AnandToday
AnandToday
Thursday, 16 May 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 17 મે : 17 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

હિન્દી ફિલ્મ ગીત અને ગઝલના લોકપ્રિય ગાયક પંકજ ઉધાસનો આજે જન્મદિવસ 

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ ગીત અને ગઝલના લોકપ્રિય ગાયક પંકજ ઉધાસનો ગુજરાતમાં જેતપુર ખાતે જન્મ (1951)

* પદ્મ ભૂષણના પ્રાપ્તકર્તા, ભારતીય સેનામાં સેવાને કારણે કેપ્ટન નાયર તરીકે જાણીતા ભારતીય ઉદ્યોગપતિ, ધ લીલા ગ્રુપ હોટલ ચેઇનની સ્થાપના કરનાર કેપ્ટન ચિત્તરથ પૂવક્કટ્ટ કૃષ્ણન નાયરનું મુંબઈ ખાતે અવસાન (2014)

* બૉલીવુડ ફિલ્મોના નિર્માતા નિર્દેશક પ્રકાશ મેહરાનું મુંબઈ ખાતે અવસાન (2009)
તેમની યાદગાર ફિલ્મોમાં જંઝિર, નમક હલાલ, લાવારિસ, મુકદર કા સિકંદર, હેરાફેરી, શરાબી વગેરે છે

* બાળપણમાં પોલિયોમેલિટિસથી પીડિત હતા અને જ્યારે તેઓ પુખ્ત થયા ત્યારે તેમનો જમણો હાથ સુકાઈ ગયો હોવા છતાં, તે 14 વર્ષ માટે ભારત માટે સૌથી શક્તિશાળી મેચ-વિનિંગ હથિયાર બની (58 ટેસ્ટ અને 1 વન ડે) ક્રિકેટ રમનાર ભાગવત ચંદ્રશેખરનો કર્ણાટકના મૈસુર ખાતે જન્મ (1945)
ચંદ્રશેખર કદાચ ભારત માટે પ્રથમ મહાન મેચ વિજેતા બોલર હતા કે જેમણે 14 જીતમાં 98 વિકેટ ઝડપી હતી 

* મરાઠી ભાષાના ખુબ લોકપ્રિય ટેલિવિઝન, ફિલ્મ અને થિયેટર અભિનેત્રી અને નિર્માતા મુક્તા બર્વેનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1979)

* ભારતના ક્રિકેટ ખેલાડી (10 ટેસ્ટ રમનાર) રુસ્તમજી શેરયાર મોદી (રુસી મોદી)નું મુંબઈ ખાતે અવસાન (1996)

* મહારાષ્ટ્રના ઈતિહાસકાર ગોવિંદ સખારામ સરદેસાઈનો જન્મ (1865)

* કેરાલા અને કર્ણાટકના રાજ્યપાલ રહેલ (2009 થી 2014) એચ.આર. ભારદ્વાજનો જન્મ (1937)

* બોલિવૂડની હોરર ફિલ્મ નિર્દેશક શ્યામ રામસેનો જન્મ (1952)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં પુરાના મંદિર, બંધ દરવાજા, વીરાના, તહેખાના, મહાકાલ, પુરાની હવેલી વગેરે છે

* હિન્દી ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ગાંગુલીનો મુંબઈ ખાતે જન્મ (1953)
તેમના પિતા અશોક કુમાર ખુબ સફળ અને લોકપ્રિય અભિનેતા હતા 

* બોલિવૂડ ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી અભિનેત્રી નુસરત ભરૂચાનો મુંબઈ ખાતે જન્મ (1985)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં સોનુ કે ટીટુ કી સ્વીટી, પ્યાર કા પંચનામા, ડ્રિમગર્લ, છલાંગ વગેરે છે 

* ભારતીય ફિલ્મ નિર્માતા કૃષિકા લુલ્લાનો મુંબઈ ખાતે જન્મ (1980)

* મલયાલમ ફિલ્મોના સંગીત કલાકાર અને ફિલ્મ અભિનેત્રી સંથા કુમારીનો જન્મ (1920)

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી દિયા ચોપરાનો જન્મ (1983)

* બંગાળી ફિલ્મ અભિનેતા બિક્રમ ચેટર્જીનો કોલકાતા ખાતે જન્મ (1987)

* હિન્દી સહિત ભારતીય ભાષાની ફિલ્મ નિર્માતા અને ભૂતપૂર્વ અભિનેત્રી ચાર્મી કૌરનો જન્મ (1987)

* 1930ના દાયકાના વેસ્ટ ઈન્ડિયન પેસ બોલર લેસ્લી હિલ્ટનને તેની પત્નીની હત્યાના આરોપમાં જમૈકામાં ફાંસી આપવામાં આવી (1955)

* વર્લ્ડ ટેલિકૉમ્યૂનિકેશન ડે *

>>>> ઇતિહાસમાં જેટલા પણ અત્યાચાર થયા છે તે "નેક ઈરાદા"થી થયા છે. "હું તો તારા સારા માટે કરું છું" કહીને ત્રાસ આપતાં હોય છે. લીડરોનું પણ એવું છે. એ તેમના ગેરવ્યવહારને તેમના ઈરાદાથી ઉચિત ઠેરવે છે. દુષ્ટ વ્યક્તિ ક્યારેય એ ન સ્વીકારે કે તે દુષ્ટ છે. તેને બીજા બધા દુષ્ટ નજર આવે, અને ખુદને ભલો માણસ માને. દરેક ધર્મ શાંતિનો સંદેશ આપે છે છતાં, ધર્મના નામે લોકો કેમ હિંસા કરે છે?વિચાર ગમે તેટલો શુભ હોય, આચાર જો દુષ્ટ હોય તો વિચાર નકામો. મહાત્મા ગાંધીએ એટલા માટે સાધન શુદ્ધિની વાત કરી હતી. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)