આણંદ
લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.GCMMF લિમિટેડ તરફથી રવિવારે સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
અમુલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજ સવારથી અમૂલ દૂધના નવા ભાવ લાગુ પડશે.
લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો થતા લોકોમાં ખટરાગ જોવા મળી શકે છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો આજ સવારથી અમલમાં મુકાશે.
અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીમાં 32ના હવે 33 રૂપિયા થયા છે. અમૂલ તાજા 500 મિલીના 26થી વધીને 27 થયાં છે. અમૂલ શકિત 500 મિલીના 29થી વધીને 30 રૂપિયા થયા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીકાયો છે.
નવા ભાવ વધારા બાદ અમૂલ ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટર થશે જ્યારે અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા થશે. આ સિવાય અમૂલ શક્તિની કિંમત 60 રૂપિયા સુધી પહોંચી જશે અને અમૂલ ગાયના દૂધ માટે ગ્રાહકોએ પ્રતિ લિટર 56 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય અમૂલ તાઝાની કિંમત 54 રૂપિયા અને અમૂલ ટી-સ્પેશિયલની કિંમત 62 રૂપિયા પ્રતિ લિટર હશે.