દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ આજે તિહાર જેલમાં સરેન્ડર કર્યું છે. સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી પ્રચાર કરવા માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. જેલમાં સરેન્ડર કર્યા પહેલા કેજરીવાલે આજે રાજઘાટ જઈને ગાંધી બાપૂને શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ તેમને કનૉટ પ્લેસ સ્થિત હનુમાન મંદિરે પ્રાર્થના કરી હતી.
લોકસભા ચૂંટણી 2024ના તમામ 7 તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ અને એક્ઝિટ પોલના આંકડા સામે આવતાં જ લોકોને મોટો ઝટકો લાગ્યો છે.આજે રાત્રે 12 વાગ્યાથી દેશમાં મુસાફરી કરવી મોંઘી થઈ ગઈ છે, એટલે કે હવે લોકોને ટોલ ક્રોસ કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. સમગ્ર દેશમાં ટોલના દરમાં ઓછામાં ઓછો 5 અને મહત્તમ 25 ટકાનો વધારો થયો છે.
વડોદરામાં પોલીસના મારથી યુવકનું મોત નીપજ્યું છે. આ મામલે બે પોલીસકર્મી સહિત ત્રણ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. સયાજીગંજ પોલીસ પર યુવકને માર મારવાનો આરોપ છે. લાંબી સારવાર બાદ ઘાયલ યુવકે દમ તોડ્યો હતો.લાંબી સારવાર બાદ લારી ચલાવતા યુવકનું મોત નીપજ્યું છે. ફૈઝાન શેખ નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં LRD મહંમદ મુબશશિર સલીમ, રઘુવીર, PCR વાન ચાલક કિસન પરમાર સામે IPCની કલમ 302 ઉમેરાઈ છે.
ભારત દેશના ઘણા રાજ્યોમાં મોસમનો મિજાજ બદલી રહ્યો છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ તીવ્ર ગરમી. એવામાં હવામાન વિભાગે આજે એટલે કે 2 જૂનના રોજ દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં હીટ વેવની ચેતવણી જારી કરી છે તો અરુણાચલ પ્રદેશ, આસામ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના જણાવી છે.
ઓનલાઈન ગેમ એપ્લીકેશન નામે લોભામણા વિડીયો બનાવી જાહેર જનતાને ઓનલાઇન ગેમ રમવા દુષ્પ્રેરીત કરી આર્થીક લાભ મેળવનાર ત્રણ પરપ્રાંતીય આરોપીઓને હાલોલમાંથી ઝડપી લેવામાં એસઓજીને સફ્ળતા મળી છે.પકડાયેલ શખ્સોમાં પ્રશન્નજીત બુધ્ધી સરકાર રહે. હાલોલ. મુળ વતન આસામ, પ્રવિણસિંહ સુભાષસિંહ અવધ્યાકુર્મી રહે. હાલોલ, મુળ વતન બિહાર અને દુર્ગાપ્રસાદ રંગીલાલ ભારતી રહે. હાલોલ મુળ વતન ઉતરપ્રદેશનો સમાવેશ થાય છે એસઓજીએ આરોપીઓ પાસેથી કોમ્પ્યુટર અને મોબાઈલ મળી રૂા.2.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.
ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. જેમાં લીલી શાકભાજી સાથે બટાકાના ભાવમાં વધારો થયો છે. તેમજ ઉત્પાદન ઘટતા બટાકાના ભાવમાં વધારો થયો છે. તથા રીટેલ બજારમાં રૂપિયા 45ના કિલો બટાકા વેંચાઇ રહ્યા છે.કઠોળ, લીંબુ બાદ બટાકાનો વારો આવતાં ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે. બજારમાં વધતી માંગની સામે ઉત્પાદન ઘટતા બટાકાના ભાવ વધારો થયો છે.
લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ શનિવારે આવેલા તમામ એક્ઝિટ પોલમાં એવો અંદાજ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. એક્ઝિટ પોલમાં એવી આગાહી કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને ભારે બહુમતી મળશે.ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને નવી દિલ્હી લોકસભા સીટ પરથી AAPના ઉમેદવાર સોમનાથ ભારતીએ આ તમામ એક્ઝિટ પોલને ખોટા ગણાવ્યાં છે.તેમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો તેઓ માથું મુંડન કરાવી દેશે. તેમની આ વાત પર રોષે ભરાયેલા ભાજપના નેતાઓએ એમેઝોન પરથી તેમના માટે કાતર પણ મંગાવી દીધી છે.
લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે એક્ઝિટ પોલના પરિણામો સામે આવી રહ્યા છે
સ્કૂલ ઓફ પોલિટિક્સનાએક્ઝિટ પોલ અનુસાર , બીજેપીની આગેવાની હેઠળના એનડીએને 49.3 ટકા વોટ મળતાં જણાય છે. ત્યાં કોંગ્રેસના નેતૃત્વમાં ભારત ગઠબંધન 38.4 ટકા મતો સાથે બીજા સ્થાને છે. અન્યને 12.3 ટકા વોટ મળ્યા છે. જો ગઠબંધનની વાત કરીએ તો એનડીએ બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. એનડીએને 367-403 બેઠકો મળતી જણાય છે. તે જ સમયે, ઇન્ડિયા એલાયન્સને 129-161 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. અન્યને માત્ર 7-18 બેઠકો મળી રહી છે.
ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતની તમામ 25 સીટો પર ભગવો લહેરાશે. જ્યારે સુરતની સીટ પહેલાથી જ બિન હરિફ થઇ હતી. આ સિવાય TV9 અને ન્યૂઝ 24ના એક્ઝિટ પોલ પણ કહે છે કે ભાજપ ગુજરાતમાં તમામ સીટો જીતશે. એબીપી ન્યૂઝ, સી વોટર, ઈન્ડિયા ટીવી-સીએનએક્સ, ટાઈમ્સ નાઉ, ઈન્ડિયા ટુડે અને ઝી ન્યૂઝે પણ ગુજરાતની તમામ સીટો પર ભાજપની જીતનો દાવો કર્યો છે.
લોકસભાની ચૂંટણી શનિવારે પૂરી થયા પછી આજે પૂર્વ ભારતના મહત્ત્વના બે રાજ્ય અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા. આ બંને રાજ્યમાં અરુણાચલ પ્રદેશમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બહુમતી મળી છે, જ્યારે પડોશી રાજ્ય સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શક્યા નથી. સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ને 32માંથી 31 બેઠક પર જીત મળી છે. જ્યારે અરુણાચલ પ્રદેશમાં બીજેપી ફરી સરકાર બનાવી રહી છે. ભાજપે 60માંથી 46 બેઠકો જીતી છે. પાર્ટીએ પહેલાથી જ 10 બેઠકો બિનહરીફ જીતી લીધી હતી. અરુણાચલમાં ભાજપનું નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) સાથે ગઠબંધન છે. એનપીપીને 5 બેઠકો મળી છે. આ સંદર્ભમાં અરુણાચલમાં NDA પાસે 51 બેઠકો છે.