અને સફળ ગાયિકા નેહા કક્કરનો રિષિકેશ ખાતે જન્મ (1988)
તે સૌ પ્રથમ કોકટેલ ફિલ્મના 'સેકન્ડ હેન્ડ જવાની...' ગીતથી લોકપ્રિય બન્યા 
યુટ્યુબ ડાયમંડ એવોર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય છે
તે ઇન્ડિયન આઈડોલ ના 2005માં સ્પર્ધક હતા અને આજે જજ તરીકે ખુબ લોકપ્રિયતા અને સન્માન પામ્યા છે

* પદ્મ ભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત ભારતીય ફિલ્મ નિર્માતા અને સુરેશ પ્રોડક્શનના સ્થાપક ડી. (દગ્ગુબતી) રામાનાયડુનો જન્મ (1936)
13 ભારતીય ભાષાઓમાં 150 થી વધુ ફિલ્મો સાથે એક વ્યક્તિ દ્વારા નિર્મિત સૌથી વધુ ફિલ્મો માટે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું
તેઓ 1999-2004 દરમિયાન લોકસભાના સાંસદ હતા 
તેમનો પૌત્ર રાણા દગ્ગુબતી આજે લોકપ્રિય ફિલ્મ સ્ટાર છે.

* ભારતના ક્રિકેટ ખેલાડી (82 ટેસ્ટ, 90 વનડે અને 20 ટી-20 રમનાર) અજીન્કય રહાણેનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1988)
તેણે આઈપીએલ 2012માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સદી ફટકારી અને શ્રીનાથ અરવિંદની બોલિંગની એક ઓવરમાં છ ચોગ્ગા ફટકાર્યા. જે ટી-20 ક્રિકેટમાં આવું પહેલીવાર કોઈએ કર્યું હોય 
તેણે દરેક ટીમ સામે સદી નોંધાવી છે જે દેશની સામે તે રમ્યો હતો
ઓગસ્ટ 2015, રહાણેએ 8 કેચ લઈને એક ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેવાનો અગાઉનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ તોડ્યો હતો 

* પદ્મશ્રી પૂરસ્કારથી સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેતા, નિર્માતા, નિર્દેશક અને રાજકારણી સુનીલ દત્તનો પાકિસ્તાનમાં જન્મ (1929)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં સાધના, સુજાતા, મુઝે જીને દો, ખંડન, પડોસન, ગુમરાહ, વક્ત, હમરાઝ વગેરે છે 
તેઓ મનમોહન સિંઘ સરકાર (2004-05)માં યુવા બાબતો અને રમત પ્રધાન હતા. 
સુનિલ દત્તે ઈ.સ.1958માં તેના મધર ઈન્ડિયાના સહ-અભિનેત્રી નરગિસે સાથે લગ્ન કર્યા અને તેમનાં સંતાનોમાં અભિનેતા સંજય દત્ત (અભિનેતા)નો અને બે દિકરીઓ નમ્રતા દત્ત અને પ્રિયા દત્ત (પૂર્વ સાંસદ) છે

* ભારતના ક્રિકેટ ખેલાડી (15 ટેસ્ટ અને 69 વનડે રમનાર) સુનિલ જોશીનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1969)

* હિન્દી ફિલ્મ ગીતકાર રાજેન્દ્ર ક્રિષ્નનો પાકિસ્તાનમાં જન્મ (1919)

* ગુજરાતી સાહિત્યના જાણીતા વાર્તાકાર અને સામાજિક આગેવાન જયંત ખત્રીનું માંડવીમાં અવસાન (1968)
માંડવી(કચ્છ)માં ડોક્ટર તરીકે વ્યવસાયની શરુઆત કરી તેઓ નવીક મંડળ, માંડવી (સીફેરર્સ એસોસિએશન) અને બાદમાં માંડવી પાલિકાના પ્રમુખ તરીકે કામગીરી કરી હતી

* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (58 ટેસ્ટ અને 10 વનડે રમનાર) આસિફ ઇકબાલનો ભારતમાં હૈદરાબાદ ખાતે જન્મ (1943)
પ્રથમ સફળ બોલર રહ્યા બાદ બેટ્સમેન તરીકે પણ નામના મેળવી અને પાકિસ્તાનના શ્રેષ્ઠ કેપ્ટન તરીકે પણ જાણીતા છે જેમણે વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું નેતૃત્વ કર્યું 

* પોપટલાલના પાત્ર સાથે ખુબ લોકપ્રિય ટીવી કલાકાર શ્યામ પાઠકનો જન્મ (1976)

* ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને એમસીસીના અગાઉના પ્રમુખ રહેવા સાથે જેમની કારકિર્દી સૌથી રસપ્રદ અને ઘટનાપૂર્ણ રહી તેવા ક્રિકેટ ખેલાડી (79 ટેસ્ટ અને 92 વનડે રમનાર) માઈક ગેટિંગનો ઈંગ્લેન્ડમાં જન્મ (1957)
ઈંગ્લેન્ડને એશિઝમાં વિજય અપાવવાથી લઈને રાજદ્વારી કટોકટી પર બેસવા સુધી, દક્ષિણ આફ્રિકાની રેસ્ટોરન્ટમાં ગ્રાહકો માટે સ્ટીક્સ રાંધવાથી લઈને સદીના માનવામાં આવતા બોલનો સામનો કરવા સુધીની ઘટનાઓ સાથે તેઓ લોર્ડ્સ ખાતે સૌથી વધુ ઓળખી શકાય અને લોકપ્રિય વ્યક્તિત્વમાંની એક છે 

* એમટીવી માટે રોડીઝ, સ્પલીટવીલા જેવા શૉ બનાવનાર હોસ્ટ અને ફેસ્ટિવલ ક્યુરેટર નિખિલ ચિનાપાનો બેંગલુરું ખાતે જન્મ (1973)

* ભારતીય થિયેટર, સિરિયલ, ટેલિફિલ્મ, દસ્તાવેજી અને ફિલ્મ અભિનેતા એસ. સત્યેન્દ્રનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1960)

* મરાઠી અને હિન્દી ફિલ્મના અભિનેત્રી નિવેદિતા જોશી-સરાફનો જન્મ (1965)

* ફિલ્મ લેખિકા-દિગ્દર્શક પાખી ટાયરવાલાનો પુનામાં જન્મ (1984)

* રાયગઢ કિલ્લા પર શિવાજીને એક ભવ્ય સમારોહમાં મરાઠા સ્વરાજના રાજાનો તાજ પહેરાવવા સાથે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થતા જ તેમને ‘છત્રપતિ’ની પદવી પણ મળી (1674)

>>>> અભિપ્રાય તો દરેકની પાસે હોય, પરંતુ દ્રષ્ટિકોણ બધા પાસે ન હોય. બંનેમાં ફરક છે. અભિપ્રાય માન્યતા છે, જે સૌએ સ્વીકારી લેવાનો. દ્રષ્ટિકોણ વિચાર છે, જેની સૌ ચર્ચા કરી શકે. દ્રષ્ટિકોણ પર વ્યક્તિની સામાજિક સ્થિતિ કેવી છે, તે શું કામ કરે છે, ક્યા પ્રદેશનો અને કઈ જાતિનો છે તેનો પ્રભાવ પડે છે. અભિપ્રાય પર વ્યક્તિની માનસિક અવસ્થા કેવી છે, તેના પુર્વગ્રહો શું છે, તેની પસંદ-નાપસંદ કેવી છે, તેનું જ્ઞાન કેટલું છે અને તેનાં મોટિવેશન્સ ક્યાં છે તેનો પ્રભાવ પડે છે. હું જ્યાં ઉભો છું તે દ્રષ્ટિકોણ છે. હું જે જોઉં છું તે અભિપ્રાય છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)