AnandToday
AnandToday
Sunday, 02 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 3 જૂન : 3 June  
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે વિશ્વ સાયકલ દિવસ 

દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. તેને મનાવવાનો મુખ્ય હેતુ લોકોને સાયકલ ચલાવવાના ફાયદાઓ વિશે જણાવવાનો છે. 
યુએન દ્વારા દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ મનાવવા આવે છે. 2018માં આ દિવસ પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની શરૂઆત ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. 3 જૂન 2018ના રોજ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુએનના અધિકારીઓ તેમજ એથ્લીટ્સ સહિત ઘણા લોકોએ ભાગ લીધો હતો.

સાયકલ દિવસ મનાવવાનો પ્રસ્તાવ અમેરિકાના મોંટગોમરી કોલેજના પ્રોફેસર લેસ્જેક સિબિલ્સકીએ આપ્યો હતો. આ પછી સિબિલ્સકી અને તેમના સાથીઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. જે પછી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી.

* ઈ.સ.1946માં કૈરા ડિસ્ટ્રિક્ટ સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને પછીથી ખેડા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના સ્થાપક કે જે સંસ્થા આજે અમૂલના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને સ્વાતંત્ર્ય સેનાની, ગાંધીવાદી ત્રિભુવનદાસ કિશીભાઇ પટેલનું અવસાન (1994)
તેમનો જન્મ 22 ઓક્ટોબર, 1903નાં રોજ  આણંદમાં થયો હતો
ઇ.સ. 1946માં તેઓએ દુધ ઉત્પાદન તેમ જ વેચાણના હેતુ માટે યુનિયનની સ્થાપના કરી હતી
કોમ્યુનિટી લીડરશીપ માટે ઈ.સ.1963માં રેમન મેગ્સેસે એવોર્ડ અને ઈ.સ.1964માં ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં

* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા જનતા દળ સાથે સંકળાયેલા રાજકારણી અને ગુજરાતના મુખ્યમંત્રી રહેલ (1990-94) ચીમનભાઈ પટેલનો સંખેડા ખાતે જન્મ (1929)

* ટ્રેડ યુનિયનિસ્ટ, રાજકારણી, પત્રકાર, મુક્ત વિચારક અને રાજ્યસભાના સભ્ય જ્યોર્જ ફર્નાન્ડિસનો મેંગલુરું ખાતે જન્મ (1930)
તેઓ 1967 થી 2009 લોકસભા સાંસદ રહ્યા અને 1998થી 2004 ભારત સરકારના સંરક્ષણ મંત્રી હતા 

* તમિલનાડુના મુખ્ય પ્રધાન તરીકે (5 વખત) સેવા આપનાર ડીએમકે નેતા એમ. કરુણાનિધિનો જન્મ (1924)

* તાતા સમૂહના પહેલા ચેરમેન (1908થી 1932) રહેલ જમશેદજી તાતાના સૌથી મોટા પુત્ર સર દોરાબજી તાતાનું અવસાન (1932)
સાક્ચી નામના સ્થળને એક આદર્શ શહેરના રૂપમાં વિકસિત કરવાને માટે એમની મુખ્ય ભૂમિકા રહી છે, કે જે શહેર પાછળથી જમશેદપુરના નામ વડે ઓળખ પામ્યું
ઇ.સ.1910નાં વર્ષમાં એમને બ્રિટિશ સરકાર દ્વારા નાઈટહુડ ખિતાબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં

* હરિયાણાના ત્રણ વખતના (1979, 1982 અને 1992) મુખ્યમંત્રી રહેલ ભજન લાલ બિશ્નોઈનું અવસાન (2011)

* ભારતના સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બનવાવાળાં ત્રીજા મહિલા રૂમા પાલનો પશ્ચિમ બંગાળનાં કોલકાતામાં જન્મ  (1941)
એડ્વોકેટ તરીકે લાંબા અને પ્રતિષ્ઠિત કારકિર્દી પછી  તેણીને 6 ઓગસ્ટ, 1990નાં રોજ કલકત્તા હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 28 જાન્યુઆરી 2000 ના રોજ તેમને વધુ સુપ્રીમ કોર્ટમાં ભારતના નામાંકિત કરવામાં આવ્યા હતા 

* ભારતના ક્રિકેટ ખેલાડી (6 ટેસ્ટ, 14 વનડે અને 3 ટી-20 રમનાર) સ્ટુઅર્ટ બિન્નીનો બેંગલુરું ખાતે જન્મ (1989)

* ભારતના ક્રિકેટ ખેલાડી (10 વનડે રમનાર) અને વિકેટકીપર સુરિંદર ખન્નાનો દિલ્હી ખાતે જન્મ (1989 )
તેઓ રેડિયોના એક્સપર્ટ કોમેન્ટરેટર પણ હતા અને પોતાની ક્રિકેટ એકેડમી ચલાવતા હતા

* અમેરિકામાં જન્મેલ અને હિન્દી ફિલ્મોમાં જોવા મળેલ બ્રિટિશ-અમેરિકન અભિનેત્રી જિયા ખાન (નફીસા રિઝવી ખાન)નું મુંબઈમાં અવસાન (2013)

* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (104 ટેસ્ટ અને 356 વનડે રમનાર) વસીમ અકરમનો જન્મ ()
મહાન બોલરોમાંથી એક અકરમએ 502 વન-ડે ઈન્ટરનેશનલ વિકેટ અને 414 ટેસ્ટ વિકેટ સાથે, પોતાની કુશળતા અને નિપુણતાથી ઉચ્ચતમ સ્તર પર સ્થાન મેળવ્યું
ફિટ અને શારીરિક રીતે સક્રિય હોવા છતાં, અકરમ માત્ર 30 વર્ષનો હતો ત્યારે તેને ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું 
દક્ષિણ આફ્રિકામાં 2003 વર્લ્ડ કપ દરમિયાન, અકરમ 500 ODI વિકેટ લેનાર પ્રથમ વ્યક્તિ બન્યો અને અંતે તેની સંખ્યા 502 વિકેટની છે, જે રેકોર્ડને શ્રીલંકાના સ્પિન વિઝાર્ડ મુથૈયા મુરલીધરન દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો 
તેણે ટેસ્ટ - વનડેમાં સૌથી વધુ ચાર વખત હેટ્રિક લીધી છે, ટેસ્ટ ક્રિકેટમાં 400થી વધુ વિકેટ લેનાર અકરમ એકમાત્ર ડાબોડી બોલર છે અને તે રમતના ઇતિહાસમાં સૌથી સફળ ડાબોડી બોલર છે

* ભારતીય ક્રાંતિકારી અને સોવિયેત યુનિયનમાં વસતા પ્રવાસી અબાની મુખરજીનો જબલપુર ખાતે જન્મ (1891)

* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત ફિલ્મ નિર્દેશક, લેખિકા અને ફિલ્મ નિર્માતા શોનાલી બોઝનો કોલકાતા ખાતે જન્મ (1965)


સંકલન : વિજય ઠક્કર (આણંદ)