AnandToday
AnandToday
Monday, 20 May 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 21 મે : 21 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવનાર પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ

ભારતના 6ઠ્ઠા વડા પ્રધાન તરીકે (1984 થી 1989 સુધી) સેવા આપનાર કોંગ્રેસના આગેવાન રાજીવ ગાંધીની તામિલનાડુમાં હત્યા કરાતા અવસાન (1991)
ભારત રત્નથી સન્માનિત રાજીવ ગાંધી ભારતના સૌથી યુવા વડાપ્રધાન છે
તેઓ 1985થી 1991 સુધી કોંગ્રેસ પ્રમુખ હતા
1981-91 અમેઠીથી સાંસદ હતા 

* રાજકારણી અને ગુજરાતી નિબંધકાર લીલાવતી મુનશીનો જન્મ (1899)
તેમણે રેખાચિત્રો અને વ્યક્તિગત નિબંધોના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું 
તેઓ બોમ્બે વિધાનસભાના (1932-46) સભ્ય અને રાજ્યસભાના સભ્ય (1952-58) અને કોંગ્રેસના આગેવાન રહ્યાં 

* રાજકોટ ખાતે જન્મેલ અને ભારતના ક્રિકેટ ખેલાડી (7 ટેસ્ટ રમનાર) અમર સિંગ લઢા (લાધાભાઈ નકુમ અમર સિંહ)નું માત્ર 29 વર્ષની વયે ટાઇફોઇડથી અવસાન (1940)
જમણા હાથના ઝડપી-મધ્યમ બોલર અને અસરકારક નીચલા ક્રમના બેટ્સમેન, અમર સિંહએ બીજા વિશ્વયુદ્ધ પહેલા ભારત માટે સાત ટેસ્ટ રમી હતી
તેમણે ફસ્ટકલાસ ક્રિકેટમાં 3344 રણ કર્યા હતા અને 506 વિકેટ લીધી હતી 
તેમનું થયું હતું

* બૉલીવુડ ફિલ્મ નિર્માતા - નિર્દેશક આદિત્ય ચોપરાનો મુંબઈ ખાતે જન્મ (1971)
તેમની ભવ્ય ફિલ્મોમાં મોહબત્તે, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, ધૂમ, બંટી ઔર બબલી વગેરે છે
તેમના પ્રથમ લગ્ન પાયલ ખન્ના સાથે 2001માં થયા હતા, બીજા લગ્ન અભિનેત્રી રાની મુખર્જી સાથે 2014માં થયા છે 
તેમના પિતા યશ ચોપરા બૉલીવુડ ફિલ્મ નિર્માતા - નિર્દેશક હતા

તેમનો ભાઈ ઉદય ચોપરા અભિનેતા છે
* જર્મનીના ક્રિકેટ ખેલાડી (24 ટી -20 રમનાર) વેંકટરામન ગણેશનનો ભારતમાં ચેન્નાઇ ખાતે જન્મ (1977)

* પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત ભારતીય સારંગી વાદક સાબરી ખાનનો ઉત્તર પ્રદેશના મુરદાબાદ ખાતે જન્મ (1927)
તેમના પરિવારના બંને પક્ષે પ્રતિષ્ઠિત સંગીતકારોની શ્રેણીમાંથી ઉતરી આવ્યા હતા 

* મલયાલમ સિનેમાના અભિનેતા, નિર્માતા, પ્લેબેક ગાયક અને વિતરક મોહનલાલનો કેરાલા રાજ્યમાં જન્મ (1960)

* આધ્યાત્મિક ગુરુ, ભારતીય ફિલસૂફ, યોગી, લેખક, કવિ, સંગીતકાર, ભાષાશાસ્ત્રી અને વૈજ્ઞાનિક પ્રભાત રંજન સરકારનો બિહાર રાજ્યમાં જન્મ (1921)

* બંગાળી મૂળના ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સુબોધ મુખર્જીનું મુંબઈ ખાતે અવસાન (2005)
તેમની યાદગાર ફિલ્મોમાં પેઇંગ ગેસ્ટ, લવ મેરેજ, મુનીમજી, તીસરી આંખ, જંગલી, ઉલટા સીધા વગેરે છે 
તેઓ અગ્રણી નિર્માતા-દિગ્દર્શક શશધર મુખર્જીના ભાઈ હતા

* ભારતીય નાગરિક સેવા અધિકારી અને યુનમાં 22 વર્ષ સેવા આપનાર સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ અંડર-સેક્રેટરી જનરલ ચક્રવર્તી વી. નરસિમ્હનનો ચેન્નાઇ ખાતે જન્મ (1915)

* પદ્મશ્રીથી સન્માનિત હિન્દી ફિલ્મ અને ટીવીના લોકપ્રિય લેખક અને કવિ શરદ જોશીનો ઉજ્જૈન ખાતે જન્મ (1931)

* ભારતીય શાસ્ત્રીય અને સમકાલીન નૃત્યાંગના અને કોરિયોગ્રાફર અનીતા રત્નમનો મદુરાઈ ખાતે જન્મ (1954)

* ભારતીય ફિલ્મ નિર્દેશક, અભિનેતા, નિર્માતા અને પટકથા લેખક સુજોય ઘોષનો કોલકાતા ખાતે જન્મ (1966)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં કહાની, બદલા, ઓલદિન, બોબ બિશ્વાસ વગેરે છે

* સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત લેખક અને મલયાલમ સાહિત્યના વિદ્વાન કે. એન. એઝુથાચનનો કેરાલા રાજ્યમાં જન્મ (1911)

* રાજ્યસભામાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા ભારતના સંસદ સભ્ય ઈશ્વરલાલ જૈનનો જન્મ (1946)

* મોડલ, હિન્દી ફિલ્મ અભિનેત્રી અને ડૉક્ટર અદિતિ ગોવિત્રીકરનો જન્મ (1976)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં સ્માઈલ પ્લીઝ, દે ધના ધન, ધ ફોગ, સોચ, ભેજા ફ્રાય 2 વગેરે છે 

* અલંકૃત અને જટિલ રીતે વિગતવાર ગાઉન્સ માટે જાણીતા ભારતીય-અમેરિકન ફેશન ડિઝાઈનર તેમના નઈમ ખાનનો મુંબઈ ખાતે જન્મ (1958)

* ભારતીય ઇતિહાસકાર સંજય સુબ્રહ્મણ્યમનો જન્મ (1961)

* હિન્દી અને તેલુગુ ભાષાની ફિલ્મ અભિનેત્રી અને એર હોસ્ટેસ કાવેરી ઝાનો બિહાર રાજ્યમાં જન્મ (1983)

* આંતરરાષ્ટ્રીય ચા દિવસ * 

>>>> બિનશરતી માનવસંબંધોની અનોખી હૂંફ હોય છે. જે લોકો લાંબુ આયુષ્ય ભોગવે છે એમાં મહત્વનું પરિબળ એને મળતો કુટુંબપ્રેમ કે માનવપ્રેમ હોય છે. એકબીજાને ઉમળકાથી મળતો માનવ એ સાક્ષાત માધવ હોય છે. આપણે એને ખોટી જગ્યાએ શોધતા રહીએ છીએ.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
એ છલકાય છે એકમેકના મનમાં.
જગતમાં બોલબાલા પ્રેમીઓની જ હોય છે. ચાહત એ જ સૌ કોઇ માટે રાહત બની જાય છે. મજા એ છે કે માણસે માણસે એનો પ્રતિભાવ જુદો હોય છે. માનવ સ્વભાવ નીત નિરાળા બનીને વ્યક્ત થાય છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)