AnandToday
AnandToday
Wednesday, 08 May 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 9 મે : 9 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ઇશ્વર પેટલીકર ઉપનામથી જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર ઈશ્વરભાઈ પટેલનો આજે જન્મદિવસ

ઇશ્વર પેટલીકર ઉપનામથી જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલનો સોજીત્રા તાલુકાના પેટલી ગામે જન્મ (1916)
આણંદથી પ્રકાશિત થતા ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ’નું સંપાદન તથા લગ્નસહાયક કેન્દ્રનું સંચાલન અને તેમણે લોકનાદ, ગુજરાત સમાચાર, સંદેશ, સ્ત્રી, નિરીક્ષક વગેરે પત્રો-સામયિકોમાં સામાજિક અને રાજકીય વિષયો ઉપર નિયમિત કટારલેખન કરેલું
ગ્રામીણ સમાજ એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓએ એમને સાહિત્યક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યું છે અને ૧૯૬૧માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો

* મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા મહારાણા પ્રતાપનો જન્મ (1540)
એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર છે
એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો
મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો

* સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાજકીય નેતા અને સમાજ સુધારક ગોપાલ કૃષ્ણ ગોખલેનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1866)

* હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગાયક તલત મહેમુદનું મુંબઈ ખાતે અવસાન (1998)

* સંજય દત્તના અવાજની મિમિક્રી કરવા માટે લોકપ્રિય ટીવી અભિનેતા સંકેત ભોંસલેનો મુંબઈ ખાતે જન્મ (1988)

* હિન્દી અને બંગાળી ફિલ્મોના અભિનેત્રી અને ટ્રાન્સજેન્ડર અધિકાર કાર્યકર્તા તિસ્તા દાસનો કોલકાતા ખાતે જન્મ (1978)

* તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં અભિનેત્રી અને નૃત્યાંગના સાઈ પલ્લવી સેંથામરાઈનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1992)
તેણીએ ડોક્ટર તરીકે અભ્યાસ કર્યો છે અને બે ફિલ્મફેર એવોર્ડ સહિત અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે

* તેલુગુ ફિલ્મોના અભિનેત્રી કલ્પના રાયનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1950)

* તમિલ સિનેમાના અભિનેતા, સંગીતકાર, વિતરક અને રાજકીય આગેવાન ટી. રાજેન્દ્રનો જન્મ (1950)

* સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત કિરાના ઘરનાના ક્લાસિકલ ગાયક અને ફિલ્મ અભિનેતા ફિરોઝ દસ્તુરનું મુંબઈ ખાતે અવસાન (2008)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને ડાન્સર લક્ષ્મી છાયાનું મુંબઈ ખાતે અવસાન (2004)

* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ રમનાર) રાજીન્દર પાલનું અવસાન (2018)

* પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનાનો આરંભ (2015) 

>>>> આપણા દેશ માટે તો ૩૬૫ દિવસ "માતૃદેવો ભવ"ના છે. માતાના ચરણોમાં તીર્થ છે એવું કહેવાવાળી આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિમાં માતાની યાદ એક દિવસ માટે નથી. આપણી સંસ્કૃતિમાં માતા પ્રત્યેક ક્ષણે હાજરાહજૂર છે. આપણા દેશની સંસ્કૃતિમાં તો આપણે દેશની ધરતીને પણ ભારત માતાનું નામ આપ્યું છે. જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. "માતૃદેવો ભવ"ની સંસ્કૃતિ અને પરંપરા ધરાવતો આ દેશ હવે માતા-પિતાને માત્ર ને માત્ર "ડે" પુરતા કે "સોવેનિયર" પૂરતા યાદ કરી લેતા થયા છે એ આપણી મહાન ધરોહરની કરુણતા છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)