AnandToday
AnandToday
Friday, 24 May 2024 00:00 am
AnandToday

AnandToday

આજની 10 મહત્વની ખબર

લોકસભા ચૂંટણી 2024 છઠ્ઠા તબક્કા માટે 25 મે શનિવારે મતદાન 

લોકસભા ચૂંટણી 2024 છઠ્ઠા તબક્કા માટે 25 મે શનિવારે મતદાન થશે. ચૂંટણી 2024 માં શનિવારે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, ઓરિસ્સા હરિયાણા સહિત આઠ રાજ્યોની 58 બેઠકો માટે મતદાન યોજાશે. ભાજપ કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પાર્ટીઓના મોટા દિગ્ગજો છઠ્ઠા તબક્કાના ચૂંટણી રણ મેદાનમાં છે.

26 મે થી 4 જૂન વચ્ચે વરસાદ આવશે- અંબાલાલ પટેલ

ગુજરાત રાજ્યમાં 14મી જૂનથી ચોમાસાની શરૂઆત થશે. એ પહેલા વધુ એક વરસાદી રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 26 મે થી 4 જુન વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે


પિતાએ  જીવતી પુત્રીની શોકપત્રિકા છપાવી ,પરિવારે મુંડન કરાવીને મૃત્યુ ભોજન પણ કરાવ્યું

રાજસ્થાનના ઉદયપુરના સોયરા ગામ ની ચકચારી ઘટના એક પિતાએ પોતાની જીવતી પુત્રીની શોકપત્રિકા છપાવી દીધી છે. એટલું જ નહી પરિવારે મુંડન કરાવીને મૃત્યુભોજન પણ કરાવ્યું હતું. પુત્રી ઘરથી ભાગીને આંતરજાતીય લગ્ન કર્યા પછી પિતાએ આ પગલું ભર્યું છે. સાયરા ગ્રામ પંચાયતમાં આવેલા ગુડાની ગામની એક યુવતીએ અન્ય સમાજના પ્રેમી યુવક સાથે ભાગીને લગ્ન કર્યા હતા.

પાકિસ્તાનના જેકોબાબાદમાં 50 ડિગ્રી ગરમી નોધાતા હાહાકાર મચ્યો

ગરીબી, આતંકવાદ, મોંઘવારીની ઝઝૂમતી પાકિસ્તાની જનતા આ વર્ષે કાળઝાળ ગરમી પણ વેઠી રહી છે.સિંધ પ્રાંતના ઘણા શહેરોનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચ્યું
સિંધના જેકોબાબાદમાં 50 ડિગ્રી ગરમી નોધાતા હાહાકાર મચ્યો છે

ગુજરાતમાં હીટસ્ટ્રોકે બે દિવસમાં 19નો જીવ લીધો

ગુજરાતમાં હીટસ્ટ્રોકે બે દિવસમાં 19નો જીવ લીધો છે. તેમા એકલા સુરતમાં જ નવના મોત થયા હતા. ગ જયારે વડોદરામાં ચાર, મોરબી, જામનગર અને રાજકોટમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.વડોદરામાં ગરમીની સીઝનમાં અત્યાર સુધી 23 લોકો મોતને ભેટી ચૂક્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસો નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં સોનું થયું સસ્તું

લોકસભા ચૂંટણીનું પરિણામ આવે એ પહેલાં જ લોકોની થઈ ગઈ ચાંદી-ચાંદી. સોનું 1 અઠવાડિયામાં લગભગ ₹3,000 જેટલું સસ્તું થયું, શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત 67,440 રૂપિયા છે. તો આજે બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 73,560 રૂપિયા છે

સોશિયલ મીડિયા બાળકો માટે ખૂબ ખતરનાક -એલોન મસ્ક

અબજોપતિ અને વિશ્વની સૌથી મોટી માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સના માલિક એલોન મસ્કે કહ્યું છે કે સોશિયલ મીડિયા બાળકો માટે ખૂબ જ ખતરનાક છે. બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા જરૂરી છે. લાંબા સમય સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો બાળકો માટે સારું નથી. તેમણે કહ્યું કે તેને મર્યાદિત કરવાની જરૂર છે.

કાશ્મીરમાં બેંક લૂંટનો આરોપી સાવલીની કંપનીમાંથી ઝડપાયો

સાવલી તાલુકાના લામડાંપુરા રોડ આવેલી એક ખાનગી કંપનીમાંથી જમ્મુ કાશ્મીર અને મંજુસર પોલીસે સંયુકત ઓપરેશન કરી દોઢ વર્ષથી જમ્મુના સુરણકોટ શહેરની બેંક લૂંટના દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો હતો.સાવલી તાલુકાના લામડાપુરારોડ પર આવેલ ગુજરાત વિક્ટરી ફોર્જીંગ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ ટુ કંપનીમાં સિક્યુરિટી તરીકે બેંક લૂંટના આરોપી દાનિશ સગીર શાહ (રહે.સુરણકોટ, જિલ્લો.પુંજ, જમ્મુ કાશ્મીર)ને ઝડપી પાડયો હતો.

કોંગ્રેસ પાર્ટી એકલા હાથે 273 સીટોને પાર કરશે - કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

લોકસભા ચૂંટણી 2024ને લઈ  NDA અને INDIA ગઠબંધનના નેતાઓ જીતનો દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોટો દાવો કરી દીધો કે લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધન 300થી વધુ સીટો જીતશે જ્યારે કોંગ્રેસ પાર્ટી એકલી 273 સીટોને પાર કરશે.