AnandToday
AnandToday
Monday, 27 May 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 28 મે : 28 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

એક ટેસ્ટમાં બે હેટ્રિક લેવાનો કીર્તિમાન બનાવનાર એકમાત્ર બોલર -જિમી મેથ્યુસ

* ઓસ્ટ્રેલિયાના જિમી મેથ્યુસએ એક જ ટેસ્ટમાં બે હેટ્રિક લેવાનો (દક્ષિણ આફ્રિકા સામે) રેકોર્ડ બનાવ્યો (1912)
તે આ કીર્તિમાન બનાવનાર એકમાત્ર બોલર છે 

* કવિ, લેખક, ઇતિહાસકાર, સમાજસુધારક, કુશળ સંગઠક, પ્રખર દેશભક્ત, ઉમદા રાજપુરુષ અને સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરનો નાસિક પાસેના એક ગામમાં જન્મ (1883)

* ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અને તા. 23 માર્ચ 2019 થી ભારતના લોકપાલ પિનાકી ચંદ્ર ઘોષનો જન્મ (1952)
સર્વોચ્ચ અદાલતમાં તેમની પદોન્નતિ પહેલા, તેમણે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે અને તે પહેલાં, કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી

* અભિનેતા, ફિલ્મ નિર્માતા અને રાજકારણી એન. ટી. રામા રાવ (NTR તરીકે જાણીતા અને મૂળ નામ નંદામુરી તારકા રામા રાવ)નો જન્મ (1923)
જેમણે ત્રણ ટર્મમાં સાત વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી
મુખ્યત્વે તેલુગુ સિનેમામાં, તેમણે 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો

* લોકસભાના સાંસદ રહેલ હિંદુ ઉપદેશક અને રાજકારણી મહંત અવૈદ્યનાથનો ઉત્તરાખંડ રાજ્યમાં જન્મ (1921)
તેઓ તેમના ગુરુ દિગ્વિજય નાથના અનુગામી ગોરખનાથ મંદિર (ઉત્તર પ્રદેશ)ના મહંત અને હિન્દુ મહાસભાના રાજકારણી પણ હતા, બાદમાં ભારતીય જનતા પાર્ટીના ગોરખપુરથી ચાર વખત લોકસભામાં ચૂંટાયા હતા

* પાકિસ્તાનના સૌથી સફળ ટેસ્ટ ક્રિકેટ કેપ્ટન મિસ્બાહ-ઉલ-હકનો જન્મ (1974)
તેણે 24 વર્ષની ઉંમરે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું, ટેસ્ટ કેપ 27 વર્ષની ઉંમરે મળી ને 36 વર્ષની ઉંમરે કેપ્ટન બન્યો અને તેની છેલ્લી ટેસ્ટ 43 વર્ષની ઉંમરે રમી હતી 
તે કદી સદી નોંધાવી ન શક્યો, પણ વન-ડેમાં સૌથી વધુ રન અને અર્ધસદી ફટકારી છે અને ટેસ્ટમાં 3 વખત 99 પર આઉટ થયા 
2010માં પાકિસ્તાનને તેમના મેચ ફિક્સિંગ કૌભાંડના ઊંડાણમાંથી બહાર કાઢીને 2016માં ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ નંબરે લઈ જનાર મિસ્બાહ-ઉલ-હક 75 ટેસ્ટ અને 162 વનડે અને 39 ટી -20 રમ્યા છે

* પદ્મ ભૂષણથી સન્માનિત રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસના સહ-સ્થાપક ગોપાલા રામાનુજમનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1915)

* ગુજરાતના બીલીમોરા ખાતે જન્મેલ, નેશનલ અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મોના નિર્માતા નિર્દેશક મહેબૂબ ખાનનું અવસાન (1964)
તેમની યાદગાર ફિલ્મોમાં મધર ઇન્ડિયા, અંદાઝ, આન, અમર, ઓરત, અનમોલ ઘડી, અનોખી અદા વગેરે છે

* વેસ્ટીન્ડિઝના ક્રિકેટ ખેલાડી (81 ટેસ્ટ અને 169 વનડે રમનાર) જેફ દુજોનનો જન્મ (1956)

* ગુજરાતી કેળવણીકાર, પ્રકૃતિવિદ્, વિચારક, લેખક, કવિ અને વક્તા હતા દીપકભાઈ પ્ર. મેહતાનું અવસાન (2004)

* પદ્મશ્રીથી સન્માનિત અને ગોવા સ્થિત ફેશન ડિઝાઇનર અને લેખક વેન્ડેલ રોડ્રિક્સનો જન્મ (1960)

* મલયાલમ ફિલ્મોમાં અભિનેત્રી, ગીતકાર, YouTuber અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા પર્લ માનીનો કોચી ખાતે જન્મ (1989)
તેણી મલયાલમ ડાન્સ રિયાલિટી શો ડી 4 ડાન્સની ત્રણ સીઝન સહ-હોસ્ટ અને બિગ બોસ મલયાલમ સીઝન 1 ની પ્રથમ રનર-અપ તરીકે ઉભરી આવી છે

* અમરાવતી, મહારાષ્ટ્ર, વિધાનસભાના સભ્ય સુનીલ દેશમુખનો જન્મ (1958)

* મલયાલમ અને અંગ્રેજીમાં લખતા ભારતીય કવિ અને વિવેચક કે. સચ્ચિદાનંદનનો જન્મ (1948)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા ગુલશન દેવૈયાનો બેંગલુરું ખાતે જન્મ (1978)

>>>> જગતમાં ચોમેર ઝઝૂમતા લોકો જોવા મળે છે. મુશ્કેલીની વણઝાર કેટલાકને પરાસ્ત કરી નાખે છે. એવા લોકો સામાન્ય જીવન જીવીને જાણે શરણાગતિ સ્વીકારતા હોય એવું લાગે. પોતાની વેદનાનો ડૂમો એ ઓગાળી શકતા નથી. આઘાતના ટુકડાઓ ભેગા કરી એમાંથી સુંદર મજાનું ઘર બનાવવાની કળા એમને હસ્તગત હોતી નથી. પોતાની જાતને ટુકડા ભલે થાય પણ પોતે ધારેલા કામો કે આદર્શો કે પોતાની મંઝિલ એ પ્રાપ્ત કરીને જ રહે એવા લોકો પાસે એક જોશ હોય છે. એમનો સહારો સહનશીલતા અને શ્રધ્ધા હોય છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)