AnandToday
AnandToday
Friday, 24 May 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 25 મે : 25 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

હિન્દી ફિલ્મ અભિનેતા અને રાજકારણી સુનીલ દત્ત ની આજે પુણ્યતિથિ

પાકિસ્તાનમાં જન્મેલા અને પદ્મશ્રીથી સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અને રાજકારણી સુનીલ દત્તનું અવસાન (2005)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં મધર ઇન્ડિયા, પડોશન, જાની દુશ્મન, નાગિન વગેરે છે તેઓ મનમોહન સિંહ સરકારમાં યુવા બાબતો અને રમતગમત મંત્રી હતા

* ભારતીય ક્રાંતિકારી, વકીલ, પત્રકાર, લેખક, ઝવેરી અને વિદેશી ધરતી ઉપર ચાલેલી ક્રાંતિ પ્રવૃત્તિના સાક્ષી અને સહકર્મી સરદારસિંહ રાણાનું વેરાવળ ખાતે અવસાન (1957)
સરદારસિંહ રાણાનો સૌરાષ્ટ્રના લિંબડી સ્ટેટના એક ગામ કંથારિયામાં જન્મ થયો હતો
બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ ગયા પણ વકીલ બનવાને બદલે અચ્છા હીરાપારખું અને વેપારી બની ગયા 
બે વિશ્વયુદ્ધો અને 21મી સદીના પ્રથમ ચાર દાયકાની વિદેશી ધરતી ઉપર ચાલેલી ક્રાંતિ પ્રવૃત્તિના તેઓ સાક્ષી અને સહકર્મી રહ્યા 
જ્યારે વીર સાવરકરે સ્ટીમરમાંથી કૂદકો મારીને અંગ્રેજ જેલ્માંથી છટકવાનો પ્રયત્ન કર્યો હતો અને સાગર તરીને માર્સેલ્સ બંદરે પહોંચ્યા ત્યારે ફ્રાન્સની ભૂમિ ઉપરથી ફરી અંગ્રેજોએ કરેલી ધરપકડ સામે હેગની આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેસ પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા તેમણે ભજવી હતી
લંડનનું ‘ઇન્ડિયા હાઉસ’ ક્રાંતિવીરોનું મુખ્ય મથક હતું. તેની સ્થાપનામાં શ્યામજીકૃષ્ણ વર્મા સાથે સરદારસિંહ પણ હતા 

* પ્રખ્યાત ક્રાંતિકારી, વકીલ અને શિક્ષાવિદ્દ રાસ બિહારી બોઝનો પશ્ચિમ બંગાળમાં જન્મ (1886)

* સ્વતંત્ર ઓડિશા રાજ્યના આર્કિટેક્ટ તરીકે ગણવામાં આવતા મહારાજા સર કૃષ્ણ ચંદ્ર ગજપતિ નારાયણ દેવનું અવસાન (1974)

* ભારતના ક્રિકેટ ખેલાડી (26 ટેસ્ટ રમનાર) રૂસી સુરતીનો ગુજરાતના સુરત ખાતે જન્મ (1936)
તે એક અસાધારણ ફિલ્ડસમેન અને રમતના દરેક વિભાગમાં ક્રિકેટર તરીકે વધુ ઉપયોગી હતા, તે ક્રમમાં ગમે ત્યાં બેટિંગ કરી શકે છે, એક સ્થિર ડાબા હાથનો બેટ્સમેન જે પ્રસંગોએ ઝડપથી સ્કોર કરી શકે છે. તે નવા બોલથી બોલિંગ કરી શકતા, જમણા હાથની તરફ ત્રાંસી ડિલિવરી કરતા અને જ્યારે જરૂર પડે ત્યારે ડાબા હાથના સ્પિન પર પણ સ્વિચ કરી શકતા 

* બૉલીવુડ ફિલ્મોના સંગીત નિર્દેશક, મ્યુઝિક એરેન્જર, પ્રોગ્રામર, રેકોર્ડિસ્ટ અને વાયોલિનવાદક ઉત્તમ સિંહનો જન્મ (1948)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં પેઇન્ટર બાબુ, પિંજર, ગદર, દિલ તો પાગલ હૈ વગેરે છે 

