AnandToday
AnandToday
Tuesday, 28 May 2024 00:00 am
AnandToday

AnandToday

આજની 10 મહત્વની ખબર

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના સામે આવી છે. ગોવાથી બેંગાલુરુ જનારી ફલાઇટ સાથે આ ઘટના ઘટી હતી.. મોટુ પક્ષી પ્લેનના એન્જિન સાથે અથડાયું હતું. જે બાદ એન્જિનમાં ટેકનિકલ ખામી આવતા પ્લેન ગ્રાઉન્ડ કરાયું હતું. આ ફ્લાઇટમાં 220 જેટલા મુસાફરો સવાર હતા. આ તમામ મુસાફરો બર્ડ હીટની ઘટનાને કારણે સુરતમાં અટવાયા હતા..

રાજ્યની સરકાર લોકોને મફત વીજળી આપશે.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સોમવારે (27 મે) રાજ્યમાં મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી. બીજેડીના વડા પટનાયકે કેન્દ્રપારામાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે ઓડિશામાં જુલાઈથી કોઈએ વીજળીનું બિલ ચૂકવવું પડશે નહીં. તેમણે કહ્યું કે બીજેડી સરકાર લોકોને મફત વીજળી આપશે.

અમેરિકાને વાવાઝોડાએ ઘમરોળ્યું 21 ના મોત

અમેરિકાના દક્ષિણ મેદાનો અને ઓઝાર્ક સહિત ચાર રાજયોમાં અતિ ભારે તોફાનના પગલે જન જીવન પર વ્યાપક અને વિપરીત અસર પડી છે. તોફાનના કારણે સોમવારે ૨૧ લોકોના મોત થઈ ગયાછે જયારે વાવાઝોડાને કારણે સેંકડો મકાનો ધરાશાયી થઈ ગયા. સાથે જ હવામાન વિભાગે વાતાવરણ વધુ ખરાબ થવાની સંભાવના વ્યકત કરી છે.

62 દેશોમાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી

ભારતીય પાસપોર્ટની તાકાત વિશ્વમાં ઝડપથી વધી રહી છે અને તેનાથી તે ભારતીયોને ફાયદો થશે જેઓ વિદેશ પ્રવાસની યોજના બનાવી રહ્યા છે. લેટેસ્ટ રેન્કિંગ અનુસાર, ભારત વિશ્વભરના પાસપોર્ટની યાદીમાં 80માં સ્થાને પહોંચી ગયું છેહેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ, 2024ના નવા રિપોર્ટ અનુસાર ભારતીય પાસપોર્ટની શાખામાં વધારો થયો છે અને હવે તેના કારણે ભારતીયોને વિશ્વના 62 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. જેમા1. અંગોલા 2. બાર્બાડોસ 3. ભુતાન 4. બોલિવિયા 5. બ્રિટિશ વર્જિન ટાપુઓ 6.બુરુન્ડી 7. કંબોડિયા 8. કેપ વર્ડે ટાપુઓ 9. કોમોરો ટાપુઓ 10. કૂક ટાપુઓ 11. જીબુટી 12. ડોમિનિકા 13. અલ સાલ્વાડોર 14. ઇથોપિય15. ફિજી 16. ગેબો 17. ગ્રેનાડા 18. ગિની બિસા 19. હૈતી 20. ઇન્ડોનેશિયા 21. ઈરાન 22. જમૈકા 23. જોર્ડન 24. કઝાકિસ્તાન 25. કેન્યા 26. કિરીબાતી 27. લાઓસ 28. મકાઉ 29.મેડાગાસ્કર 30. મલેશિયા 31. માલદીવ્સ 32. માર્શલ ટાપુઓ 33.મોરિટાનિયા 34. મોરેશિયસ 35. માઇક્રોસિયા 35. મોન્ટસેરાત 36. મોઝામ્બિક 37. મ્યાનમાર 38. નેપાળ 39. નિયુ 40. ઓમાન 41. પલાઉ ટાપુઓ 42. કતાર 43.રવાન્ડા44. સમોઆ 45. સેનેગ 46. ​​સેશેલ્સ 47. સિએરા લિયોન 48. સોમાલિયા 49. શ્રીલંકા 50. સેન્ટ કિટ્સ અને નેવિસ 51. સેન્ટ લુસિયા 52. સેન્ટ વિન્સેન્ટ 53. તાંઝાનિયા 54. થાઈલેન્ડ 55. તિમોર 56. ટોગો 57. ત્રિનિદાદ અને ટોબેગો 58. ટ્યુનિશિયા 59. તુવાલુ 60. વનુઆતુ 61.ઝિમ્બાબ્વે 62. ગ્રેનાડા

હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ નિર્દોષ

હત્યા કેસમાં ડેરા પ્રમુખ રામ રહીમને પંજાબ-હરિયાણા કોઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે.CBI કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે પલટ્યો રામ રહીમ સહિત 5 આરોપીને  ઉંમર કેદ થઈ હતી તમામને રણજીત સિંહની હત્યાના કેસમાં સજા થઈ હતી. જોકે. રામ રહીમ દુષ્કર્મના કેસમાં હાલ જેલમાં બંધ છે 

ઘરમાં ઘુસીને એક બાળકી પર બળાત્કાર કરનાર આરોપીની પોલીસે ગોળી મારી

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 22-23 મેની રાત્રે ઘરમાં ઘુસીને એક બાળકી પર બળાત્કાર કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે માહિતી આપી હતી કે ટૂંકા એન્કાઉન્ટરમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી કોમલ ઉર્ફે બંટી ખટીક છે, જે બહોદાપુર હોલ, ગોહાડનો રહેવાસી છે.

રાજકોટ પોલીસ કમિશનર અને મ્યુનિ. કમિશનરને માનવ અધિકાર પંચે નોટીસ ફટકારી

રાજકોટમાં બનેલા અગ્નિકાંડમાં 30 લોકોના જીવ ગયા છે ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચ પણ હરકતમાં આવ્યું છે અને આ ઘટનાને લઈને ગુજરાત માનવ અધિકાર પંચે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને નોટીસ ફટકારી ખુલાસા પુછ્યા છે તેમજ આ મામલે જવાબદાર અધિકારી અંગેને અહેવાલ આપવા આદેશ કર્યો છે.

રાજકોટ અગ્નિકાંડ ઘટનાના 54 કલાક વીતી ગયા બાદ પરશોત્તમ રૂપાલા દેખાતા લોકોએ કર્યા અનેક સવાલ

ગઈકાલે સોશિયલ મીડિયામાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આ ઘટનામાં ક્યાંય દેખાયા નહીં તેવી ચર્ચાઓ ચાલી હતી. અગ્નિકાંડ ઘટનાના 54 કલાક વીતી ગયા બાદ તમે હવે દેખાયા છો અને ચૂંટણી સમયે તમે ઠેકઠેકાણે દેખાતા હતાં એવું લોકો કહી રહ્યાં છે. તેના જવાબમાં રૂપાલાએ કહ્યું હતું કે, હું ઘટનાના બીજા જ દિવસથી સવારે આઠ વાગ્યાનો અહીંજ છું. આ સ્થળે હું નહોતો આવ્યો એ વાત તમારી સાચી છે. રૂપાલાએ પત્રકારેને કહ્યું હતું કે, હું અહીં જ હતો, તંત્ર સાથે સંકળાયેલો હતો અને તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો. ઘટનાના દિવસે સીએમને રૂબરૂમાં હું મળ્યો હતો.

રાજસ્થાનમાં ગરમીનો કહે૨ બે દિવસમાં 21ના મોત

રાજસ્થાનમાં કાળઝાળ ગરમી વચ્ચે કોચિંગ શહેર કોટા અને સમગ્ર જિલ્લામાં સતત બિન વારિસ મૃતદેહો મળવાની ઘટનાઓએ પોલીસ પ્રશાસનમાં હલચલ મચાવી દીધી છે. સ્થિતિ એવી છે કે છેલ્લા બે દિવસમાં કોટાની ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને એમબીએસ હોસ્પિટલનાં શબઘરમાં કુલ 21 મૃતદેહો લાવવામાં આવ્યા છે. જેમાંથી દોઢ ડઝન મૃતદેહો બિન વારિસ છે.

રાજકોટ અગ્નિકાંડ -વેલ્ડિંગ કરનારાની ધરપકડ

રાજકોટ ગેમ ઝોનના સંચાલકો  નીતિન જૈન, યુવરાજસિંહ સોલંકી, અને રાહુલ રાઠોડની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા બાદ ધવલ ઠક્કરને પણ આબુ રોડ પરથી ઝડપી લીધો હતો, ઉપરાંત જેના કારણે આગ લાગી હતી તે વેલ્ડિંગ કરનારા મહેશ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે