વિશ્વ તમાકુ નિષેધ દિવસ એ વિશ્વભરમાં દર વર્ષે ૩૧ મેના રોજ મનાવવામાં આવે છે.વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવાનો હેતુ તમાકુ, પાન મસાલા અને ગુટખાના સેવનથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા ઉજવાય છે. આ દિવસની વાર્ષિક ઉજવણીમાં લોકોને તમાકુના ઉપયોગના જોખમો, તમાકુ કંપનીઓની વ્યવસાયિક પદ્ધતિઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) તમાકુના ઉપયોગ સામે લડવા માટે શું કરી રહી છે, અને વિશ્વભરના લોકો તેમના આરોગ્ય અને તંદુરસ્ત જીવનના અધિકારનો દાવો કરવા અને ભાવિ પેઢીઓને સુરક્ષિત રાખવા માટે શું કરી શકે છે તે વિશે માહિતગાર કરવામાં છે
* ગુજરાતી સાહિત્યકાર કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, પત્રકાર-સંપાદક ભગવતીકુમાર શર્માનો સુરતમાં જન્મ (1934)
ઈ.સ.1955થી ‘ગુજરાત મિત્ર’ દૈનિકનાં તંત્રીવિભાગ સાથે જોડાયા હતાં
તેઓ 2009 થી 2011 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધ્યક્ષ રહ્યા
તેમને કુમાર ચંદ્રક (1977), રણજિતરામ સુવર્ણ ચંદ્રક (1984) અને તેમને તેમની નવલકથા અસુર્યલોક માટે સાહિત્ય અકાદમી એવોર્ડ (1988) મળ્યાં
આ સાથે તેમનું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ લિટરેચર (ડી. લિટ.) અને નચિકેતા એવોર્ડ, સ્વામી સચ્ચિદાનંદ સન્માન, દર્શક એવોર્ડ અને કલાપી એવોર્ડ, હરિન્દ્ર દવે મેમોરિયલ પત્રકારત્વ એવોર્ડ અને વલી ગુજરાતી ગઝલ એવોર્ડ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમને સાહિત્યરત્ન એવોર્ડથી નવાજ્યા હતાં
* ભારતીય અંગ્રેજી પત્રકાર, સંપાદક અને રાજકીય વિવેચક વિનોદ મહેતાનો પાકિસ્તાનમાં જન્મ (1942)
તેઓ 1995 થી 2012 સુધી 'આઉટલુક' અંગ્રેજી મેગેઝીનના સ્થાપક સંપાદક-ઇન-ચીફ પણ હતા
તેઓ અનેક પુસ્તકોના લેખક અને ધ પાયોનિયર, ધ સન્ડે ઓબ્ઝર્વર, ધ ઈન્ડિપેન્ડન્ટ અને ધ ઈન્ડિયન પોસ્ટ જેવા પ્રકાશનોના સંપાદક હતા
* પદ્મશ્રીથી સન્માનિત ભારતના ક્રિકેટ ખેલાડી (43 ટેસ્ટ રમનાર) પંકજ રોયનો કોલકાતામાં જન્મ (1928)
તેમને વિનુ માંકડ સાથે 413 રનના વર્લ્ડ રેકોર્ડ ઓપનિંગ સ્ટેન્ડ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે, જેમાં તેમની અડધી સદી હતી
* ભારતના મરાઠા માલવા રાજ્યનાં મહારાણી અહિલ્યાબાઈ હોલકરનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1725)
*
* કેન્દ્રીય મંત્રી, ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં સંસદ સભ્ય અને ઉદ્યોગસાહસિક રાજીવ ચંદ્રશેખરનો અમદાવાદ ખાતે જન્મ (1964)
*
* ભારતના સર્વોચ્ચ સ્તરે પ્રથમ મહાન વિકેટકીપર - ક્રિકેટ ખેલાડી (14 ટેસ્ટ રમનાર) ખોખાન સેન (પ્રોબીર કુમાર સેન)નો બાંગ્લાદેશમાં જન્મ (1926)
*
* ઓસ્કાર એવોર્ડથી સન્માનિત અમેરિકન અભિનેતા, ફિલ્મ નિર્દેશક અને નિર્માતા ક્લિન્ટન ઇસ્ટવુડ જુનિયરનો જન્મ (1930)
પોતાની ભૂમિકાઓ માટે ઇસ્ટવુડને પુરૂષત્વનું એક કાયમી સાંસ્કૃતિક પ્રતિક બનાવ્યું છે
* મુંબઈમાં જન્મેલ ભારતના ક્રિકેટ ખેલાડી (36 ટેસ્ટ રમનાર) સુભાષ ગુપ્તેનું વેસ્ટઇન્ડિઝમાં અવસાન (2002)
તેમણે વેસ્ટઇન્ડિઝના મહિલા સાથે લગ્ન કર્યા અને ત્યાં સ્થાઈ થયા હતા
* હિન્દી ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને પટકથા લેખક કલ્પના લાજમીનો મુંબઈમાં જન્મ (1954)
તેમણે ફિલ્મમેકર ભૂપેન હાજરીકા સાથે લાંબો સમય મેનેજર તરીકે સેવા આપી
* શ્રીલંકાના ક્રિકેટ ખેલાડી (52 ટેસ્ટ અને 213 વનડે રમનાર) રોશન મહાનામાનો જન્મ (1966)
*
* અંગ્રેજી કવયિત્રી તેમજ કેરળના અગ્રણી મલયાલમ લેખક કમલા દાસ (માધવીકુટ્ટી)નું પુના ખાતે અવસાન (2009)
*
* માઈન્ડટ્રીના સ્થાપક પૈકીના એક ઉદ્યોગસાહસિક, સરકારી અધિકારી અને વેપારી સુબ્રતો બાગચીનો ઓરિસ્સા રાજ્યમાં જન્મ (1957)
*
* હાસ્ય કલાકાર, હિન્દી ફિલ્મ અભિનેતા અને કોમેડી સંગીતકાર વીર દાસનો દેહરાદૂનમાં જન્મ (1979)
*
* ભારતીય ગણિતશાસ્ત્રી અમિયા ચરણ બેનર્જીનું કોલકાતા ખાતે અવસાન (1968)
*
* બોમ્બેના હિન્દી ફિલ્મ સંગીતકાર અને મહિલા પિયાનોવાદક મર્લિન ડિસોઝાનો જન્મ (1961)
*
* મરાઠી ફિલ્મ અને ટેલિવિઝન શ્રેણીના અભિનેતા અને લેખક સ્વપ્નીલ રાજશેખરનો કોલ્હાપુરમાં જન્મ (1976)
*
* ભારતીય અભિનેત્રી, મિસ અર્થ ઇન્ડિયા 2013 અને મોડલ સોભિતા ધુલીપાલાનો આંધ્ર પ્રદેશમાં જન્મ (1992)
*
* મુઘલ શહેનશાહ જહાંગીરની પત્ની નુરજહાં (મહેરુન્નિસા)નો અફઘાનિસ્તાનના કંદહારમાં જન્મ (1577)
*
*
>>>> ફકત શ્રધ્ધાના સહારે પણ સાત સમંદર પાર કરી શકાય છે. નિરાશા હંમેશાં અધોગામી હોય છે. માણસના મનમાં ઊગી નિકળતી આસ્થા એ જીવનનો અર્ક છે, જેમાં દુન્યવી તર્કને કોઇ સ્થાન હોતું નથી. ઇશ્વરે મનુષ્યને જો આશાવાદી ના બનાવ્યો હોત તો જગતનો વૈભવ આટલો નિરાળો કદાપી ના હોત. અખૂટ ઉમ્મીદ મુકામ ઉપર લઇ જાય છે. પરેશાનીને આસાન બનાવે એનું નામ આસ્થા.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)