આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય છે. આ દિવસે આપણી પૃથ્વી પર રહેલી પ્રકૃતિક સંપદાની જાળવણી અને સંભાળ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે.
* ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતા યોગી આદિત્યનાથનો જન્મ (1972)
*
* જમ્મુ અને કાશ્મીરના વડા પ્રધાન (1945-1947) રહેલ રામચંદ્ર કાકનો જન્મ (1893)
તે આ પદ સાંભળનારા ગણતરીના કાશ્મીરી પંડિતો પૈકીના એક છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (4 ટેસ્ટ રમનાર) અંબર રોયનો કોલકાતા ખાતે જન્મ (1945)
*
* ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત ભારતના કુસ્તીબાજ અને કુસ્તીના કોચ હરિશ્ચંદ્ર બિરાજદારનો મહારાષ્ટ્રના લાતુરમાં જન્મ (1950)
*
* ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની પ્રણાલીની સ્થાપનામાં અગ્રણી સતીશચંદ્ર મુખર્જીનો પશ્ચિમ બંગાળમાં જન્મ (1865)
*
* બોલિવૂડ ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટનો મુંબઈમાં જન્મ (1952)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં રાઝ, સડક, મર્ડર વગેરે છે
* બૉલીવુડ ફિલ્મ સંગીતકાર વિજુ શાહ (વિજય કલ્યાણજી શાહ)નો જન્મ (1959)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં મોહરા, વિશ્વાતમા, ગુપ્ત, તેરે મેરે સપને, રાવણરાજ, બડે મિયાં છોટે મિયાં વગેરે છે
* બૉલીવુડ અભિનેતા જેકી શ્રોફના પત્ની અને સુપરસ્ટાર અભિનેતા ટાઇગર શ્રોફના માતા અને અભિનેત્રી આયેશા શ્રોફ (દત્ત)નો જન્મ (1960)
*
* ભારતીય ફિલ્મ અભિનેત્રી રંભા (વિજયાલક્ષ્મી યેદી) નો વિજયવાડા ખાતે જન્મ (1976)
*
* હિન્દી ટેલિવિઝન અભિનેતા રાજીવ પોલનો જન્મ (1970)
*
*
>>>> તારીફ માણસ સામે રુકાવટનું સંકટ છે. આપણે ટીકામાંથી વધુ શીખીએ છીએ. એક જૂની કહેવત છે; “જ્યાં તમારી ખરાબીઓની વાતો થતી હોય ત્યાં જાવ.” ત્યાં તમને તમારી વાસ્તવિક સ્થિતિથી પરિચય થશે. જેને તારીફ પચાવતાં આવડી ગયું, તેની પ્રગતિનો માર્ગ કોઈ રૂંધી ન શકે. મોટા-મોટા લોકો ઉંચાઈ પર જઈને નીચે આવે છે. પહાડોમાં આપણે જોઈએ છીએ કે જેને ઉપર ચઢવું હોય તેણે ઝૂકીને (નમ્ર થઇને) ચાલવું પડે. જેને નીચે આવવું હોય તે છાતી આગળ કરીને (અહંકારથી) ઉતરે છે
.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)