આણંદ ટુડે | નવી દિલ્હી
લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાનું મતદાન આજે 7 મે 2024 મંગળવારના રોજ સધન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરૂ થશે .ગુજરાત સહિત 11 રાજ્યો અને સંઘપ્રદેશની 2 બેઠકો પર આજે મહાજંગ ખેલાશે ગુજરાતની તમામ 26 બેઠકોમાંથી 25 બેઠકો પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. ગુજરાતમાં લોકસભાની સુરત બેઠક બિન હરીફ જાહેર કરી દેવામાં આવી છે અને તેથી આજે 25 બેઠકની ચૂંટણી સવારે 7:00 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી 49,140 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે. રાજ્યની 25 લોકસભા બેઠક પર 2,56,16,540 પુરૂષ, 2,41,50,603 સ્ત્રી અને અન્યના 1,534 મળી કુલ 4,97,68,677 મતદારો નોંધાયેલા છે, જે મતદાન કરીને
ભાજપ કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોના અને અપક્ષ ઉમેદવારો મળીને કુલ 266 કેન્ડિડેટ મેદાનમાં છે. જેમાં 247 પુરુષ અને 19 સ્ત્રી ઉમેદવારો છે. આ ઉપરાંત વિધાનસભાની પાંચ બેઠકની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે અને તેમાં વિજાપુર પોરબંદર માણાવદર ખંભાત અને વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે અને તમામ પુરુષ ઉમેદવારો છે.આજે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં
ત્રીજા તબક્કામાં લગભગ 120 મહિલાઓ સહિત 1300થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય નેતાઓમાં કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ (ગાંધીનગર), જ્યોતિરાદિત્ય સિંધિયા (ગુના), મનસુખ માંડવિયા (પોરબંદર), પુરુષોત્તમ રૂપાલા (રાજકોટ), પ્રહલાદ જોશી (ધારવાડ) અને એસપી સિંહ બઘેલ (આગ્રા)નો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (વિદિશા) અને દિગ્વિજય સિંહ (રાજગઢ) પણ આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો બસવરાજ બોમાઈ (હાવેરી) અને બદરુદ્દીન અજમલ (ધુબરી)નું ભાવિ પણ 7 મેના રોજ ઈવીએમમાં સીલ થઈ જશે. ઉત્તર પ્રદેશમાં દિવંગત મુલાયમ સિંહ યાદવના પરિવારના ઘણા સભ્યો પણ આ તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુરતમાં ભાજપની બિનહરીફ જીત સાથે, વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની 25 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. આ ઉપરાંત મહારાષ્ટ્રની 11 બેઠકો પર, ઉત્તર પ્રદેશની 10 બેઠકો પર, કર્ણાટકની 28માંથી બાકીની 14 બેઠકો પર, છત્તીસગઢની 7 બેઠકો પર, મધ્યપ્રદેશની 9 બેઠકો પર, બિહારની 5 બેઠકો પર, આસામમાં 4-4 અને પશ્ચિમ બંગાળ અને ગોવાની તમામ 2 બેઠકો પર પણ મતદાન થશે. આ સાથે જ ત્રીજા તબક્કામાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 2 બેઠકો પર પણ મતદાન થશે. તમને જણાવી દઈએ કે અનંતનાગ-રાજૌરી સીટ પર ચૂંટણી હવે છઠ્ઠા તબક્કા માટે સ્થગિત કરી દેવામાં આવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.30 વાગ્યે અમદાવાદ રાણીપની સ્કૂલમાંથી મતદાન કરશે. ત્યાર બાદ તેઓ ચોથા તબક્કા માટે પ્રચાર માટે રવાના થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 9.15 કલાકે નારણપુરાના મતદાન મથકમાં મતદાન કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8.30 થી 9.30 વચ્ચે શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કરવા જશે. જ્યારે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ નવસારીની ઉ. ગુજરાત સ્કૂલથી મતદાન કરશે. તેઓ સવારે 8.30 કલાકે વોટ આપવા જશે. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સવારે 7 કલાકે અમરેલીના ઈશ્વરિયાની પ્રા.શાળાથી મતદાન કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરથી ભાજપના (BJP) ઉમેદવાર મનસુખ માંડવિયા પાલિતાણાના અણોલના મતદાન મથકથી વોટિંગ કરશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે 8 કલાકે રાજકોટના રૈયા રોડના મતદાન મથકથી મતદાન કરશે.
ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
કચ્છ વિનોદ ચાવડા. નિતેશ લાલણ
બનાસકાંઠા. રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર
પાટણ ભરતસિંહજી ડાભી ચંદનજી ઠાકોર
અમદાવાદ પશ્વિમ દિનેશ મકવાણા ભરત મકવાણા
રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
જામનગર પૂનમ માડવ. જે.પી.મારવિયા
આણંદ મિતેશ પટેલ અમિત ચાવડા
ખેડા દેવુસિંહ ચૌહાણ. કાળુસિંહ ડાભી
પંચમહાલ. રાજપાલસિંહ જાદવ. ગુલાબસિંહ. ચોહાણ
દાહોદ જસવંતસિંહ ભાભોર. પ્રભાબહેન તાવડિયા
બારડોલી પ્રભુભાઈ વસાવા. સિદ્રાર્થ ચૌધરી
નવસારી સી.આર.પાટીલ નૈષદ દેસાઈ
સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી
અમદાવાદ પૂર્વ હસમુખભાઈ પટેલ હિંમતસિંહ પટેલ
ભાવનગર નિમુબેન બાંભણિયા ઉમેશ મકવાણા (AAP)
વડોદરા હેમાંગ જોશી જયપાલસિંહ પઢિયાર
છોટા ઉદેપુર જશુભાઈ રાઠવા સુખરામ રાઠવા
વલસાડ. ધવલ પટેલ અનંત પટેલ
જૂનાગઢ રાજેશ ચુજાસમા હિરાભાઈ જોટવા
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા ઋત્વિક મકવાણા
મહેસાણા હરિભાઈ પટેલ. રામજી ઠાકોર
અમરેલી ભરત સુતરિયા જેનીબહેન ઠુંમ્મર
ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (AAP)
7મેના રોજ ચૂંટણીના દિવસે મતદાન કરવા સરકારી કચેરીઓમાં રજા જાહેર કરેલ છે તેમજ ઈન્ડસ્ટ્રીઝ એરિયા સહિતના વેપારીઓને અને ઉદ્યોગકારો, દુકાનો, સંસ્થાઓના કર્મચારીઓને મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિઓની રજા મંજુર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.