પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ભજન અને લોકગીત ગાયિકા તથા ‘ગુજરાતની કોયલ’ તરીકે જાણીતા પાર્શ્વ ગાયિકા દિવાળીબેન ભીલનો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે જન્મ (1943)
એમનું આકાશવાણી રાજકોટ માટે સૌપ્રથમ વખત રેકોર્ડિંગ થયું હતું, સંગીતકાર કલ્યાણજી એ તેમને મુંબઈમાં સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન સાંભળ્યા હતા અને ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વવ ગાયિકા તરીકે ગાવાનું આમંત્રણ આપ્યું હતું.દિવાળીબેન પુંજાભાઇ ભીલ ( લઢિયા ) ની પ્રથમ ફિલ્મ
જેસલ તોરલ (1971) હતી અને આ ફિલ્મનું તેમનું ગીત "પાપ તારું પરકાશ જાડેજા....." ખૂબ લોકપ્રિય રહ્યું છે
* ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવારના સ્થાપક અને સમાજ સુધારક - ફિલોસોફર શ્રીરામ શર્મા આચાર્યનું હરિદ્વાર ખાતે અવસાન (1990)
* બોલીવુડનાં મહાન અભિનેતા, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને 'શોમેન' રાજ કપૂરનું અવસાન (1988)
તેમનું પદ્મ ભૂષણ, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, 3 નેશનલ ફિલ્મ પુરસ્કાર અને 11 ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરાયા છે
* હિન્દી અને દક્ષિણ ભારતના ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા મણિ રત્નમનો મદુરાઈ ખાતે જન્મ (1956)
* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી (85 ટેસ્ટ, 128 વનડે અને 54 ટી-20 રમનાર) અને કેપ્ટન સ્ટીવન સ્મિથનો જન્મ (1989)
* દક્ષિણ ભારતના ફિલ્મ સંગીતકાર, ગાયક, ગીતકાર, વાદ્યવાદક, કંડક્ટર-એરેન્જર અને ગીતકાર ઇલૈયારાજાનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1943)
* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી (168 ટેસ્ટ અને 325 વનડે રમનાર) સ્ટીવ
વો સાથે માર્ક વો (128 ટેસ્ટ અને 244 વનડે રમનાર)નો જન્મ (1965)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહાનો બિહાર રાજ્યના પટના ખાતે જન્મ (1987)
તેમના પિતા શત્રુઘ્ન સિંહા ખુબ સફળ અને મહાન અભિનેતા રહ્યા અને હાલ લોકસભાના સાંસદ છે
* પદ્મ ભૂષણથી સન્માનિત ઇન્ફોસિસનાં સહ અધ્યક્ષ અને સંસ્થાપક સદસ્યોમાનાં એક નન્દન નીલકણીનો કર્ણાટકમાં જન્મ (1955)
* અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતના તીરંદાજ મહિલા ખેલાડી ડોલા બેનર્જીનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1980)
* અંગ્રેજી ભાષામાં લગભગ 30 પુસ્તકો પ્રકાશિત કરનાર ભારતીય લેખક અને કવિ ડોમ મોરેસનું મુંબઈમાં અવસાન (2004)
* હિન્દી ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટેજ અભિનેતા અંજન શ્રીવાસ્તવનો કોલકાતા ખાતે જન્મ (1948)
તેઓ મુંબઈમાં ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન સાથે સંકળાયેલા રહ્યા
* પદ્મશ્રીથી સન્માનિત કવિ અને મલયાલમ સાહિત્યકાર વિષ્ણુનારાયણ નમબૂથિરીનો કેરાલા રાજ્યમાં જન્મ (1939)
* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક, પટકથા લેખક, નિર્માતા નીતીશ ભારદ્વાજનો જન્મ (1963)
તેઓ મહાભારત ટીવી સિરિયલ સાથે શ્રી કૃષ્ણના પાત્ર માટે ખુબ લોકપ્રિય હતા
તેઓ 1996-98 દરમિયાન લોકસભા સાંસદ હતા
* મરાઠી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી તેજશ્રી પ્રધાનનો જન્મ (1988)
* તેલંગાણા ભારતનું 29મું રાજ્ય બન્યું (2014)
* બ્રિટિશ રાજગાદી ઉપર મહારાની એલિઝાબેથ દ્વિતિયની તાજપોશી થઈ (1953)