AnandToday
AnandToday
Wednesday, 29 May 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 30 મે : 30 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

હિંદી ફિલ્મોનાં લોકપ્રિય અભિનેતા અને રાજકારણી પરેશ રાવલનો આજે જન્મદિવસ

પદ્મશ્રીથી સન્માનિત હિંદી ફિલ્મોનાં લોકપ્રિય અને સફળ અભિનેતા પરેશ રાવલનો મુંબઈમાં જન્મ (1950)
તે બોલીવુડ અને ગુજરાતી ફિલ્મમાં અભિનેતા, હાસ્ય કલાકાર અને રાજકારણી તરીકે તેમના કાર્યો માટે જાણીતા છે
નેશનલ ફિલ્મ એવોર્ડ (સર અને વો છોકરી માટે) અને ફિલ્મફેર એવોર્ડ (સર, હેરાફેરી, આવારા પાગલ દીવાના માટે) સહિત અનેક પુરસ્કાર સાથે તેમનું સન્માન થયું છે
તેઓ અમદાવાદ ઇસ્ટ બેઠક પરથી સાંસદ (2014-19) હતા 
તેમના લગ્ન અભિનેત્રી સ્વરૂપ સંપત સાથે 1987માં થયા છે

* સાવન કિરપાલ રુહાની મિશન / આધ્યાત્મિકતાના વિજ્ઞાનના સ્થાપક અને વડા સંત દર્શન સિંઘનું અવસાન (1989)
કિરપાલ સિંહના આધ્યાત્મિક અનુગામી, સિંઘને પણ ભારતના અગ્રણી કવિઓમાંના એક તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે જે સંતો, ઉર્દૂ ભાષામાં લખતા 

* પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત લેખક બાલ રામ નંદાનું નવી દિલ્હી ખાતે અવસાન (2010)
તેઓ મહાત્મા ગાંધીના અગ્રણી ભારતીય જીવનચરિત્રકાર હતા

* ગુજરાતી સાહિત્યસર્જન અને વિવેચનમાં સીમાસ્તંભ સમા સુરેશ જોશીનો બારડોલી તાલુકાના વાલોડ ગામે જન્મ (1921)
તેઓ ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ’ વગેરે સામયિકોના તંત્રી રહ્યાં
સુરેશ જોષીના સાહિત્યિક યોગદાનનું નર્મદ ચંદ્રક, રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કારથી સન્માન થયું છે અને તેઓએ સાહિત્ય અકાદમી એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો

* ચિકિત્સક, સંગીતશાસ્ત્રી, હાર્મોનિયમ વાદક અને જ્યોતિષ સલાહકાર વિદ્યાધર ઓકેનો મુંબઈમાં જન્મ (1952)

* ભારતીય ઉદ્યોગપતિ નેસ વાડિયાનો મુંબઈમાં જન્મ (1971)

* હિન્દી ટીવીના ખુબ લોકપ્રિય સ્ટેન્ડઅપ કોમેડીયન ક્રિશ્ના અભિષેકનો મુંબઈમાં જન્મ (1983)

* ભારતીય સ્વતંત્રતાસેનાની અને કર્ણાટક અને પશ્ચિમ બંગાળનાં પૂર્વ રાજયપાલ ઉમાશંકર દીક્ષિતનું અવસાન (1991)

* નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત બંગાળી ફિલ્મ નિર્દેશક, લેખક અને અભિનેતા રિતુપર્ણા ઘોષનું કોલકાતા ખાતે અવસાન (2013)

* સરસ્વતીચંદ્રમાં કુમુદ દેસાઈના પાત્ર માટે જાણીતી હિન્દી ટેલિવિઝન અભિનેત્રી જેનિફર વિંગેટનો મુંબઈ ખાતે જન્મ (1985)

* બોલિવૂડ ફિલ્મમાં અભિનેત્રી અને મોડલ કીર્તિ કુલ્હારીનો રાજસ્થાન રાજ્યમાં જન્મ (1985)

* અમદાવાદમાં સૌપ્રથમ ટેક્સટાઇલ મિલ સ્થાપવામાં આવી (1861)
કાપડ ઉધોગનાં જનક એવાં રણછોડલાલ છોટાલાલ દ્વારા કાપડની મિલ ચાલું કરવામાં આવી હતી

* જલિયાંવાલા બાગ નરસંહારનાં વિરોધમાં નાઈટહૂડનો ખિતાબ રવીન્દ્રનાથ ટાગોરે પરત કર્યો (1919)

* હિંદી પત્રકારિતા દિવસ *
હિંદી ભાષામાં ‘ઉદન્ત માર્તંડ’નાં નામનાં પ્રથમ સમાચારપત્ર પ્રકાશિત થયું (1826)
પંડિત જુગલ કિશોર શુક્લએ તેને કલકત્તાથી એક સાપ્તાહિક સમાચારપત્રનાં રૂપમાં શરૂ કર્યુ હતું. તેનાં પ્રકાશક અને સંપાદક તેઓ પોતે જ હતાં

* ગોવા ભારતનાં સંઘ રાજ્યોનું 25મું રાજ્ય બન્યું (1987)
ભારતનું વિસ્તારની દ્રષ્ટીએ સૌથી નાનું રાજ્ય અને ભારતના પશ્ચિમ દરિયાકિનારે આવેલું એક નાનકડો નીલમ ભૂમિ રાજ્ય છે 
તા. 17-18ડિસેમ્બર,1961નાં રોજ પોર્ટુગીઝ શાસનથી મુક્ત થયું હતું અને 30 મે, 1987 સુધી તે ગોવા, દમણ અને દીવના કેન્દ્ર શાસિત પ્રદેશનો એક ભાગ હતું

>>>> કોઇક આવીને પ્રેમનો એક અણસાર આપી જાય એ માટેની તીવ્રતા જાણેઅજાણે આપણા સહુની એક સહજ અભિપ્સા બની જાય છે. આતુરતા એ દરેકને સતાવતી વાત છે. ઘણીવાર તો પ્રેમ માટેની ઝંખના જ માણસને સર્જક અથવા તો સંત બનાવે છે. બહારથી બરછટ લાગતા માણસની ભીતર ભવ્ય ભાવજગત ઝળહળતું હોય એવું આપણે ઘણીવાર અનુભવીએ છીએ. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)