આણંદ,
સર્વાઈકલ કેન્સર સ્ક્રીનીંગ માટે રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ અને રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન દ્વારા પાયલ પોલીપ્લાસ્ટ, દહેજના સહયોગથી હિમાલયા હોસ્પિટલ આણંદ ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ ક્લસ્ટર ૩ માટે colaposcopy મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જેમાં સર્વાઈકલ કેન્સરનું વિનામુલ્યે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ અને રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન રોટેરીઅન ડૉ. સંજય બ્રહ્મભટ્ટ અને રોટેરીઅન ડૉ. યુવરાજસિંહ પ્રિયદર્શીનો સંસ્થા આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિહીર ભાઈ દવે તથા ફર્સ્ટ લેડી ઓફ ડિસ્ટ્રિક્ટ વૈશાલીબેન દવે, પ્રમુખ પરેશ ઠક્કર, સેક્રેટરી ગગન પંજાબી અને રોટેરીયન તેજલ ઠક્કર, ડૉ. ઉમા પટેલ, હેમાંગ શાહ, નીતાબેન જેઠવા ગૌતમ મહેતા સાથે તથા રોટરી ક્લબ ભરૂચ નર્મદાના પ્રેસિડેન્ટ યુવરાજસિંહ પ્રિયદર્શી તથા સેક્રેટરી અમિત તાપીયાવાલા તથા પાયલ પોલીપ્લાસ્ટમાંથી પાટીલ સાહેબ પૂર્વ પ્રેસિડેન્ટ ધ્રુવ રાજા હાજર રહ્યા હતા.
નોંધનિય છે કે, સર્વાઈકલ કેન્સરના સ્ક્રીનીંગનો લાભ લેવા ઈચ્છતા લોકો પ્રેસિડેન્ટ પરેશભાઈ ઠક્કર (મોં: ૯૮૯૮૦૨૬૬૬૬) એન્ડ સેક્રેટરી ગગન પંજાબી (મોં: ૯૮૨૫૨૩૯૧૩૬) નો સંપર્ક કરી શકશે.
-૦-૦-૦-