ભારતના 5 માં વડા પ્રધાન (તા. 28 જુલાઈ 1979 થી 14 જાન્યુઆરી 1980) ચૌધરી ચરણસિંહનું દિલ્હી ખાતે અવસાન (1987)
લોકો તેમને 'ભારતના ખેડૂતનો ચેમ્પિયન' કહે છે
ચરણસિંહે ઈ.સ.1967માં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને તેમણે પોતાની રાજકીય પાર્ટી ભારતીય ક્રાંતિ દળની રચના કરી અને ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા પછીથી ફરીવાર ઈ.સ.1970માં બન્યા હતાં
મોરારજી દેસાઇની અધ્યક્ષતાવાળી જનતા સરકારમાં નાયબ વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી
તેમનો જન્મદિવસ 23 ડિસેમ્બરે ભારતમાં ‘કિસાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે .
* મણિપાલના યુનિવર્સિટી નગરના નિર્માણ માટે સૌથી વધુ જાણીતા ચિકિત્સક, શિક્ષણશાસ્ત્રી અને બેંકર ટીએમએ પાઈ (ડૉ. તોન્સે માધવ અનંત પાઈ)નું અવસાન (1979)
ભારતમાં એમબીબીએસ ઓફર કરતી ખાનગી, સ્વ-ફાઇનાન્સિંગ મેડિકલ કોલેજ શરૂ કરનાર તેઓ પ્રથમ છે
* અમેરિકન રાજકારણી હતા જેમણે 1961 થી તેમના કાર્યાલયના ત્રીજા વર્ષના અંતની નજીક તેમની હત્યા સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 35મા પ્રમુખ તરીકે સેવા આપનાર જ્હોન એફ. કેનેડી (જ્હોન ફિટ્ઝગેરાલ્ડ કેનેડી)નો જન્મ (1917)
કેનેડી ચૂંટણી દ્વારા પ્રમુખપદ ગ્રહણ કરનાર સૌથી યુવા વ્યક્તિ હતા
* નેશનલ અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા પંકજ કપૂરનો પંજાબના જલનધર ખાતે જન્મ (1954)
તેમની બે કોમેડી ટીવી સિરિયલ કરમચંદ અને ઓફિસ ઓફિસ ખુબ લોકપ્રિય રહી છે
તેમના પ્રથમ લગ્ન નીલિમા આઝમી સાથે 1979માં થયા અને બીજા લગ્ન સુપ્રિયા પાઠક સાથે 1988માં થયા છે
તેમનો પુત્ર શાહિદ કપૂર બૉલીવુડ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા છે
* પદ્મ ભૂષણથી સન્માનિત, માઉન્ટ એવરેસ્ટ પર પહોચવાવાળાં સૌ પ્રથમ બે પર્વતારોહી પૈકીના એક તેનઝિંગ નોર્ગેનો નેપાળમાં જન્મ (1914)
ન્યુઝિલેન્ડનાં એડમંડ હિલેરી અને નેપાલી પર્વતારોહક તેનઝિંગ નોર્ગેએ 29 મે, 1953 માઉન્ટ એવરેસ્ટ પર પહોચવાવાળાં સૌ પ્રથમ પર્વતારોહી બન્યાં હતાં
* પાકિસ્તાનમાં જન્મેલ અને ભારતીય થિયેટર - હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા તરીકે ઓળખાતા પૃથ્વીરાજ કપૂરનું મુંબઈ ખાતે અવસાન (1971)
*
* પદ્મશ્રીથી સન્માનિત પત્રકાર, લેખક અને સ્વાતંત્ર્ય સેનાની કન્હૈયાલાલ પ્રભાકર મિશ્રાનો ઉત્તરપ્રદેશ રાજ્યમાં જન્મ (1906)
*
* ભારતીય પત્રકારત્વના પિતા, ‘મોર્ડન રિવ્યુ’ સામયિકનાં સંસ્થાપક, સંપાદક અને માલિક, હિન્દુ મહાસભાના નેતા તથા સ્વાતંત્ર્ય સેનાની રામાનંદ ચેટર્જીનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1865)
*
* શ્રેષ્ઠ વાર્તા માટે પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર જીતનાર લેખક, ગીતકાર મુખરામ શર્માનો જન્મ (1909)
*
* થિયેટર, ટેલિવિઝન સાથે મરાઠી અને બોલિવૂડ ફિલ્મ અભિનેતા વિજય પાટકરનો મુંબઈમાં જન્મ (1961)
*
* બૉલીવુડ ફિલ્મ અભિનેતા, સ્ટેજ અભિનેતા અને દિગ્દર્શક આનંદ તિવારીનો મુંબઈ ખાતે જન્મ (1983)
*
* હિન્દી અને તેલુગુ ફિલ્મોના અભિનેત્રી અને મોડલ અનુપ્રિયા ગોએન્કાનો કાનપુર ખાતે જન્મ (1987)
*
* હિન્દી અને પંજાબી ટેલિવિઝન અભિનેત્રી સુરભી જ્યોતિનો જલનધર ખાતે જન્મ (1988)
*
* રિમિક્સમાં ટિયા આહુજાની ભૂમિકા ભજવવા માટે જાણીતી હિન્દી ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા ગુલાટીનો મુંબઈ ખાતે જન્મ (1979)
*
>>>> જીજિવિષાનો જઝબાત જગતને જીવાડે છે. પ્રાર્થનાનો પરિમલ પૃથ્વી પર પમરાટ પ્રસરાવે છે. ચોતરફ નિબિડ અંધકાર હોય, કાલિમાનું કુંડાળું હોય પણ હકારાત્મકતા આપણી સફરને હંકારે છે. શ્રધ્ધા અમાપ છે, અવ્યાખ્યાયિત છે, એનો કોઇ પુરાવો આપવો જરૂરી નથી. મનના પવિત્ર ભાવોમાંથી આસ્થા આપોઆપ ઉગી નિકળે છે... ઉમ્મીદ છે તો જીવન છે. વ્યથાને જયારે પ્રાર્થનાનો પરિચય થાય છે ત્યારે આસ્થાનું તોરણ બંધાય છે. હૈયામાં હામ હોય તો સામે મુકામ છે. તિતિક્ષાનો તંતુ હાઇવૉલ્ટેજ તાર કરતાં પણ વધારે ઉર્જા ધરાવે છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)