AnandToday
AnandToday
Tuesday, 14 May 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 15 મે : 15 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

બૉલીવુડ ફિલ્મોના ખુબ લોકપ્રિય અને સફળ અભિનેત્રી માધુરી દીક્ષિતનો આજે જન્મદિવસ 

બૉલીવુડ ફિલ્મોના ખુબ લોકપ્રિય અને સફળ અભિનેત્રી માધુરી દીક્ષિતનો મુંબઈ ખાતે જન્મ (1967)
તેમની સફળ ફિલ્મોની યાદીમાં દિલ તો પાગલ હૈ, હમ આપકે હૈ કોન, દેવદાસ, દિલ, રાજા, બેટા, ખલનાયક, તેજાબ વગેરે છે 
તેમના લગ્ન અમેરિકાના ડૉ. શ્રી રામ નેને સાથે 1999માં થયા છે

* સ્કોટલેન્ડના બ્રિટિશ વ્યાવસાયિક ટેનિસ ખેલાડી એન્ડ્રુ મુરેનો યુકેમાં જન્મ (1987)
એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ દ્વારા 41 અઠવાડિયા માટે તેને વિશ્વનો નંબર 1 ક્રમ આપવામાં આવ્યો હતો, અને 2016 માં તે વર્ષના અંતે નંબર 1 તરીકે સમાપ્ત થયો 

* પદ્મ ભૂષણથી સન્માનિત ઓડિયા કવિ, નવલકથાકાર, વાર્તા લેખક, નાટ્યકાર અને નિબંધકાર કાલિંદી ચરણ પાણિગ્રહીનું અવસાન (1991) 

* ભારતના 11મા ઉપરાષ્ટ્રપતિ (2002-07) ભૈરોન સિંહ શેખાવતનું જયપુર ખાતે અવસાન (2010)
તેમણે રાષ્ટ્રપતિ પદ માટે પ્રતિભા પાટીલ સામે ઉમેદવારી નોંધાવી હતી

* ભારતીય સેનામાં ફિલ્ડ માર્શલ અને 1942માં લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક મેળવનાર પ્રથમ ભારતીય અધિકારી કે. એમ. કરીઅપ્પાનું બેંગલુરું ખાતે અવસાન (1993)

* પદ્મ વિભૂષણથી સન્માનિત અર્થશાસ્ત્રી અને અધ્યાપક વિજય કેલકરનો જન્મ (1942)

* બૉલીવુડ ફિલ્મોના અભિનેતા શાયની આહુજાનો દેહરાદૂન ખાતે જન્મ (1975)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં હજારો ખ્વાઈશે એસી, ગેંગસ્ટર, વો લમ્હે, લાઈફ ઈન મેટ્રો, ભૂલ ભુલાઈયા વગેરે છે

* હિન્દી ફિલ્મોના અભિનેતા નાઝિર હુસૈનનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1922)
તેમણે 500 જેટલી ફિલ્મોમાં અનેક નાના મોટા પાત્રો ભજવ્યાનો રેકોર્ડ બનાવ્યો છે 

* હિન્દી ફિલ્મ અભિનેતા મહિપાલનું મુંબઈ ખાતે અવસાન (2005)

* મેક અને ડિક મેકડોનાલ્ડ, બે ભાઈઓએ, કેલિફોર્નિયાના સાન બર્નાર્ડિનોમાં મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ બ્રાન્ડની શરૂ કરી (1940) 
જે આજે વિશ્વના 119 દેશની જાણીતી ફાસ્ટ-ફૂડ બ્રાન્ડ છે

* વિશ્વ કુટુંબ દિવસ *

* સુનિલ દત્ત, આશા પારેખ, રાકેશ રોશન, રીના રોય, તારિક ખાન, હેલન, જ્હોની વોકર, ઈમ્તિયાઝ અભિનિત ફિલ્મ 'ઝખમી' રિલીઝ થઈ (1975)
ડિરેક્શન: રાજા ઠાકુર 
સંગીત : ભપ્પી લાહિરી 
'ઝખમી' અભિનેતા તારિકની 'યાદો કી બારાત' (1973) પછી બીજી રિલીઝ હતી. રાકેશ રોશનને મેકઓવર આપવામાં આવ્યો હતો અને 'ઝખમી' ફિલ્મથી તેને સેમી રિલોન્ચ કરવામાં આવ્યો હતો. તેણે નવી વિગ પહેરી હતી અને તેને સ્ટાઇલિશ કપડાં આપવામાં આવ્યા હતા. જેનું નિર્માણ આમિર ખાનના પિતા તાહિર હુસૈન ખાને કર્યું હતું 
'ઝખમી' સંગીતકાર ભપ્પી લાહિરીની પ્રથમ મોટી અને સફળ ફિલ્મ હતી. આ ફિલ્મ તેમના શ્રેષ્ઠ સંગીતમાંથી એક છે અને ભપ્પી લાહિરીએ મોટેભાગે તાહિર હુસૈને બનાવેલી દરેક ફિલ્મમાં સંગીત આપ્યું હતું 
બિનાકા ગીતમાલાની સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી-1975 માં 'ઝખમી' ફિલ્મનું 'જલતા હૈ જીયા મેરા...' (આશા ભોંસલે-કિશોર કુમાર) 16માં નંબર ઉપર રહ્યું હતું 
જ્યારે 'રેશ્મા ઔર શેરા' (1971) ફ્લોપ થઈ ત્યારે ટોચની મોટાભાગની હિરોઈનોએ સુનીલ દત્ત સાથે કામ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. પરંતુ આશા પારેખ જ તેની સાથે કામ કરવા સંમત થયા અને 1976ની આસપાસ સુનીલ દત્તે આશા પારેખને તેની 3 ફિલ્મોમાંથી રિપ્લેસ કરી હતી 

>>>> જીવનનો ઉદ્દેશ્ય ધર્મના ઉદયના પાયામાં છે. તેમાં વ્યક્તિગત અસ્તિવ અને સંસારના અસ્તિત્વની સાર્થકતાની શોધ છે. વિજ્ઞાન પણ એ જ સવાલનો જવાબ આપવા પ્રયાસ કરે છે. આમ તો, જીવનને વૈજ્ઞાનિક અથવા તાર્કિક દ્રષ્ટિકોણથી સમજવાનું ચલણ પ્રચલિત છે, પરંતુ માનવ જીવન, પશુ જીવનની માફક, ખાલી મિકેનિકલ નથી. માણસને તેના ભૌતિક પ્રશ્નો ઉપરાંત, માનસિક અથવા ભાવનાત્મક અથવા આધ્યાત્મિક પ્રશ્નોનો પણ સામનો કરવો પડે છે. તે વખતે તે ધર્મની શરણે જાય છે, કારણ ધર્મ તેને આ મિકેનિકલ અને નિરૂદેશ્ય સંસારમાં એક દિશા સૂચન અને સાર્થકતા બક્ષે છે. તમામ ધર્મો, કળાઓ અને વિજ્ઞાનો એક જ વૃક્ષની ડાળખીઓ છે. આ બધી આકાંક્ષાઓ માણસના જીવનને ઉન્નત કરવા માટે હોય છે, જે તેને તેના કેવળ ભૌતિક અસ્તિત્વમાંથી ઉપર ઉઠવામાં મદદ કરીને મુક્તિ તરફ લઈ જાય છે."

સંકલન : વિજય ઠક્કર (આણંદ)