લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે.રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પિપલોડી ગામમાં રવિવારે મોડી રાત્રે ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં ચાર બાળકો સહિત 15 લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી. રાજગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષ દીક્ષિતે જણાવ્યું કે ઘાયલોમાંથી 13 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઘાયલોને 6 થી 7 એમ્બ્યુલન્સની મદદથી રાજગઢની જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
ટિક ટોકથી સોશિલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. વેપારી પાસે બે કરોડની ખંડણી માંગવા મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. જેમાં કાપોદ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કીર્તિ પટેલની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
સુરતની ઉધના પોલીસે દારૂ પીને આંતક મચાવનાર આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને પાઠ ભણાવ્યો હતો.ઉધના પોલીસે આરોપીની શાન ઠેકાણે લાવા સરઘસ કાઢ્યું હોવાની વાત સામે આવી છે,જે વિસ્તારમાં આંતક મચાવામાં આવ્યો હતો તે જ વિસ્તારમાં તેને ફેરવામાં આવ્યો હતો.આરોપી જેલમાં બંધ હતો ત્યારે તેના મિત્રએ મદદ નહી કરતા આંતક મચાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે,TV પ્રેસ લખેલી કારમાં આવી કાર પર દારૂ મૂકીને દારૂ પી આંતક મચાવ્યો હતો.
1993 મુંબઈ સિરિયલ બ્લાસ્ટના ગુનેગારની જેલમાં હત્યા કરી દેવાઈ છે. કોલ્હાપુરની જેલમાં આરોપી મોહમ્મદ અલી ખાનની હત્યા કરી દેવાઈ છે.
મોહમ્મદ અલી ખાનની કોલ્હાપુર જેલમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. પોલીસ અનુસાર, જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા પાંચ આરોપીઓએ રવિવારે આ હત્યા કરી. આ આરોપીઓએ મોહમ્મદ અલી ખાનનું માથું તોડી નાખ્યું, જે બાદ તેનું મૃત્યુ થઈ ગયુ.પોલીસ અનુસાર, હત્યા કરનાર આરોપીઓના નામ પ્રતીક પાટીલ, દીપક ખોત, સંદીપ ચવ્હાણ, ઋતુરાજ ઇનામદાર અને સૌરભ સિદ્ધ છે.
લોકસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા આજે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. એક્ઝિટ પોલ મોદી સરકારની વાપસીના સંકેત આપતા હોવાથી બજારમાં ઉત્સાહ છે. 2 હજાર પોઇન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ ઓલ ટાઇમ હાઇ .નિફ્ટી 807 પોઈન્ટ વધીને 23,337ની સપાટીએ ખુલ્યો છે.સેન્સેક્સ 2,622 પોઈન્ટ વધીને 76,583 પર ખુલ્યો જ્યારે નિફ્ટી બેંક 1906 પોઈન્ટ વધીને 50,889 પર ખુલ્યો
ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની વાડી વિસ્તારમાં શ્રમિક પરિવારની 10 માસની બાળકીનું અપહરણ બાદ કુવામાંથી મૃતદેહ મળી આવ્યાના બનાવનો ભેદ પોલીસે કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. બાળકી કજીયા કરતી હોવાથી સૂવા દેતી ના હોવાથી માતાએ જ 10 માસની બાળકીને કુવામાં ફેંકીને હત્યા નિપજાવતા ચકચાર જાગી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સલમાન ખાન પર હુમલો કરવાના મામલે પોલીસે 5મો આરોપી ઝડપી પાડ્યો છે દીપક ગોગલિયા ઉર્ફે જોની વાલ્મિકી નામના આ આરોપીની રાજસ્થાનના ભિવાનીમાંથી ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન પર પહેલો હુમલો 14 એપ્રિલ, 2024ના રોજ થયો હતો, જ્યારે બે શૂટરોએ તેના ગેલેક્સી એપાર્ટમેન્ટ હાઉસ પર ગોળીબાર કર્યો હતો. આ શૂટર્સ લોરેન્સ બિશ્નોઈ ગેંગના હતા.
દિલ્હીથી મુંબઇ જતી અકાસા એરની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી જેથી વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું હતું.વિમાનના ઇમરજન્સી લેન્ડિગ બાદ તુરત જ ડોગ સ્ક્વોર્ડની મદદથી વિમાનની અંદર સઘન ચકાસણી કરાઇ હતી.હાલ તો બોમ્બ હોવાની વાત અફવા ગણાવાઇ રહી છે.
અમુલ ડેરી દ્વારા દૂધ સહિત અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બરોડા ડેરીએ પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. આ નવો ભાવ વધારો આવતીકાલથી લાગૂ થઈ જશે. દૂધના ભાવમાં અચાનક થયેલા વધારાની અસર સામાન્ય લોકો પર પડવાની છે. મોંઘવારીમાં જીવી રહેલા લોકોને વધુ એક ઝટકો લાગશે.