ભારતના યોગ અને આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિ શંકરનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1956)
*
* હિન્દી ફિલ્મ ગીત અને ગુજરાતી ગીત - ગઝલના ખુબ લોકપ્રિય ગાયક મનહર ઉધાસનો ગુજરાતના સાવરકુંડલા ખાતે જન્મ (1943)
*
* પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત ભારતીય લેખક આર. કે. નારાયણ (રાસીપુરમ કૃષ્ણસ્વામી ઐયર નારાયણસ્વામી)નું ચેન્નાઇ ખાતે અવસાન (2001)
જેઓ કાલ્પનિક દક્ષિણ ભારતીય નગર માલગુડીમાં તેમના કાર્ય માટે જાણીતા છે અને અંગ્રેજીમાં પ્રારંભિક ભારતીય સાહિત્યના અગ્રણી લેખક હતા
* મેલેરિયાના પ્રસાર પરના તેમના કાર્ય માટે 1902માં ફિઝિયોલોજી - મેડિસિન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત બ્રિટિશ ડૉક્ટર સર રોનાલ્ડ રોસનો ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં જન્મ (1857)
તેઓ પ્રથમ બ્રિટિશ નોબેલ વિજેતા બન્યા હતા અને યુરોપની બહાર (ભારતમાં) જન્મેલા પ્રથમ વ્યક્તિ હતા
* પદ્મ વિભૂષણથી સન્માનિત ભારતના આયોજિત વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી, ભારતની પ્રથમ પંચવર્ષીય યોજનાના વિભાગોનો મુસદ્દો તૈયાર કરનાર ભારતીય અર્થશાસ્ત્રી કે.એન.રાજ (કક્કડન નંદનાથ રાજન)નો કેરાલા રાજ્યમાં જન્મ (1924)
*
* હિન્દી અને ગુજરાતી સહિત ભારતની 19 જેટલી ભાષાઓની ફિલ્મોના પ્લેબેક સિંગર બેની દયાલનો યુએઈના અબુ ધાબી ખાતે જન્મ (1984)
*
* ભારતના 5માં રાષ્ટ્રપતિ (1974-77) ફખરુદ્દીન અલી એહમદનો દિલ્હી ખાતે જન્મ (1905)
*
* બાંગ્લાદેશના ઢાકા ખાતે જન્મેલા અને ભારતની બંગાળી ફિલ્મોના લોકપ્રિય ગાયિકા ઉત્પલા સેનનું કોલકાતા ખાતે અવસાન (2005)
*
* મરાઠી સાહિત્યકાર અને અભિનેતા સંદીપ ખરેનો પુના ખાતે જન્મ (1973)
*
* ભારતના બેડમિન્ટન પ્લેયર નિખિલ કાનેટકરનો પુના ખાતે જન્મ (1979)
*
* હિન્દી અને મરાઠી ફિલ્મ, ટીવી અને નાટકોના અભિનેત્રી અમૃતા સુભાષનો મુંબઈ ખાતે જન્મ (1979)
*
* હિન્દી ફિલ્મ નિર્દેશક પુનિત મલહોત્રાનો મુંબઈ ખાતે જન્મ (1982)
*
* ડૉ. ઝાકીર હુસેન ભારતના 3જા રાષ્ટ્રપતિ બન્યા (1967)
*
* સ્થાનિક સહયોગીઓની સહાયથી કબજા હેઠળના પાકિસ્તાની સૈન્ય દ્વારા પબના જિલ્લામાં ડેમરા યુનિયન હેઠળના ગામોના નિઃશસ્ત્ર હિન્દુ રહેવાસીઓનો બાંગ્લાદેશમાં ડેમરા હત્યાકાંડ - નરસંહાર કરાયો, જેમાં એક જ દિવસમાં 800-900 લોકો માર્યા ગયાનો અંદાજ મુકાયો છે (1971)
*
>>>> આપણને વખતો વખત આપણી ખામીઓનો પરિચય થતો રહેવો જોઈએ. જાતે શોધીએ તો ઉત્તમ, નહીં તો આજુબાજુમાં એ બતાવે તેવા લોકોને સાચવી રાખવા જોઈએ. કબીરે લખ્યું હતું;
નિન્દક નિયરે રાખિયે, આંગન કુટી છવાય,
બિન પાની-સાબુન બિના, નિર્મલ કરે સુભાય.
તમારા ટીકાખોરને નજીકમાં રાખો, એને પડોશમાં ઘર આપો, પાણી-સાબુ વગર એ તમને શુદ્ધ રાખશે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)