* ફિલ્મ નિર્દેશક, નિર્માતા, અભિનેતા, પટકથા લેખક, કોસ્ચ્યુમ ડિઝાઇનર અને ટેલિવિઝન વ્યક્તિત્વ કરણ જોહરનો મુંબઈ ખાતે જન્મ (1972)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં કભી ખુશી કભી ગમ, કુછ કુછ હોતા હૈ, સ્ટુડન્ટ ઓફ ધ ઈયર, એ દિલ હૈ મુશ્કિલ, દિલ તો પાગલ હૈ વગેરે છે 
તે નિર્માતા યશ જોહર અને હીરૂ જોહરનો પુત્ર છે

* પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલનો જન્મ (1936)

* અંગ્રેજી ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક ઈસ્માઈલ મર્ચન્ટનું અવસાન (2005)
જેમણે ઘણા વર્ષો સુધી મર્ચન્ટ આઈવરી પ્રોડક્શન્સ સાથે સહયોગમાં કામ કર્યું અને તેમની ફિલ્મોએ છ એકેડેમી એવોર્ડ જીત્યા છે 

* કાર્તિ તરીકે પ્રખ્યાત, તમિલ ફિલ્મ અભિનેતા કાર્તિક શિવકુમારનો ચેન્નાઇ ખાતે જન્મ (1977)

* હિન્દી ફિલ્મ અભિનેતા કુણાલ ખેમુનો શ્રીનગર ખાતે જન્મ (1983)
અભિનેતા તરીકેની તેમની કેટલીક નોંધપાત્ર ભૂમિકાઓમાં રાજા હિન્દુસ્તાની, કલયુગ, ટ્રાફિક સિગ્નલ, ઝખ્મ, ઢોલ, ગોલમાલ, 99, ગો ગોવા ગોન, કલંક અને મલંગનો સમાવેશ થાય છે અને બાળ કલાકાર તરીકે 'સર' સાથે શરૂઆત કરી હતી
તેમના લગ્ન સોહા અલી ખાન સાથે થયા છે

* હિન્દી ટેલિવિઝન અભિનેતા શાલીન મલ્હોત્રાનો દિલ્હી ખાતે જન્મ (1988)

* તેલુગુ, હિન્દી અને તમિલ ફિલ્મોમાં અભિનેત્રી અને મોડેલ મન્નરા ચોપરાનો હરિયાણા રાજ્યમાં જન્મ (1991)
તે પ્રિયંકા અને પરિણીતી ચોપરાની કઝીન છે 

* મલયાલમ અને તમિલ, કન્નડ, તેલુગુ ભાષાઓમાં 4000 થી વધુ ગીતોના ગાયક, સંગીત નિર્દેશક, સંગીત નિર્માતા, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને ફિલ્મ નિર્માતા એમજી શ્રીકુમારનો કેરાલા રાજ્યમાં જન્મ (1957)

* કેરળના કોલ્લમ જિલ્લાના પઠાણાપુરમનું પ્રતિનિધિત્વ કરતી વિધાનસભાના સભ્ય, ટેલિવિઝન હોસ્ટ અને અભિનેતા કે. બી. (કીઝૂતે બાલકૃષ્ણ પિલ્લઈ) ગણેશ કુમારનો જન્મ (1966)

* મર્યાદિત ઓવરો સાથેની ICC માન્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં (યુકેના જર્સીમાં મોઝાબિક સામે) તમામ 10 વિકેટ ઝડપનાર સૌથી પહેલો બોલર નેપાળ માટે મહબૂબ આલમ બન્યો (2008)

>>>> આપણે સહુ એક કોલાહલ વચ્ચે જીવીએ છીએ. માણસને ભીડ ગમતી હોય છે. ટોળું એ એનો આગવો મિજાજ છે. એકમેકની નજીક જીવતા લોકો બાહય રીતે એકબીજા સાથે જોડાયેલા હોય એવું લાગે પરંતુ હકીકતમાં વાત કંઈક અલગ જ હોય છે. ભીડ કે કોલાહલની વચ્ચે પણ માણસ વાતચીત શોધતો હોય એવું પણ બને ! પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ... એવું કહેવામાં જે સંવેદના છે એ સાર્વત્રિક હોય છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)