AnandToday
AnandToday
Sunday, 26 May 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 27 મે : 27 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

કેન્દ્રીય સડક પરીવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી નો આજે જન્મદિવસ 

ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના કેન્દ્રીય મંત્રી, મહારાષ્ટ્રના ભારતીય રાજકારણી અને ઉદ્યોગપતિ નિતિન ગડકરીનો નાગપુરમાં જન્મ (1957)
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના કેન્દ્રીય મંત્રી તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો રેકોર્ડ તેમના નામ સાથે છે

* ભારતના ઓલરાઉંડર ક્રિકેટ ખેલાડી (80 ટેસ્ટ અને 150 વનડે રમનાર), પૂર્વ કોમેન્ટટર અને ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ રહેલ રવિ શાસ્ત્રી (રવિશંકર જયદ્રિષ્ઠ શાસ્ત્રી)નો મુંબઈમાં જન્મ (1962)
કપિલ દેવ સિવાય, રવિ શાસ્ત્રી એકમાત્ર ભારતીય ક્રિકેટર છે જેણે રમતના બંને ફોર્મેટ વનડે અને ટેસ્ટમાં 2,000 થી વધુ રન અને 100 વિકેટ લીધી છે 
તેમની કારકિર્દીની 80 ટેસ્ટમાં 3,830 રન અને 151 વિકેટોના યોગ્ય આંકડા છે.
ઈંગ્લેન્ડના એક જ પ્રવાસમાં બે સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય ઓપનર છે 

* આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનું અવસાન (1964)

* ભારતીય ફીલ્ડ હોકી ગોલકીપર મુનીર સૈતનો જન્મ (1940)
1968માં મેક્સિકો ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર ભારતીય ટીમના સભ્ય હતા 

* રડાર તથા માઇક્રોવેવ તકનીકીના સ્થાપક અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને પ્રોફેસર વિલિયમ વેબસ્ટર હેન્સનનો કેલિફોર્નિયામાં જન્મ (1909)

* ડૉ. ભીમરાવ આંબેડકરનાં પત્ની રમાબાઈ આંબેડકરનું અવસાન (1935) 

* તેલુગુ સિનેમા અને બોલિવૂડમાં ફિલ્મ સ્ક્રીન લેખક અને દિગ્દર્શક કે. વી. વિજયેન્દ્ર પ્રસાદનો જન્મ (1942)
તેમના પુત્ર એસ. એસ. રાજામૌલી સૌથી મોટા નિર્દેશક તરીકે લોકપ્રિય અને સફળ છે 

* અંગ્રેજીમાં ખુબ લાંબી ફ્લેમિંગો કવિતા લખનાર ભારતીય કવિ અને લેખક પેરુગુ રામકૃષ્ણનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1960)

* સૈદ્ધાંતિક ઉચ્ચ ઉર્જા ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં સંશોધન કરી રહેલા ભારતીય વૈજ્ઞાનિક અને સાહિત્યના લેખક કે. શ્રીધરનો જન્મ (1961).

* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા અંકુર નય્યરનો પઠાણકોટ ખાતે જન્મ (1977)

* મુંબઈ સ્થિત ફિલ્મ કાસ્ટિંગ ડિરેક્ટર, એક્ટિંગ વર્કશોપ ડિરેક્ટર મુકેશ છાબરાનો દિલ્હીમાં જન્મ (1980)

>>>> આહાર એટલે કે ભૂખ એ પ્રાણીમાત્રની પ્રાથમિક જરૂરિયાત હોય શકે એ જ રીતે લાગણી કે પ્રેમ માટેની ભૂખ એ પણ દરેકને સતાવતી હોય છે. કેટલાક લોકો આ ભાવને સંયમિત રીતે પ્રગટ કરે છે અને જગતમાં એવા લોકો પણ હોય છે જેમની લાગણી કે પ્રેમ માટેની ઝંખના અત્યંત તીવ્ર અને બોલકી હોય છે. લાગણીની ભૂખ ના સંતોષાય ત્યારે એનામાં એક વિષાદ ઉભો થાય છે. માણસ કોઇકનો સહચાર ઝંખે છે. કોઇકની સાથે મોકળા મને વાત કરવાની એને તાલાવેલી હોય છે. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)