રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. આ લાગવાની ઘટનામાં એટલી ભયંકર હતી કે, તેમાં 32 લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં 32 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. 32 લોકોના મોતથી સમગ્ર રાજકોટ શહેર હિબકે ચડ્યું છે. શહેરમાં સન્નાટો ફેલાઈ ગયો છે. રાજકોટ સિવિલમાં એમ્બ્યુલન્સના થપ્પા લાગી ગયા છે.માલિક સહિત કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં 33થી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા. આ ઘટનાથી રાજ્ય સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. બાળકોના મૃતદેહ બહાર આવતા જોઈને સૌ કોઈની આખો ભીની થઇ રહી છે. તો આવી કરૂણ ઘટના સમયે પ્રતિક્રિયા આપતા ભાજપ ધારાસભ્ય રમેશ ટીલાળા હસી રહ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં માતેલાં સાંઢની જેમ પુરપાટ ઝડપે લહેરાતો ટ્રક આવ્યો અને પૂર્ણગિરી જઈ રહેલા 11 ભક્તોને કચડી નાંખ્યાં. આ ઘટનામાં આંખના પલકારામાં જ ઘટના સ્થળ પર જ 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. શાહજહાંપુરમાં પથ્થરોથી ભરેલી ટ્રક પાર્ક કરેલી બસ સાથે અથડાતાં મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલ ઘણા ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોના મોત થયા છે, ત્યારે આ અગ્નિકાંડે એક NRI પરિવારને પણ વેરવિખેર કરી દીધો છે. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો. હજુ 4 દિવસ પહેલા જ યુગલના લગ્ન થયા હતા, ત્યારે નવ પરિણીત યુગલનું મોત થતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રેવન્યુ ઈન્ટેલિજન્સ અધિકારીઓની ટીમે 10 સભ્યોની સોનાની દાણચોરી કરતી ગેંગની ધરપકડ કરી છે, એટલું જ નહીં, આ ગેંગ પાસેથી 7.75 કરોડની કિંમતનું 10.32 કિલો સોનું જપ્ત કર્યું છે. આ ટોળકી મૂળ ચેન્નાઈની જ નથી પરંતુ અમદાવાદના એરપોર્ટ સર્કલ પાસેની હોટલમાંથી સોનાની દાણચોરીનો ધંધો પણ ચલાવતી હતી.
અમદાવાદના નારોલ વિસ્તારમાં પાડોશી શખ્સ દ્વારા બાર વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ નારોલ પોલીસના દફતરે નોંધાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત રાજ્યની 10 લાખ વિદ્યાર્થિનીઓ અને ધોરણ 11-12 સાયન્સનાં 2.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને 27 જૂનના રોજ પ્રથમ હપ્તાના રૂ. 85 કરોડની ચુકવણી કરવામાં આવશે. 27 જૂનના રોજ પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે. તેના પ્રથમ દિવસે જ બંને યોજનાના પ્રથમ હપ્તાની ચુકવણી પણ કરી દેવાશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી. જેમાં આ અંગે નિર્ણય લેવાયો છે.આ માટે સોમવારથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પાપુઆ ન્યૂ ગિનીમાં ભયાનક ભૂસ્ખલન જોવા મળ્યું હતું. શરૂઆતમાં આ અકસ્માતમાં 100 લોકોના નિધનની આશંકા હતી. પરંતુ યુએનના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનને આશંકા છે કે ભૂસ્ખલનને કારણે 670 લોકોના નિધન થયા હોઈ શકે છે. કારણ કે 150 થી વધુ મકાનો દટાયેલા છે.
પૂર્વ દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં આગની ઘટનામાં સાત નવજાત બાળકોના મોત થયા છે. આગ લાગ્યા બાદ ઓક્સિજન સિલિન્ડર ફાટવા લાગ્યો જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. તે જ સમયે, હવે દિલ્હી પોલીસે આ કેસમાં બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ કરી છે. આ દુર્ઘટના શનિવારે રાત્રે પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં બની હતી, જેમાં ઘણા બાળકો ઘાયલ થયા હતા.
બંગાળ પર 'રેમલ' વાવાઝોડાને ખતરો મંડરાઇ રહ્યો છે. આ ચક્રવાત આજે મધરાતે કોલકાતાના દરિયાકાંઠે લેન્ડફોલ કરશે. જેને લઇને ભારે તબાહી થઇ શકે છે. બંગાળના જોખમ પર પીએમ મોદીએ તાત્કાલિક બેઠક યોજી છે.