લોકસભા ચૂંટણી-2024ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આજે 1 જૂને 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર થયું હતું.સાંજે 5 વાગ્યા સુધી 58.34 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ 69.89 ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં અને સૌથી ઓછું 48.86 ટકા મતદાન બિહારમાં થયું હતું.સાતમાં તબક્કાના મતદાન સાથે કુલ 543 બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
પશ્ચિમ બંગાળમાં શનિવારના રોજ મતદાન દરમિયાન ભાંગરમાં હિંસા થઈ હતી, જેમાં ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.આ હિંસામાં સીપીએમ અને આઈએસએફના ઘણા કાર્યકરો ઘાયલ થયા છે. પોલીસે લાઠીચાર્જ કરીને હિંસા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના કુલતાલીમાં શનિવારે સવારે ગુસ્સે ભરાયેલા ટોળાએ મતદાન કેન્દ્રમાં ઘૂસીને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને નજીકના તળાવમાં ફેંકી દીધા બાદ મતદાનને અસર થઈ હતી.
અમદાવાદની પરણીતાંને મોડલિંગ કરવાનું સપનું રોળાયુ આરોપીએ યુવતી પાસેથી પૈસા પડાવવા તેને એસ્કોર્ટ ગર્લ બનાવી. સરખેજ પોલીસે યુવતીની ફરિયાદ લઈને ઓરિસ્સાથી આરોપીની ધરપકડ કરી છે પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી કિશોર બિજયકુમાર મોહંતી છે . જેને સોસીયલ મીડિયાથી એક પરિણીત યુવતીને મોડલ બનાવવાની લાલચ આપીને પૈસા પડાવવા બ્લેકમેઇલ કરી..યુવતીએ આરોપીના માનસિક ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને ઓરિસ્સાથી ધરપકડ કરી
ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ શહેરોના આઇસક્રીમના 12 વેપારીને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા પડ્યા છે. જેમાં મોટીમાત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે. તેમજ અમદાવાદના છ વેપારીઓને ત્યાં પણ મોડી રાત સુધી સર્ચ કરાયું છે.આઇસક્રીમ બનાવવાની પ્રોસેસ ઉપરાંત કેટલો સ્ટોક કરાયો છે તેનુ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે.
સુરતમાં સાવકા પિતાની કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે. કાપોદ્રામાં 12 વર્ષની સગીરા પર સાવકા પિતા દુષ્કર્મ આચરતો હતો. લાઇવ વીડિયો (live video) માતાને દેખાડતા ભાંડો ફૂટ્યો હતો. 4 વર્ષથી ગંદા કૃત્ય કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં 7જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. શહેરના અનેક માર્ગો પર રથયાત્રાની શોભાયાત્રા નીકળે છે. જે અંતર્ગત સુરક્ષાને ધ્યાનમાં રાખી શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા ફૂટમાર્ચ કરવામાં આવી રહી છે. આ વર્ષે ભગવાન જગન્નાથની ૧૪૮મી ઐતિહાસિક રથયાત્રાની ઉજવણી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
ઉત્તરાખંડ ચારધામ યાત્રા શરૂ થયાના 22 દિવસમાં 71 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ત્રણ યાત્રાળુઓના મોત થયા છે. કેદારનાથમાં સૌથી વધુ 34 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મોટાભાગના યાત્રાળુઓ હૃદયરોગના હુમલા અને પલ્મોનરી એડીમા (ફેફસાના હવાના કોષોમાં પ્રવાહીની વધુ માત્રા)ને કારણે મૃત્યુ પામ્યા છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના માલીવાડા ચોક ખાતે શહેરના પ્રખ્યાત ‘સૈયાં જી પુરી વાલે’ ના ત્યાંથી રાજ્યના કર વિભાગે 17.85 લાખ રુપિયાની કરચોરી પકડી પાડી છે.GST ટીમ લગભગ એક મહિનાથી AI ટૂલ્સથી અહીં નજર રાખી રહી હતી, ત્યારબાદ ગુરુવારે (30 મે) દુકાન અને ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લામાં મોડાસા-માલપુર પાસે અકસ્માતમાં ત્રણના મોત થયા છેઅને 25થી વધુ લોકો ઇજા પામ્યા છે. જગન્નાથપુરીથી પરત ફરતી બસને આ અકસ્માત થયો હતો. બસમાં શ્રદ્ધાળુઓ બેઠા હતા. એસટી બસ અને લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. સાકરિયા બસ સ્ટેન્ડ નજીક આ અકસ્માત થયો હતો. બાઇક ચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમિત શાહે પરિવાર સહીત સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ગૃહમંત્રી પરિવાર સાથે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. બપોર બાદ તેઓ અમદાવાદ આવશે .ગઈ કાલે તેમણે હીરાસર એરપોર્ટ પર ટૂંકુ રોકાણ કર્યું હતું. આ દરમ્યાન ગૃહમંત્રીએ ટીઆરપી ગેમઝોન મામલે ચાલી રહેલી તપાસની વિગતો મેળવી હતી ok